રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By કલ્યાણી દેશમુખ|

લગ્નજીવન - 10માંથી 7 પત્નીઓ આપે છે દગો, જાણો શુ છે આનુ કારણ ?

લગ્ન પછી દરેક કોઈ ઈચ્છે છે તેમનો સંબંધ સારી રીતે ચાલે. પતિ અને પત્ની એકબીજા સાથે ખુશ રહે.  અનેકવાર એવુ થતુ નથી. મોટાભાગે પત્નીઓને પોતાના પતિ પ્રત્યે ફરિયાદ રહે છે. એક સર્વે મુજબ મોટાભાગની ભારતીય મહિલાઓ પોતાના પતિથી નાખુશ થઈને દગો આપે છે. આ સર્વેમાં જોવા મળ્યુ છે કે 10માંથી 7 મહિલાઓ પોતાના પતિને દગો  આપે છે.  તેનુ બહાર એકસ્ટ્રા અફેયર ચાલતુ હોય છે.  આ કારણ છે કે તે પતિના ઘરના કામમાં પોતાની પત્નીઓને મદદ નથી કરતા. 
 
આંકડા મુજબ 10માંથી 7 મહિલાઓ એકસ્ટ્રા મૈરીટિયલ અફેયર રાખે છે.  કારણ કે તે પોતાની લગ્નથી નીરસ થઈ ચુકી હોય છે.  
 
મેટ્રોસિટીમાં જોવા મળ્યા વધુ કેસ 
 
આ કેસ મોટેભાગે મુંબઈ, દિલ્હી, કલકત્તા જેવા મેટ્રો શહેરમાં જોવા મળ્યા છે.  તે પોતાના પતિને દગો એ માટે આપે છે કારણ કે તે ઘરના કાર્યમાં તેમની મદદ નથી કરતા જે કારણે તે તેમનાથી તંગ થઈ ચુકી છે કે થઈ ગઈ છે. 
 
34 થી 49 વર્ષની મહિલાઓનો છે સમાવેશ 
 
 
તેમા 30 ટકા ટકાના નિકટ લગભગ 34થી 49 વર્ષની મહિલાઓનો સમાવેશ છે.  જે પોતાના પતિથી તંગ થઈ ચુકી છે. એટલુ જ નહી રિસર્ચમાં સમલૈગિક લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. કારણ કે તેમને પારંપારિક લગ્ન માટે મજબૂર કરવામાં આવ્યા હતા હવે તે એપની મદદથી સમાન યૌન સાથી પણ શોધી રહ્યા છે. 
 
આ છે કારણ 
 
લગભગ 77 ટકા મહિલાઓનુ માનવુ છે કે તે પોતાના પતિ સાથે દગો કરી રહી છે. કારણ કે તેમના લગ્ન એકદમ બોરિગ થઈ ચુક્યા છે. આવુ કરવાથી તેમને પોતાના જીવનમાં થોડો મસાલો નાખવામાં મદદ મળે છે. 
પત્ની દ્વારા પતિને દગો આપવના કારણ 
 
1. ઘરેલુ હિંસા - લગ્ન એક પવિત્ર બંધન છે. લગ્ન પછી એક નવા જીવની શરૂઆત થાય છે.  જ્યા લોકો નવુ ઘર વસાવે છે. પણ જો લગ્ન પછી ઘરમાં રોજ જ ઝગડા થઈ રહ્યા છે અને હિંસા થઈ રહી છે તો આવામાં ખૂબ જ સહેલાઈથી કોઈ અન્ય જીવનમાં આવી જાય છે. ઘરેલુ હિંસાની સૌથી વધુ અસર મહિલાઓ પર પડે છે.  તેનો પરિવાર પરથી વિશ્વાસ ઉઠી જાય છે તેથી તે એવા પાર્ટનરની શોધ કરે છે જે તેની તકલીફને અનુભવી શકે. 
 
2. સેક્સ લાઈફથી નાખુશ - જો કોઈપણ પુરૂષ કે મહિલા લગ્ન પછી સેક્સ લાઈફથી સંતુષ્ટ નથી તો તેનો કોઈ અન્ય સાથે અફેયર થવાની શક્યતા વધી જાય છે.  અનેકવાર મહિલા પોતાના પુરૂષ સાથી સાથે સેક્સ દરમિયાન અસંતુષ્ટ રહે છે. તેની આ અસંતુષ્ટિને મહિલાઓને દગો આપવા અને બહારની તરફ જવા પર વિવશ કરે છે. અને તે જલ્દી જ બીજા પુરૂષના નિકટ જવા માડે છે. 
 
3. પ્રથમ પ્રેમને ન ભૂલી શકવુ - લગ્ન પહેલા કોઈની સાથે લવ અફેયર હોવાને કારણે સામાન્ય રીતે મહિલાઓ લગ્ન પછી પુરૂષોને દગો આપે છે.  પહેલા પ્રેમને ન ભૂલી શકવાને કારણે તે દગો આપવા મજબૂત થઈ જાય છે. 
4. પરસ્પર વિચારોનો અભાવ 
 
અનેકવાર પતિના વિચાર ન મળતા કે પછી દરેક સમયે થનારા ઝગડાથી બચવા માટે મહિલાઓ બીજા પુરૂષો પ્રત્યે આકર્ષિત થવા માંડે છે.   આ પણ પરણેલી સ્ત્રીઓના દગા આપવાનુ ખૂબ મોટુ કારણ છે.  ક્યારેક ક્યારેક પતિ પત્ની વચ્ચે તાલમેલ નથી થતો. પતિ કે પત્ની એકબીજા સાથે વાતો શેયર કરવાને બદલે કોઈ અન્ય પુરૂષ કે મહિલા સાથે વાત શેયર કરે છે જેને કારણે ધીરે ધીરે આ મૈત્રી પ્રેમમાં પરિણમે છે. 
 
5. વિશ્વાસમાં કમી  - અનેકવાર સ્ત્રીઓ લગ્ન પછી એ માટે દગો આપે છે કારણ કે તેમને એકબીજા પર વિશ્વાસ નથી હોતો.   તે કોઈપણ કારણ વગરે એકબીજા પર શક કરે છે.  મહિલાઓ મોટેભાગે ઈચ્છે છે કે તેમનો પતિ તેમની સાથે ખૂબ વાતો કરે.  પણ આ સંવાદની કમી આવી જવાથી સંબંધોમાં દરાર પડી જાય છે અને દગો આપવાની શક્યતા વધી જાય છે 
 
6. આત્મસન્માનની કમી સેક્સ આત્મસન્માનની બૂસ્ટર છે. જે મહિલાઓને સેક્સી અધિક સુંદર અને વધુ વ્હાલો બની જાય છે.  તેમની તરફ ધ્યાન ન આપવુ અને હંમેશા તેમની સામે ફરિયાદ કરતા રહેવુ તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે.  અનેકવાર પુરૂષોમાં એક વિચાર એ પણ હોય છે કે તે એક જ સ્ત્રી સાથે રહીને બોર થઈ જાય છે અને પોતાની પત્નીના અત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. તેથી સ્ત્રીઓ પણ પોતાના આત્મસન્માન માટે આવા પગલા લે છે. 
 
તેથી પતિ પત્નીએ પરસ્પર વાત કરીને દરેક સમસ્યાઓનો હલ લાવવો જોઈએ.  લગ્નજીવનનો ભરપૂર આનંદ ઉઠાવવો જોઈએ. કારણ કે લગ્ન બહારના સંબંધો એ માત્ર એક છળ છે. તેનુ આજ સુધી કોઈ સારુ પરિણામ આવ્યુ જ નથી.  તેથી એકબીજાની ભૂલચૂક માફ કરીને લગ્નજીવનને સુધારવુ જોઈએ. કારણ કે જે આપણે કરીશુ એ જ આપણી ભાવિ પેઢી કરશે... તો આપણી સંસ્કૃતિ .. સંસ્કાર ક્યા જઈને અટકશે તેના પર ગંભીરતાથી વિચારવુ રહ્યુ..