શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By

Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય

shiv and rudra
shiv and rudra
શિવ પુરાણના અગાઉના લેખમાં પોતાના દિવ્ય અંડથી આ પૃથ્વીની ઉત્પત્તિ વિશે વાંચ્યુ. ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુની સ્તુતિથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે આ પ્રકારના  વચન કહ્યા. તેમણે કહ્યુ, હુ સૃષ્ટિ પાલન અને સંહાર કાર્ય કરુ છુ. સગુણ અને નિર્ગુણ હૂ અને સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્વિકાર પરબ્રહ્મ પરમાતામા છુ. સુષ્ટિ રક્ષા અને પ્રલય, રૂપ, ગુણ અથવા કાર્યોના ભેદથી જ હુ જ બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર નામ ધારણ કરીને ત્રણેય રૂપોમાં વિભક્ત થયો છુ. 
 
વાસ્તવમાં હુ સદા નિષ્કલ છુ. મારુ આવુ જ પરમ ઉત્કૃષ્ટ રૂપ બ્રહ્માના શરીરથી આ લોકમાં પ્રગટ થશે જે નામથી રૂદ્ર કહેવાશે. મારા અંશથી પ્રગટ થયેલ રૂદ્રના સામર્થ્ય મારાથી ઓછી નહી થાય. જે હુ છુ એ જ આ રૂદ્ર છે. પૂજાની વિધિ વિધાનની દ્રષ્ટિથી પણ મારામાં અને તેમા કોઈ અંતર નથી. જેવુ જ્યોતિનુ જળ વગેરેની સાથે સંપર્ક થવા પર્પણ તેમા સ્પર્શ દોષ નથી લાગતો, એ જ રીતે મને નિર્ગુણ પરમાત્મામાં પણ કોઈના સહયોગથી બંધન પ્રાપ્ત નથી થતુ. 
 
આ મર શિવ રૂપ છે. જ્યારે રૂદ્ર પ્રગટ થશે ત્યારે પણ શિવના જ સમાન હશે. તેમનામાં અને શિવમાં પારકા હોવાનો ભેદ ન કરવો જોઈએ. હકીકતમાં એક જ રૂપ બધા જગતમાં વ્યવ્હાર નિર્વાહ માટે બે રૂપોમાં વિભક્ત થઈ ગયો છે. શિવ અને રૂદ્રમાં ક્યારેય ભેદ બુદ્ધિ ન કરવી જોઈએ.  હકીકતમાં બધુ દ્રશ્ય જ મારા વિચારથી શિવ રૂપમાં છે. હુ, બ્રહ્મા, હરી અને જે આ રૂદ્ર પ્રકટ થશે એ  બધાના એક જ રૂપ છે તેમા કોઈ ભેદ નથી.  
 
ભેદ માનવા પર જરૂર જ બંધન થશે. તથાપિ મારો શિવ રૂપ જ સનાતન છે. આ જ હંમેશા બધા રૂપોનુ મૂળભૂત કહેવામાં આવ્યુ છે.  આ સત્ય, જ્ઞાન અન એ અનંત બ્રહ્મા છે. આવુ જાણીને શ્રદ્ધા મનથી મારા યથાર્થ સ્વરૂપનુ દર્શન કરવુ જોઈએ.  ત્યારબાદ મહાદેવે કહ્યુ કે તેમનુ રૂદ્ર રૂપ ખુદ બ્રહ્માજીના કપાળમાંથી પ્રકટ થશે. આ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્રના રૂપમાં મહાદેવ આ સૃષ્ટિનુ સંચાલન કરશે.