મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2024 (13:46 IST)

Shiv Mantra Om Namah Shivay : ૐ નમ: શિવાયનો જાપ તમારા અહંકાર અને શત્રુઓને કરશે શાંત, જાણો તેનુ મહત્વ અને અર્થ

shiva
shiva

 
ઓમ નમ: શિવાય મંત્ર તમારા અહંકાર અને શત્રુઓને શાંત કરે છે. 
સનાતન ધર્મમાં વૈદિક મંત્ર ૐ નમ: શિવાયનુ ખાસ મહત્વ છે. 
ૐ નમ: શિવાયના જાપથી જીવનના મોટાથી મોટા કષ્ટોને ખતમ કરી શકાય છે. 
 
  Benefit Of Om namah Shivay: સનાતન ધર્મમાં વૈદિક મંત્ર ૐ નમ શિવાયનુ ખાસ મહત્વ છે. એવુ કહેવાય છે કે આના જાપથી જીવનના મોટામા મોટા કષ્ટ ખતમ કરી શકાય છે. ભલે તે શારીરિક હોય કે પછી માનસિક્ આ ફક્ત એક મંત્ર નથી, આ એક શુભ્રતાનુ પ્રતિક છે. આ મંત્રનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે. 
 
હકીકતમાં ભારતમાં ૐ નમ: શિવાયથી વધુ પ્રસિદ્ધ મંત્ર વિશે વિચારવુ પણ મુશ્કેલ છે. તો ચાલો આ મંત્ર વિશે વિસ્તાર પૂર્વક જાણીએ. 
 
ૐ નમ: શિવાયનો અર્થ 
ૐ બ્રહ્માંડથી પહેલા, કંપન અને શુદ્ધ અસ્તિત્વથી શૂન્ય હતુ. કંપનથી ઓમ ની ધ્વનિ નીકળી અને પછી બ્રહ્માંડનુ નિર્માણ થયુ. 
 
નમ:  નો અર્થ છે નમવુ 
 
શિવાય - આનો અર્થ છે શિવ કે આંતરિક સ્વ. 
 
 સામાન્ય રીતે ૐ નમ: શિવાયનો અર્થ હુ શિવને નમન કરુ છુ. એક રીતે આ મંત્રનો અર્થ છે ખુદને નમ કરવુ કારણ કે શિવ બધાની અંદર પોતાની ચેતનાના રૂપમાં વિરાજમાન છે. 
 
ૐ નમ: શિવાયનુ મહત્વ 
ધાર્મિક માન્યતાઓ મુજબ ઓમ નમ: શિવાય મંત્ર તમારા અહંકાર અને શત્રુઓને શાંત કરે છે.  આ તમને યોગ્ય રસ્તો બતાવે છે અને તમારા મનમાંથી ચિંતાને ઓછી કરે છે. માન્યતા તો એ પણ છે કે આ મંત્ર નકારાત્મક ગ્રહોના હાનિકારક પ્રભાવોને ઓછા કરવામાં પણ સહાયક છે. 
 
આવામાં આ મંત્રનો જાપ કરવો એક વરદાનની જેવો છે. જે લોકો તેનો રોજ જાપ કરે છે તેમને તેના અદ્દભૂત પરિણામ જોવા મળે છે. જો તમે આ મંત્રનો જાપ કરવા માંગો છો તો સોમવાર ના દિવસે અથવા શિવરાત્રિના દિવસે તેની શરૂઆત કરો. કારણ કે સોમવારનો દિવસ સંપૂર્ણ રીતે શિવજીને સમર્પિત છે.