100 કરોડનો સમાજવાદી!

અબુ આઝમીએ પોતાની સંપત્તિ જાહેર કરી

મુંબઈ | વેબ દુનિયા| Last Modified સોમવાર, 6 એપ્રિલ 2009 (14:15 IST)

સમાજવાદી પાર્ટીનાં ઉત્તર પશ્ચિમથી ઉમેદવાર અબુ આઝમી દેશનો સૌથી અમીર ઉમેદવાર બની ગયો છે. તેમણે ચુંટણીનું નામાંકન ભરતી વખતે પોતાની સંપત્તિ જાહેર કરી છે.

અબુ આઝમીએ પોતાની સંપત્તિ 100 કરોડ જાહેર કરતાં રાજકીય નેતાઓની આંખો પહોળી થઈ ગઈ હતી. કારણ કે અત્યાર સુધી ભલભલા ઉદ્યોગપતિ કે ભ્રષ્ટાચાર રાજકીય વ્યક્તિએ પણ પોતાની સંપત્તિ આટલી બધી જાહેર કરી નથી. સોનિયા ગાંધીએ પણ બેન્કમાં પોતાની નામે 50 લાખ રૂપિયા હોવાની જાહેરાત કરી છે. જ્યારે બીજી સંપત્તિ જેમાં પારિવારીક ઘર, જમીન અલગ છે.

આમ અબુ આઝમી સૌથી અમીર ઉમેદવાર બની ગયો છે. તેમણે પોતાની સંપત્તિમાં હોટલ, રેસ્ટોરન્ટ, પોતાની કંપની તેમજ દક્ષિણ મુંબઈમાં જમીનોનો પણ સમાવેશ થાય છે. આ જાહેરાત બાદ સામાન્ય લોકો રાજકારણી પ્રત્યે શંકાની નજરે જોવા લાગ્યા છે.


આ પણ વાંચો :