બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. માતૃ દિવસ
Written By એજન્સી|

બોલીવુડ અને હોલીવુડની પ્રખ્‍યાત મમ્‍મીઓ

સુંદર મમ્મીઓને હેપ્પી મધર્સ ડે..

PTI

એક સમયની બોલીવુડની પ્રખ્‍યાત હિરોઇન હવે આજની તંદુરસ્‍ત માતાઓ બની ચુકી છે. ડ્રીમ ગર્લ હેમા માલીની થી લઇને ડિપ્‍પલ કાપડિયા જેવી સુંદર અભિનેત્રીઓ આજે એમની દિકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તો ચાલો જાણીએ તે માતા પોતાના માતૃત્‍વને કેવી રીતે જુએ છે.

મુનમુન સેન - જુના વર્ષોની આ સુંદર અભિનેત્રી તેની બંને દીકરીઓ રાઈમા અને રીયા તેના જેટલી પ્રખ્‍યાત અને ધ્‍યાનમાં નથી આવી.

બબીતા - કપૂર ફેમીલીની મમ્‍મીએ તેની બે બાળકીઓ કરિના અને કરિશ્‍મા માટે પોતાના વ્‍યવસાય અને મોહને પણ છોડી દીધો હતો. કપૂર પરિવારને આનાથી સારી મમ્‍મી ના મળી શકી હોત.

તનૂજા - સફળ કારકિર્દી મેળવેલી તનૂજાએ એમની દિકરીઓને પણ તેના જેવીજ બનાવી. કાજોલ અને તનીશાએ તેમની મમ્‍મીને રોલ મોડેલ બનાવીને ખૂબ ખ્‍યાતિ પણ મેળવી.

શર્મિલા ટાગોર - કાશ્‍મીરી ગર્લ તરીકે પ્રખ્‍યાત શર્મિલી શર્મિલા તેના દિકરા સૈફ અને દિકરી સૌહા અલી ખાનને પોતાને મળેલુ સ્‍થાન આજે અપાવવામાં કંઇ બાકી નથી રાખીયું. શર્મિલાએ તેના દીકરા સૈફ અલી ખાનનો અને સૌહાનો ઉછેર કર્યો. અને આ બન્નેએ તેની માતાનું ગૌરવ તો વધાર્યુ જ.
PTI

હેમા માલીની - એશા તેના પગલે પગલે ચાલી ન હોત તો હેમા આટલી સારી રોલ મોડેલ બની શકી ન હોત. જો કે આહનાએ આ જ કારકિર્દી પસંદ ન કરી હોવા છતાં તેની રોલ મોડેલ તેની મમ્‍મી જ છે. પોતાની જ બે દીકરીઓને કોમ્‍પીટશન આપી શકે તેવી સૌમ્‍ય હિરોઇન હજી સુધી બોલીવૂડને મળી નથી. તેમની દીકરીઓને કોણ નથી ઓળખતું એશા દેઓલ અને આહના દેઓલ.

જયા બચ્‍ચન - તે કદાચ પાંચ ફૂટની પણ નથી પરંતુ છ ફૂટ જેટલા તેના દીકરા અભિષેકના જીવન પર તેનો વિશેષ પ્રભાવ છે. દીકરી શ્વેતા તેની મમ્‍મીના પગલે ચાલી નથી. એમાં કોઈ કરી પણ શું શકે પરંતુ તેના બંને બાળકોને ઉછેરવામાં જયાએ ખૂબ જ ઉમદા ભૂમિકા ભજવી છે.

ડિમ્‍પલ કાપડિયા - બોલિવુડના ઘણા મોટા સિતારાઓમાંની તે એક હતી. તેણે તેની બે તરછોડાયેલી દીકરીઓને ઉછેરવામાં ખૂબ ઉમદા ભૂમિકા ભજવી. મમ્‍મી જે સારામાં સારુ કરી શકે છે તે અભિનય કરવામાં બંને દીકરીઓને ખુશી મળે છે. ટ્‍વીન્‍કલ અને રીન્‍કલ બંને તેમની સ્‍પેશિયલ મમ્‍મી માટે ભગવાનનો આભાર માને છે. જો તે ભારત આવવા નિકળતી હોય અને જો તેના બાળકો રડે તો તે ભારત આવવાનું ટાળી દેતી હતી. હેમા માલિની વિશે જે કોમેન્‍ટ કરી તેમા થોડો ફેરફાર છે. દાદી બન્‍યા પછી ટિંવકલ અને રીંકલ કરતાં ડિમ્‍પલ કાપડીયા વધારે સેક્‍સી લાગે છે.

કાજોલ - કાજોલ અને અજય દેવગણ બંને પોતાની દીકરી ન્‍યાસા માટે ખૂબ પઝેસિવ છે. સાંભળવામાં આવ્‍યુ છે કે ન્‍યાસથી વધારે વખત દૂર ન રહેવું પડે એટલે તેણે કભી અલવિદા ના કહેના ફિલ્‍મની પણ ના પાડી દિધી, અને ફનાના આઉટડોર શૂટીેગ માટે તે ન્‍યાસાને પોતાની સાથે લઇ ગઇ હતી. અને યુ મી ઔર હમ ફિલ્‍મના શૂટિંગમાં તે હમેશા તેના મમ્‍મી ડેડી સાથે રહેતી હતી. બોલીવૂડની સૌથી ગ્રેસફુલ મહિલા અને 4 વર્ષની ન્‍યાસની માતા.

