વેલેન્ટાઈન વિશેષ: લીવ ઈનના જમાનામાં પ્રેમ ક્યા ?

વેબ દુનિયા|

P.R
હાલની યંત્રવત બનતી જતી જિંદગીમાં લોકોને પ્રેમ કરવાની ફુરસદ ક્યાં છે... હા, બહુ ઉચી વાત કરીએ તો સરકારને લોકો પ્રત્યે પ્રેમ નથી બાકી આજે જાહેર રજા હોવી જોઇએ...ચાલો હવે કામધંધે લાગીએ પછી નિરાંતે પ્રેમ વિશે વાતો કરીશું...અને સેક્સ માટે સમય મળે ત્યારે....બાકી પત્નીએ આજે કેન્ડલ લાઇટ ડિનર અને ડાયમન્ડ જ્વેલરીની એડ બતાડી છે એટલે આજે પ્રેમની વાટ લાગવાની છે....

નાનપણમાં પ્રેમની વ્યાખ્યા ક્યારે કરી એનું યાદ નથી પણ આજકાલ પ્રેમનો એકરાર કરવાની મોસમ જોરશોરથી ચાલી રહી છે...લોકો પ્રેમનો કક્કો ભણીને પંડિત થવા માંગે છે છતાં અભણ રહી જાય છે કારણકે આ એક એવો વિષય છે કે તેમાં કોઇને હજુ ટપ્પો પડતો નથી.

ભલું થાય વેલેન્ટાઇન સંતનું અને બજારવાદી શક્તિઓનું કે આજે નાનપણમાં બાળકોને પ્રેમ એટલે શું તેની ગતાગમ પડે છે અને તેઓ પણ પઢે સો પંડિત હોય માફક પ્રેમને વાંચવાની કોશિશ કરીને પંડિત બની રહ્યા છે. જો કે સંત વેલેન્ટાઇન અને સંત કબીરદાસ પહેલાં પણ આ દેશમાં વસંતની પરંપરા રહી છે એટલે વેલેન્ટાઇન ડે ને કારણે ભારતમાં પ્રેમની ઋતુ આવી હોવાની માન્યતા ખોટી છે. પણ એ જમાનો હતો કે જ્યારે વેલેન્ટાઇન ફાગણમાં આવતો હતો અને બધા ગમતાંનો ગુલાલ કરતા હતા. સાથે પોતાની મસ્તી,ઉમંગ અને શરારત સાથે ગળાડૂબ થતાં હતાં..ક્યાંક હોળીની મસ્તી હતી તો ક્યાંક કૃષ્ણની ગોપિકાઓ સાથે રાસલીલા. પ્રેમનો સંદેશ તો ભારતીય સંસ્કુતિનો હિસ્સો રહી છે. પણ પ્રેમની પરિભાષા બદલાઇ છે કે આ દિવસે કોઇને કોઇ વેલેન્ટાઇન મળી જ રહેશે પછી ભલે કોઇ ઘાસ નાખવા તૈયાર ન હોય પ્રયત્ન ચાલુ છે.
બાકી આજે વેલેન્ટાઇન ડે પર બજારવાદે કબજો લીધો છે. કન્ઝ્યુમરીઝમને વધારવામાં મદદ મળે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવે છે. હિરા હૈ સદા કે લિયે..સિઝન ફોર લવ...અને બીજું ઘણું બધું...આ બધા વચ્ચે પ્રેમ ક્યાં મફત થાય છે. પ્રેમ ખર્ચાળ બની ગયો છે. પ્રેમ મોંધો બની ગયો છે. પ્રેમમાં પૈસાની વાત આવે ત્યારે પ્રેમમાં તિરાડ પડવાની શક્યતા વધી જાય છે..હાં બે ઘડીની મસ્તી હોય ત્યાં સુધી વાત બરાબર છે પણ સાચા પ્રેમને મોંઘાં ગ્રીટીંગ કાર્ડ્સની કે સિઝન ફોર લવની જરૂર નથી..સુગંધથી મઘમઘતાં ગુલાબથી કામ ચાલી જાય છે. પણ આજકાલ આ સસ્તો પ્રેમ કદાચ ગાયબ છે.
પ્રેમનું પિષ્ટપેષણ નથી કરવું પણ હવે શર્મીલા પ્રેમનો જમાનો જતો રહ્યો છે એટલું જ નહીં પરંતુ પ્રેમ બદલવાનો ટ્રેન્ડ પણ શરૂ થઇ ગયો છે કારણકે ન ફાવ્યું તો બીજું...આ બધું ખુલ્લં ખુલ્લા...બિન્દાસ્ત...પ્રેમમાં નિષ્ફળતા પછી કોઇ આંસુ નહી..કોઇ ટ્રેજડી નથી...ખાનદાનમાં કોઇ બગાવત નહીં..બસ ચટ્ટ પ્યાર, પટ્ટ શાદી ઓર ન ફાવ્યું તો ઝટપટ તલાક...એ જમાનો હવે જતાં રહેવા પર છે કે એક જ પ્રેમનાં સહારે જિંદગી ગુજારવામાં આવે..
તૂ નહીં તો ઓર સહી...આ મજાક નથી પણ હકીકત બની ગઇ છે. કારણકે પ્રેમનાં મોરચા અનેક જગ્યાએ ખોલવામાં આવે છે જાણે કે કોઇ જંગ જીતવાની હોય...જેમાં કોઇ કમિટમેન્ટ નથી. કારણકે જોખમ કોઇ ઉઠાવવા માંગતું નથી તેમને મન કદાચ પ્યાર ટાઇમ પાસ છે. એ પ્રેમની પરિભાષા ગઇ જ્યારે પ્રેમ ન મળવાથી લોકો દેવદાસ થઇ જતાં હતાં...

