મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ગોલમાલ રિટર્ન

નિર્માતા : ઢિલિન મેહતા
નિર્દેશક : રોહિત શેટ્ટી
સંગીતકાર : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : અજય દેવગન, કરીના કપૂર, અરશદ વારસી, અમૃતા અરોરા, તુષાર કપૂર, અંજના સુખાની, શ્રેયસ તલપદે, સેલિના જેટલી, મુરલી શર્મા, મુકેશ તિવારી, બ્રજેશ હીરજી, સંજય મિશ્રા, અશ્વિની કલસેકર.

'ગોલમાલ' ની સફળતા પછી નિર્દેશક રોહિત શેટ્ટી આની સીક્વલ 'ગોલમાલ રિટર્ન' લઈને આવી રહ્યા છે. રોહિતને પૂરો વિશ્વાસ છે કે જે રીતે તેમને લોકોને 'ગોલમાલ'માં હસાવ્યા હતા, એ જ રીતે તેઓ પોતાની આ ફિલ્મમાં પણ હસાવશે.

સ્ટોરી છે ગોપાલ (અજય દેવગન)ની, જે પોતાની પત્ની એકતા(કરીના કપૂર), બહેન ઈશા (અમૃતા અરોરા) અને ગૂંગો સાળો લકી (તુષાર કપૂર)ની સાથે રહે છે. સામાન્ય સ્ત્રીઓની જેમ એકતાને ટીવી પર રજૂ થનારી સાસુ-વહુની સીરિયલો ખૂબ જ ગમે છે. તે દિવસ-રાત ટીવીની આગળ જ બેસી રહે છે.

એક રાત્રે ઓફિસેથી પાછા ફરતી વેળાએ ગોપાલ જુએ છે કે એક યુવાન અને સુંદર સ્ત્રી મીરા (સેલિના જેટલી)ને કેટલાક ગુંડાઓ પજવી રહ્યા હોય છે. તે મીરાને ગુંડાઓથી બચાવે છે, પરંતુ આ ચક્કરમાં તે મીરાની સાથે આખી રાત એક હોડીમાં ફસાઈ જાય છે.

સવારે જ્યારે ગોપાલ પોતાના ઘરે પહોંચે છે તો તેનો સામનો તેની પત્ની એકતા સાથે થાય છે. સીરિયલો જોઈ-જોઈને શંકાળુ થયેલી એકતાને લાગે છે કે ગોપાલ આખી રાત પોતાના ઓફિસની કોઈ છોકરીની સાથે રંગરેલીયો મનાવીને આવી રહ્યો છે.

IFM
ગોપાલ સાથે એકતાનો ઝગડો થાય છે અને તે તેની વાત નથી માનતી. હારીને ગોપાલ તેને એક ખોટી સ્ટોરી સંભળાવી દે છે. એ કહે છે કે તે આખી રાત તેના મિત્ર એંથોની ગોસાલ્વિસની ઘરે રોકાયો હતો. તે એકતાને તેનો ખોટો એડ્રેસ પણ લખાવી દે છે.

એકતાને વિશ્વાસ નથી આવતો અને તે એંથોનીને એક પત્ર લખીને મળવા બોલાવે છે. જ્યાએ ગોપાલને આ વાતની જાણ થાય છે તો તે પોતાના મિત્ર લક્ષ્મણ(શ્રેયસ તલપદે)ને રાજી કરતા કહે છે કે તે એકતાને એંથોની ગોસાલ્વિસ બનીને મળે અને તેને વિશ્વાસ અપાવે કે એ રાત્રે ગોપાલ તેમની જ ઘરે રોકાયો હતો.

લક્ષ્મણ યોજના મુજબ કામ કરે છે અને એકતાને સંતોષ થાય છે. પરિસ્થિતિ ત્યારે વણસે છે, જ્યારે સાચો એંથોની ગોસાલ્વિસ એકતાને મળવા આવે છે. વાત એમ હોય છે કે એ એડ્રેસ સાચા એંથોની ગોંસાલ્વિસનો હોય છે.

આ દરમિયાન ગોપાલને ખબર પડે છે કે તેણે જ્યાં મીરાને ગુંડાઓથી બચાવી હતી, ત્યાં જ એક લાશ મળી છે. પોલીસ ઓફિસર અને ઈશાનો પ્રેમી માધવ(અરશદ વારસી)આ બાબતની તપાસ કરી રહ્યા છે.

માધવને જાણ થાય છે કે ગોપાલ એ રાત્રે ઘરેથી ગાયબ હતો અને આ લાશ તેના ઓફિસના કર્મચારીની જ છે. માધવ અને ગોપાલ એક બીજાને પસંદ નથી કરતા. માધવની તપાસ પ્રક્રિયા આગળ વધે છે. ગોપાલ કેવી રીતે આમાંથી બચે છે તે હાસ્યાસ્પદ ઘટનાઓ દ્વારા બતાવવામાં આવ્યુ છે.