મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By

ક્રિસમસનો ઈતિહાસ

આજે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે રજા જાહેર કરાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ ખુબ જ હર્ષોલ્લાસ અને અનેક પ્રકારના પકવાન સાથે આ ઉત્સવ ઉજવે છે. પરંતુ આ મંજીલ સુધી પહોચવામાં આ પર્વને કેટલોયે સમય લાગ્યો છે અને તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી દોઢ સદીથી જ ક્રિસમસનું પર્વ પોતાના વર્તમાન રૂપમાં ફરી આયોજીત થઈ શક્યું છે. 

સામાન્ય રીતે 25 ડિસેમ્બરે ઈસુ મસીહાનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે અને તે જ રૂપે ક્રિસમસનું આયોજન પણ થાય છે પરંતુ શરૂઆતમાં પોતે ધર્માધિકારીઓ પણ આ રૂપે આ દિવસને માન્યતા આપવા માટે તૈયાર ન હતાં. આ રોમન જાતિના એક તહેવારનો દિવસ હતો જેની અંદર સુર્ય દેવતાની આરાધના કરવામાં આવતી હતી.

એવું માનવામાં આવતું હતું કે આ દિવસે સુર્યનો જન્મ થયો હતો. તે દિવસોમાં સુર્ય ઉપાસના રોમન સમ્રાટોનો રાજકીય ધર્મ હતો. ત્યાર બાદ જ્યારે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો ત્યારે અમુક લોકો ઈસુને પણ સુર્યનો અવતાર માનીને તે દિવસે તેમની પણ પૂજા કરવા લાગ્યા પરંતુ આને તે દિવસોમાં માન્યતા ન હોતી મળી.

શરૂઆતમાં તો ખ્રિસ્તીઓમાં આ રીતના કોઈ પણ પર્વનું આયોજન ન હોતું થતું પરંતુ ચોથી સદીમાં ઉપાસના પર ચર્ચા શરૂ થઈ અને જુની લેખન સામાગ્રીના આધારે તેને તૈયાર કરવામાં આવ્યું. ઈ.સ. 360ની આસપાસ રોમના એક ચર્ચમાં ઈસુના જન્મ દિવસ પર પ્રથમ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સ્વયં પોપે પણ ભાગ લીધો હતો. પરંતુ તે પછી પણ સમારોહની તારીખને લઈને ઘણાં મતભેદ ઉભા થયાં હતાં.

યહુદી ધર્માવલંબી ગડરીયોમાં પ્રાચીનકાળથી જ 8 દિવસ વસંતનો તહેવાર ઉજવવાની પરંપરા હતી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર પછી ઉત્સવમાં ગડરિયા પોતાના જાનવરના પહેલા બાળકની ઈસુના નામ પર બલી આપવા લાગ્યા અને તેમના નામ પર જ ભોજનું આયોજન કરવા લાગ્યા. પરંતુ આ સમારોહ માત્ર ગડરિયાઓ સુધી જ સીમિત હતો.

ત્રીજી સદીમાં ઈસુના જન્મદિવસના સમારોહ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો પરંતુ મોટા ભાગના ધર્માધિકારીઓએ તે વખતે ચર્ચામાં ભાગ લેવાની મનાઈ કરી દિધી હતી. તે છતાં પણ ખ્રિસ્તી ધર્માવલંબીઓ વચ્ચે ચર્ચા-વિચારણા બાદ નક્કી થયું કે વસંત ઋતુના જ કોઈ દિવસને આ સમારોહ માટે પસંદ કરવામાં આવે. ત્યાર બાદ સૌથી પહેલાં 28 માર્ચ અને 11 એપ્રિલ નક્કી કરવામાં આવ્યાં. ત્યાર બાદ તેને બદલીને 20 મે કરી દેવાયો. તે દરમિયાન 8 અને 18 નવેમ્બર માટે પણ પ્રસ્તાવ આવ્યાં હતાં.
  W.D

