સંબંધિત સમાચાર
- નાતાલ વિશે નિબંધ Essay about Christmas
- Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?
- Christmas 2024- ક્રિસમસ પર નિબંધ
- Christmas Day : નિકોલસ કેવી રીતે બન્યા સાંતા ક્લૉજ, વાંચો આ કથા, જાણો ઘરની બહાર મોજા શા માટે સુકાવે છે બાળક
- Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.
Christmas stockings- ક્રિસમસ પર મોજાં લટકાવવા પાછળ શું છે માન્યતા, જાણો આ તહેવારની ખાસ પરંપરાઓ
christmas stockings- ક્રિસમસ પર કેક, ઘંટડી, મીણબત્તીઓ, મોજાં બધાંનું પોતાનું આગવું મહત્વ છે. ખુશીના આ તહેવારની ઘણી અનોખી અને રસપ્રદ પરંપરાઓ છે.
એક વારની વાત છે સંત નિકોલસને ખબર પડી કે એક ગરીબ માણસની ત્રણ દીકરીઓ છે જેમના લગ્ન માટે તેમની પાસે પૈસા ન હતા. મજબૂરીમાં તે દીકરીઓને મજદૂરી અને દેહ વ્યાપાર માટે મોકલી રહ્યા હતાં.
આ વાત જાણી નિકોલસ આ માણસની મદદ કરવા પહોંચ્યા. એક રાત્રે નિકોલસ તે માણસના ઘરની છતમાં લાગી ચિમનીના પાસે પહોંચ્યા અને ત્યાં સોનાથી ભરેલો બેગ રાખી દીધું. તે દરમિયાન તે માણસએ તેમનો મોજા સુકાવવા માટે ચિમની નીચે રાખ્યો હતો. તે સોનાની બેગ તે મોજામાં પડી ગઈ .
મોજામાં અચાનકથી સોનાથી ભરેલુ બેગ તેમના ઘરમાં પડ્યુ. આવુ એક વાર નહી પણ ત્રણ વાર થયું. અંતમાં તે માણસે નિકોલસને જોઈ લીધું. પણ નિકોલસએ આ વાત કોઈને ન જણાવવા કહ્યુ. પણ જલ્દી જ આ વાતનો હોબાળો બહાર થયું. તે દિવસથી જ્યારે પણ કોઈને સીક્રેટ ગિફ્ટ મળે તો બધાને લાગે છે કે આ નિકોલસએ આપ્યુ. ધીમે-ધીમે નિકોલસની કહાની લોકપ્રિય થઈ. કારણકે ક્રિસમસના દિવસે બાળકોને ગિફ્ટ આપવાની પ્રથા છે. તેથી સૌથી પહેલા યૂકી ખાસકરીને ઈંગ્લેંડમાં નિકોલસની કહાનીને આધાર બનાવ્યો .
ત્યારબાદ આખી દુનિયામાં ક્રિસમસના દિવસે મોજામાં ગિફ્ટ આપવાની એટલે કે સીક્રેટ સેંટા બનવાનો રિવાજ વધવા લાગ્યુ.
Edited By- Monica sahu