ઓલ ધ બેસ્ટ

IFM
પોતાના ભાઈ પાસેથી પૈસા લેનારો વીર કાયમ એ યુક્તિ વિચારતો રહે છે કે કેવી રીતે એ તેના ભાઈ પાસેથી વધુમાં વધુ પૈસા પડાવી શકે. જે માટે એ ખોટું બોલે છે કે એ પરણેલો છે જેથી કરીને તેનો ભાઈ આર્થિક રૂપે તેને વધુ મદદ કરે.

વિદ્યાને (મુગ્ધા ગોડસે)ને વીર ખૂબ પ્રેમ કરે છે, પરંતુ તેનુ નામ વિદ્યાના પિતા(અસરાની)ના દુશ્મનોના લિસ્ટમાં છે.

ધરમને ખોટુ બોલવામાં સાથ આપવામાં પ્રેમ ચોપડા(અજય દેવગન) પણ તેની મદદ કરવાની કોઈ તક નથી છોડતો. પ્રેમ પોતે કારનો એક્સપર્ટ હોવાનુ માને છે. જાહ્નવી (બિપાશા બાસુ)તેની પત્ની છે, જે તેના પિતાનો જીમ સંભાળે છે.

ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાના ચક્કરમાં વીર અને પ્રેમ ઘણા રૂપિયા એક લોકલ ડોન (જોની લીવર) પાસેથી લઈ ચૂક્યા છે અને ચુકવવા માટે તેમની પાસે કશુ જ નથી. હવે આ ડોનથી તેઓ મોઢુ સંતાડી રહ્યા છે.

બંનેની મુસીબત એ સમયે વધી જાય છે જ્યારે વીરનો ભાઈ ધરમ વગર બતાવ્યે તેને મળવા આવી જાય છે. એ પ્રેમની પત્ની જાહ્નવીને વીરની પત્ની અને વીરની ગર્લફ્રેંડને પ્રેમની પત્ની સમજી બેસે છે.

IFM
વીર અને પ્રેમ ફસાઈ જાય છે. એક બાજુ ડોન અને બીજી બાજુ ધરમ. આ દરમિયાન ઘણા પાત્રો આવે છે, અને તેમને એક જૂઠથી બચવા માટે કેટલાય જૂઠ બોલવા પડે છે. જેના કારણે ઘણી હાસ્યસ્પદ પરિસ્થિતિઓ ઉભી થાય છે.

વેબ દુનિયા|
બેનર : ફિલ્મ્સ
નિર્માતા : અજય દેવગન નિર્દેશક : રોહિત શેટ્ટી ગીતકાર : કુમાર સંગીતકાર : પ્રીતમ કલાકાર : અજય દેવગન, બિપાશા બાસુ, ફરદીન ખાન, સંજય દત્ત, મુગ્ધા ગોડસે, અસરાની, મુકેશ તિવારી, જોની લીવર, સંજય મિશ્રા. 'ગોલમાલ' અને 'ગોલમાલ રિટર્ન' જેવી સફળ ફિલ્મોની જોડી (અજય દેવગન - રોહિત શેટ્ટી) આ દિવાળી પર પોતાની નવી કોમેડી ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ' લઈને આવી રહ્યા છે. ફિલ્મને રીલિઝ કરવા માટે નિર્માતા અજય દેવગને ખાસ કરીને દિવાળીનો સમય પસંદ કર્યો છે. કારણ કે તહેવારના સમયે દર્શકો હળવી ફિલ્મ જોઈને હસતાં-હસતાં ઘરે જવાનુ વધુ પસંદ કરે છે. મિસ્ટેકન આઈડેંટિટીને કારણે ઉભી થતી હાસ્યસ્પદ સ્થિતિઓને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. વીર કપૂર (ફરદીન ખાન) આમ તો રોકસ્ટાર હોવાનો દાવો કરે છે, પરંતુ તેને પૈસાની કાયમ કમી રહે છે. તેનો સાવકો ભાઈ ધરમ કપૂર (સંજય દત્ત)બહાર રહેતો હોય છે
સંસારનો સૌથી મોટો ખોટો માણસ પણ ક્યારેકને ક્યારેક પોતાના જુઠ્ઠાણામાં ફસાઈ જાય છે, તો પછી વીર અને પ્રેમ ક્યાં સુધી બચતા રહેશે.... જોવા માટે જુઓ 'ઓલ ધ બેસ્ટ'.


આ પણ વાંચો :