બીજું પ્રેમમાં સુવિધા હોવી જોઇએ. સુવિધાનજક પ્યાર બધાને પરવડે છે જેમાં કોઇ દિક્કત ન હોવી જોઇએ. સરળ..કોઇ જોખમ નહીં..જોખમ ઉઠાવવા કોઇ તૈયાર નથી..કારણકે તેટલો સમય નથી અને કદાચ હિંમત પણ નથી. કારણ પ્રેમ માટે કોઇ હવે પોતાના આરામ,પોતાની ખુશી,પોતાની આદતો કુરબાન કરવા કદાચ જ તૈયાર થાય..બાકી જિંદગીની વાત તો દૂરની છે...એવું નથી એક દૂજે કે લિયે જેવી જોડી પણ દુનિયામાં છે પણ આજના મોર્ડન જમાનામાં આવી ટ્રેડિશનલ વાતોને હસી કાઢવામાં આવે છે. આજ કલ લીવ ઇન નો જમાનો છે કેરિયર આગળ શાદીની હથકડી કોણ પહેરે.. ન ફાવ્યું તો છુટૂં...પોતાના પ્રેમ માટે જિંદગીને બદલનારા હવે બહુ ઓછા છે...કારણ આજકાલ ઓપ્શનનો જમાનો છે..કારણ એ પણ છે કે પ્રેમને પોતાની અંગત જિંદગી પર હાવી થવા દેવા માંગતાં નથી. પ્યાર જિંદગીનો હિસ્સો નહી પરંતુ એક એલિમેન્ટની તરહ સજાવવામાં આવે છે.
ચાલો ત્યારે પ્રેમ કરવા તૈયાર થઇ જાવ..જેવી હોય તેવી અંગ્રેજોની આ વસંત પંચમી મજેદાર તો છે...કમ સે કમ આજના દિવસે પ્રેમ ઇજહાર કરવાની તક તો આપે છે...બાકી ક્યાં કોઇ ફુરસદ છે પ્રેમ કરવાની...


આ પણ વાંચો :