'અગલી ઔર પગલી'ના નાયક કબીર એક મસ્તમૌલા પ્રકારના યુવાન છે. તે એંજીનિયરિંગનુ ભણતર છેલ્લા દસ વર્ષોથી કરી રહ્યો છે તેની જીંદગી ત્યારે બદલાઈ જાય છે જ્યારે કુહૂ તેના જીવનમાં પ્રવેશ કરે છે.
કબીર હંમેશાથી પ્રેમ કરવા માંગતો હતો, પરંતુ તેને કદી સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે તેમના જીવનમાં કોઈ એવી છોકરી આવશે જે તેમને અર્ધનગ્ન અવસ્થામાં દોડાવશે, સીટ વગરની સાઈકલ ચલાવવાનુ કહેશે, ઉંચી એડીવાળી સ્ત્રીઓની ચંપલ પહેરાવશે. બંનેનો અનોખો સંબંધ બતાવ્યો છે ફિલ્મ 'અગલી એંડ પગલીમાં'
પાત્ર પરિચય
P.R
કુહૂ ઉર્ફ પગલી (મલ્લિકા શેરાવત) કૂહૂ ઉર્ફ પગલી એક એવી છોકરી છે, જેને આપણે 'આઉટ ઓફ કંટ્રોલ'કહી શકીએ છીએ. તમારી જીંદગીને એ એવી બદલી નાખશે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા. કૂહૂ હાલ પોતાની પર્સનલ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. તે ઈચ્છે છે કે જેવુ તે અનુભવી રહી છે એવુ કોઈ બીજુ પણ અનુભવે. તે એક એવા છોકરાની શોધમાં છે, જેને પોતાના પ્રેમના જાળમાં સપડાવીને તે તેની જીંદગીમાં ભૂચાલ લાવી શકે. પગલીની અંદર એક શેતાન બેસ્યો છે. જો એ તમારી પાછળ છે તો તમારી પાસે નાસી જવા સિવાય કોઈ રસ્તો નથી. જો તમે પકડાઈ જશો તો તમે તેની જાળમાં કાયમ માટે ફસાઈ જશો.
કબીર ઉર્ફ અગલી(રણબીર શૌરી)
કબીર ઉર્ફ અગલી ખૂબ જ બોરિંગ પ્રકારનો માણસ છે. છેલ્લા દસ વર્ષોથી તે એંજીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. કબીરની હંમેશા ઈચ્છા રહી છે કે તેની પણ એક ગર્લફ્રેંડ હોય. ઠંડીની ઋતુમાં વીટી સ્ટેશન પર તેની મુલાકાત પગલી સાથે થાય છે. ત્યારબાદ તેને તે કામ કરવા પડે છે જેના વિશે તેને સપનામાં પણ નહોતુ વિચાર્યુ. તે પગલીથી પીછો છોડાવવા માંગે છે અને આવુ કરવામાં તેને પગલી સાથે પ્રેમ થઈ જાય છે. શુ એ પગલીની ગાંડપણથી ભરેલી માંગ અને બદમિજાજી સહન કરી શકશે કે બચાવ કરવા માટે બૂમો પાડતો ભાગશે ?