શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated :લંડન. , ગુરુવાર, 23 જૂન 2016 (16:56 IST)

બદલાઈ ગઈ છે છોકરીઓની પસંદ... હવે ગમે છે આવા યુવકો...

વાર્તા-ફિલ્મો અને કવિતાઓમાં રેશમી વાળ, શરબતી આંખો, ગુલાબી હોઠ મહિલાઓની સુંદરતાના માપદંડ માનવામાં આવે છે. યુગ બદલતો ગયો પણ સુંદરતાના આ માપદંડમાં વધુ કોઈ ફેરફાર થયો નથી. 
 
બીજી બાજુ પુરૂષો માટે રફ-ટફ લુક અને બળવાન હોવુ એ જ ઓળખ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો એક પરફેક્ટ મૈચો મેન.  અત્યાર સુધી આપણે એક પરફેક્ટ મેનની છબિમાં આ જ ખૂબીઓ શોધતા આવ્યા છે પણ એક અભ્યાસમાં કહ્યુ છે કે હવે આ ધારણા બદલાય રહી છે. 
 
ખાસ કરીને પુરૂષોના પરફેક્ટ લુકમાં થોડી વધુ ખૂબીઓએ સ્થાન બનાવી લીધુ છે. એક બ્રિટિશ સ્ટડીએ આનો ખુલાસો કર્યો છે કે હવે મૈચો મેનની છબિ ધીરે ધીરે બદલાય રહી છે. જેના મુજબ હવે મહિલાઓ પુરૂષોમાં ફેમિનિન લુકને વધુ મહત્વ આપે છે. 
 
શોધ કહે છે કે ફેમિનિન ફેસવાળા પુરૂષ પ્રેમ પ્રસંગના મામલે વધુ ભાગ્યશાળી સાબિત થાય છે. શોધમાં કમ્પ્યુટર આધારિત ચેહરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને મહિલાઓને તેમની પસંદ પણ પૂછવામાં આવી. 
 
જેના પરિણામ પૂર્વ શોધથી જુદા અને ચોંકાવનારા હતા. હવે મહિલાઓની પસંદમાં થોડો ફેરફાર થયો છે. આજની મહિલા એક પુરૂષમાં પણ ફેમિનિન લુક શોધે છે.