સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મહાશિવરાત્રિ 08
Written By વેબ દુનિયા|

મહામૃત્યંજય જપ

ત્ર્યંબકમ યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ
ઉર્વારૂકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત.

W.D
મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની સુરક્ષામાં સહાયતા થાય છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી અડચણો પણ દૂર થાય છે. નીચે લખેલી પરિસ્થિતિની અંદર પણ આ મંત્રનો જાપ કરવામાં આવે છે.

1) કોઈ મોટા રોગથી પીડિત હોવા પર

2) જમીન-મિલ્કતના ભાગલાની સંભાવના હોય તો

3) રાજ્ય કે મિલ્કતના જવાનો ભય હોય

4) ધન-હાનિનો ભય હોય

5) નાડીદોષ અને ષડષ્ટ વગેરે આવતાં હોય

6) મન ધાર્મિક કાર્યોથી વિમુક્ત થઈ ગયું હોય

7) રાષ્ટ્રનું વિભાજન થઈ ગયું હોય

8) મનુષ્યની અંદર પરસ્પર ઝઘડા થઈ રહ્યાં હોય