કરિશ્‍મા કપૂર - કરિશ્‍માનું જીવન ભલે સતત વિવાદોમાં રહ્યું હોય, તેણે એક મા તરીકેની ફરજ બજાવવામાં ક્‍યાંય કાચુ નથી રાખ્‍યું. દીકરી સમાયરાને લઇને કરિશ્‍માને ખૂબ ચિંતા થયા કરે છે એટલે જ તો તે ફિલ્‍મોમાં આવવાની ના પાડે છે. સમીરા નામની દીકરીની માતા છે.
IFM

માધુરી દીક્ષિત - બોલીવૂડના ધક ધક ગર્લ માધુરી લગ્ન કર્યા પછી અમેરિકા સેટ થઇ છે. તેણે ફિલ્‍મોમાં કમબેક તો કર્યું પણ તેના બાળકોના મોટા થવાની રાહ તેણે પહેલા જોઇ. પોતાના આજા નચલે ફિલ્‍મ વખતે તે કોઇ વાર તેના બાળકોને અહીં લાવતી હતી તો ક્‍યારેક તે રાતની ફ્‍લાઇટમાં અમેરિકા પાછી ચાલી જતી હતી. માધુરી પણ ચાલીસી વટાવી ગઇ છે. પણ હજુ તેના કમબેકની વાતથી લાખો લોકોના દિલ ધડકે છે. તેને બે દીકરાઓ છે એક છે એરીન અને બીજો છે રાયન.

મલાઇકા અરોરા ખાન - ઇન્‍ડસ્‍ટ્રીની સૌથી હોટેસ્‍ટ મોમ. પોતાના બાળકને દેવનું દીધેલું ગણે છે. તે તેના માતૃત્‍વને એટલું એન્‍જોય કરે છે કે તેણે તો તેના પર એક પુસ્‍તક પણ લખી લીધું છે. મોસ્‍ટ ફોટોજેનીક મહિલા અને 4 વર્ષના અરહાનની માતા.

પેરીઝાદ ઝોરાબિયન - પરીઝાદ ગયા વર્ષે એક બાળકને જન્‍મ આપ્‍યો છે અને તે પણ માતૃત્‍વને પૂરેપુરું માણવામાં જ માને છે. તે કહે છે કે મારા બાળક માટે હું કંઇ પણ કરવા તૈયાર છું.

શ્રીદેવી- ચાલીસી વટાવી ગયા પછી પણ સુંદર લાગતી શ્રીદેવીને બે દીકરીઓ છે એકનું નામ છે જ્‍હાન્‍વી અને ખુશ.

સોનાલી બેન્‍દ્રે- બે વર્ષના દીકરા રણવીરની માતા છે.

અદિતી ગોવીત્રીકર- મીસીસ ઇંડિયાનું ટાઇયલ જીતી ચુકેલી આ લેડીને આઠ વર્ષની કિઆરાની માતા છે.

શ્વેતા તિવારી - શ્વેતા આમ જોવા જઇએ તો ઘણી હિંમતવાન મહિલા છે તેને તેનો પતિ ખૂબ મારતો હતો તેને શારરિક સાથે માનસિક ત્રાસ પણ આપતો હતો પણ તે આ બધું સહન કરતી હતી. કોના માટે જાણો છો? ફકત તેની દીકરી માટે ! જે હોય આપણે તેનું અનુકરણ કરવાની જરૃર નથી. પણ તેની દીકરી ખૂબ તોફાની છે. શ્વેતા તેના વિશે કહે છે કે તે તોફાની છે પણ જવાબદારીવાળી પણ છે. જ્‍યારે પલકનો જન્‍મ થયો ત્‍યારે હું માતા બનવા માટે ઘણી નાની હતી. એટલે આટલા નાના બાળકને કેમ સાચવવું મને નહોતી ખબર એટલે મેં ત્‍યારે ઘણી ભૂલો કરી છે પણ મારી દરેક ભૂલોને પલકએ માફ કરી દીધી છે. અને તેણે હમેશા મારા માટે પ્રેમ રાખ્‍યો છે.

હોલીવુડ સુંદર મમ્મીઓ -
N.D

એન્‍જેલિના જોલી- 32 વર્ષની એન્‍જેલિના જોલીએ ત્રણ બાળકો એડોપ્‍ટ કર્યા છે અને બ્રેડથી તેને એક બાળક છે અને કહેવાય છે કે હજુ બે બાળકો તેના ઉદરમાં વિકસી રહ્યા છે. તે જ્‍યાં પણ જાય છે પોતાના બાળકોને સાથે જ રાખે છે. આવી રીતે તે પોતાના બાળકોને કેમ સાથે લઇ જાય છે તેના જવાબમાં તે કહે છે આવું કરવાથી પ્રેમ વધે છે.

બુક શીલ્‍ડસ - બુક શીલ્‍ડસને એક દીકરી રોવન અને એક દીકરો છે. મા બનવાના આ અનુભવ વિશે તે કહે છે આ એક ઇશ્વરીય ભેટ છે. અને જ્‍યારથી તે માતા બની છે ત્‍યારથી તે તેના બાળકોની સાથે જ રહેવાનો પ્રયાસ કરે છે.

જુલિયા રોબર્ટસ - હોલીવૂડની સૌથી સેક્‍સી અભિનેત્રી જુલિયા તેના ત્રણ બાળકો વિશે કહે છે તે મારી સૌથી પહેલી આવશ્‍યકતા મારા બાળકો છે. શૂટીંગમાંથી પણ સમય કાઢીને તે પોતાના બાળકોને મળવા પહોચી જાય છે. આ પરથી તો લાગે છે કે જુલિયા તેના બાળકો માટે પૂરેપૂરી ડિવોટેડ છે.