રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (15:05 IST)

68% ભારતીય મહિલાઓમાં વિટામિન ડી ની ઉણપ, આ રીતે વધારો વિટામિન ડી

બદલતી જીવનશૈલીને કારણે આપણે કુદરત તરફથી મળેલી ભેટનો લાભ નથી લઈ શકી રહ્યા.  પર્યાપ્ત તાપ ન લેવાને કારણે આપણે વિટામિન ડી ની કમીના શિકાર થતા જહી રહ્યા છીએ અને તેની પૂર્તિ માટે દવાઓ પર નિર્ભર થઈ રહ્યા છીએ. જ્યારે કે શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામિન ડી સપ્લીમેંટ લેવાનો કોઈ ફાયદો નથી. સપ્લીમેંટ લેવાથી હાડકાનુ ફેક્ચર થવાનુ સંકટ ઓછુ નથી થઈ શકતુ અને ન તો તેનાથી શરીરમાં વિટામિન ડી ની કમી પૂરી થાય છે.  જો પર્યાપ્ત માત્રામાં ધૂપ અને યોગ્ય ખાનપાન લેવામાં આવે તો આ કમી આપમેળે જ દૂર થઈ જશે.
 
88 % દિલ્હીના રહેવાસી વિટામીન ડી ની કમીથી પીડાય રહ્યા છે (એસોચૈમ  મુજબ)
 
68% ભારતીય મહિલાઓમાં વિટામિન ડી ની કમી 
5.5% ભારતીય મહિલાઓમાં જ વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં 
 
તાપમા સમય વિતાવો 
 
કૈલિફોર્નિયાના એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે દુનિયામાં મોટી સંખ્યામાં લોકોએ બહાર સમય વિતાવવુ છોડી દીધુ છે. જો તેઓ બહાર જાય પણ છે તો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. આ કારણે વિટામિન ડી ની કમી જોવા મળી રહી છે. 
 
આ લક્ષણોને ન કરો નજરઅંદાજ 
 
થાક 
હાડકામાં દુખાવો 
ઘા નુ મોડા ભરવુ 
વાળ ખરવા 
લાંબી બીમારી 
માંસપેશિયોમાં દુખાવો 
જલ્દીથી બીમાર પડી જવુ 
તનાવ થવો 
 
ગંભીર બીમારીઓનો ખતરો 
 
હાડકાનુ વારે ઘડીએ ફેક્ચર થવાની આશંકા 
જાડાપણુ વધવુ, તનાવ કે અવસાદની સ્થિતિ 
અલ્માઈઝર જેવી ગંભીર બીમારી 
અનેક પ્રકારના કેંસર થવાનો ખતરો પણ વધી જાય છે 
 
આનો ઈલાજ પણ તમારી પાસે 
 
- રોજ ઓછામાં ઓછી 20 મિનિટ તાપ લો 
- દૂધ અને તેનાથી બનેલા ઉત્પાદમાં વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં હોય છે. સતરાનુ સેવન કરો 
- ઈંડાને જર્દી સાથે ખાવાથી વિટામિન ડી ની કમી પૂરી થાય છે. મશરૂમ ખાવ 
- સાલમોન અને ટૂના જેવી માછલીઓમાં કેલ્શિયમ સાથે વિટામિન ડી પણ ખૂબ હોય છે.