મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

એક વિવાહ એસા ભી

બેનર : રાજશ્રી પ્રોડક્શ
નિર્માતા : કમલ કુમાર બડજાત્યા, તારાચંદ્ર બડજાત્યા, રાજકુમાર બડજાત્યા, અજીત કુમાર બડજાત્યા.
નિર્દેશક : કૌશિક ઘટક
ગીત-સંગીત : રવિન્દ્ર જૈન
કલાકાર : સોનૂ સૂદ, ઈશા કોપ્પીકર, આલોક નાથ, સ્મિતા જયકર, અનંગ દેસાઈ, વિશાલ મલ્હોત્રા, છવિ મિત્તલ, શ્રીવલ્લભ વ્યાસ.

સાફ સુથરી અને પરિવારની સાથે જોવા લાયક ફિલ્મ બનાવવામાં રાજેશ્રી પ્રોડક્શનનુ નામ સર્વોપરી છે. આ બેનરની નવીનતમ ફિલ્મ 'એક વિવાહ ઐસા ભી' નવેમ્બરમાં રજૂ થવા જઈ રહી છે. એવુ કહેવાય છે કે આ ફિલ્મ આ બેનરની છેલ્લી ફિલ્મ 'વિવાહ'ની સીક્વલ છે, પણ વાસ્તવમાં એવુ કશુ જ નથી.

IFM
વાર્તા છે ભોપાલમાં રહેનારી ચાંદની (ઈશા કોપ્પીકર)ની, જે એક મધ્યવર્ગીય પરિવારની છે. નૈતિક મૂલ્યો અને સંસ્કારોમાં વિશ્વાસ કરનારી ચાંદનીના પરિવારમાં તેના પિતા અને બે નાના ભાઈ બહેન અનુજ અને સંધ્યા છે. પોતાના ભાઈ-બહેન પ્રત્યે ચાંદનીને અપાર સ્નેહ છે.

શાસ્ત્રીય ગીતમાં ચાંદની નિપુણ છે અને તે સ્ટેજ પર પરફોર્મ કરે છે. આવા જ એક કાર્યક્રમમાં ચાંદનીની મુલાકાત પ્રેમ(સોનૂ સૂદ) સાથે થાય છે અને બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે.

પ્રેમ એક શ્રીમંત પરિવારનો છે અને ગાવાનો શોક તેને પણ છે. ચાંદની જેટલુ સારુ ગાય છે, તે એટલું જ ખરાબ ગાય છે. ચાંદની અને પ્રેમની જીંદગીમાં ચારે બાજુ ખુશીયો જ ખુશીયો છવાયેલી હોય છે.

ચાંદની નએ પ્રેમની સગાઈ નક્કી થાય છે, પરંતુ એ જ દિવસે ચાંદનીના પિતાનુ મૃત્યુ થઈ જાય છે. ચાંદની પર દુ:ખોનો ડુંગર તૂટી પડે છે. અચાનક તે ઘરની મોટી સદસ્ય બની જાય છે.

એક તરફ તેના હાથ મહેંદીથી રચાયા હોય છે જે તેને ઈશારો કરે છે કે પ્રેમ સાથે લગ્ન કરીને તે પોતાના સપનાઓને હકીકતમાં બદલી શકે છે. બીજી બાજુ ચાંદનીના માસૂમ ભાઈ-બહેન છે, જેમનો ચાંદની સિવાય બીજુ કોઈ નથી.

IFM
સ્વાર્થથી પરે જઈને ચાંદની લગ્ન નહી કરવાનો નિર્ણય લે છે, જેથી તે પોતાના નાના ભાઈ-બહેનનો ઉછેર કરીને તેમને પોતાના પગ પર ઉભા કરી શકે. ચાંદનીના નિર્ણયને પ્રેમ પોતાનું સમર્થન આપે છે. તે ચાંદનીના સંઘર્ષ, સારા અને ખરાબ સમયમાં સાથે છે.

પોતાના ભાઈ-બહેનને કાબિલ બનાવવામાં ચાંદનીને બાર વર્ષ લાગે છે, છતાં પ્રેમ બાર વર્ષ સુધી તેની રાહ જુએ છે. એક છોકરીનો સ્ત્રી બનીને સંઘર્ષ કરવાનો મુશ્કેલ નિર્ણય લેવો અને પુરૂષ-સ્ત્રીના સંબંધને આ ફિલ્મમાં મહત્વ આપવામાં આવ્યુ છે.