લાંબી ચર્ચા બાદ ચોથી સદીની અંદર રોમન ચર્ચ અને સરકારે સંયુક્ત રીતે 25 ડિસેમ્બરને ઈસુના જન્મ દિવસ તરીકે ઘોષિત કરી દિધો. ત્યાર પછી પણ આને પ્રચલનમાં આવતાં આવતાં ઘણો લાંબો સમય થયો. આ પહેલાં ઉજવવામાં આવતાં અન્ય જાતિઓનાં ઉત્સવ તેની સાથે મળેલા રહ્યાં અને ત્યાર બાદ પણ તેના થોડાક અંશો ક્રિસમસના પર્વમાં સ્થાયી રૂપે જોડાઈ ગયાં. ઈસુની જન્મ ભૂમિ યરૂશલમમાં આ તારીખને પાંચમી સદીના મધ્ય ભાગમાં સ્વીકારવામાં આવી.

આ પછી પણ ક્રિસમસના દિવસની યાત્રા સરળ ન થઈ. વિરોધો અને આંતર્વિરોધો ચલાતાં રહ્યાં હતાં. 13મી સદીમાં જ્યારે પ્રોટસ્ટેંટ આંદોલન શરૂ થયું ત્યારે આ પર્વની ફરીથી આલોચના કરવામાં આવી અને તેવું અનુભવાયું કે આ તહેવાર પર જુના ધર્મ પૈગનની ઘણી અસર છે. એટલા માટે તેના ક્રિસમસ કૈરોલ જેવા ભક્તિગીતો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો અને 25 ડિસેમ્બર વિરોધી આ આંદોલન અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયું.

અમેરિકાની અંદર પણ આનો પ્રભાવ પડ્યો હતો. બોસ્ટનમાં તો 1690માં ક્રિસમસના તહેવાર પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. 1644માં ઈંગ્લેંડમાં એક નવો કાયદો બન્યો હતો અને આ દિવસને ઉપવાસ દિવસ તરીકે જાહેર કરી દેવાયો હતો. 1836માં અમેરિકામાં ક્રિસમસને કાનુની માન્યતા મળી ગઈ હતી અને 25 ડિસેમ્બરે બધી જ જગ્યાએ રજાના દિવસની ઘોષણા કરી દેવાઈ હતી. આ પર્વને વિશ્વના અન્ય દેશોમાં પણ બળ મળ્યું હતું.

યુરોપના જુદા જુદા ભાગોમાં હસી-મજાકના જુદા જુદા અવસરો પર વૃક્ષોને શણગારવાની પ્રાચીન પરંપરા હતી. જર્મનીમાં 24 ડિસેમ્બરે આ તહેવારની ઉજવણી થતી હતી અને આ દિવસે એક રહ્સ્યાત્મક નાટક પણ ભજવવામાં આવતું હતું 'અદનનું વૃક્ષ'. શક્ય હોઈ શકે છે કે આ પરંપરાએ ક્રિસમસ વૃક્ષની વિચારધારાને જન્મ આપ્યો હોય.

આ વિચારધારા બાદ અનેક દંતકથાઓ જોડાયેલી છે. 1821માં ઈંગ્લેડની મહારાણીએ એક ક્રિસમસનું વૃક્ષ બનાવીને બાળકોની સાથે આનંદ ઉઠાવ્યો હતો. તેમણે જ આ વૃક્ષની અંદર એક દેવ પ્રતિમા મુકવાની પરંપરાને જન્મ આપ્યો હતો. બધાઈ આપવા માટે સૌ પ્રથમ ક્રિસમસ કાર્ડ 1844માં તૈયાર થયું હતું. અને ત્યાર બાદ ક્રિસમસ કાર્ડ આપવાની પ્રથા 1870 સુધી આખા વિશ્વની અંદર ફેલાઈ ગઈ હતી.

જ્યાં સુધી સાંતા ક્લોઝની વાત છે તો તેની પરંપરા ક્રિસમસની સાથે ઘણાં સમય બાદ જોડાઈ હતી. અને તેવી માન્યતા હતી કે તે રાત્રે સંત નિકોલસ બાળકો માટે જાત જાતની ભેટ લઈને આવતાં હતાં. આ જ સંત અમેરિકામાં બાળકો માટે સાંતા ક્લોઝ બની ગયાં અને આ જ નામે આખા વિશ્વની અંદર લોકપ્રિય બની ગયાં.