સોમવાર, 28 નવેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By રતિલાલ સોલંકી|
Last Modified બુધવાર, 4 મે 2022 (15:31 IST)

Happy Mothers Day - મા પર કવિતા

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
એક મીઠું આંગણે સરવર હતું, મા !
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા !
સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા !
ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !