મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ચીંટી ચીંટી બેગ બેગ

P.R
નિર્માતા : અલેકોમ ફિએસ્ટા એંટરટેનમેંટ પ્રા.લિ.
નિર્દેશક : આર.ડી. મલિક
એનિમેશન ડોયરેક્ટર : શાંતનુ પાલ
સંગીત : જીત
સમય : 80 મિનિટ

'ચીંટી ચીંટી બેગ બેગ' એક એનિમેશન ફિલ્મ છે જેમાં આશીષ વિદ્યાર્થી, મહેશ માંજરેકર, અસરાની, અંજન શ્રીવાસ્તવ જેવા કલાકારોએ પોત-પોતાનો અવાજ આપ્યો છે.

વાર્તા છે કીડીઓના બે સામ્રાજ્યની. એક સામ્રાજ્ય છે લાલ કીડીઓનુ અને બીજુ છે કાળી કીડીઓનું. તળાવ કિનારેના એક બંગલામાં તેમનુ સામ્રાજ્ય સ્થપાયેલું છે. લાલ અને પીળી કીડીઓ વચ્ચે બિલકુલ નથી બનતુ. તેઓ બંને એકબીજાને બેવકૂફ બનાવતી રહે છે.

એક વાર લાલ વૃધ્ધ (લાલ કીડી) કાળી બુઆ (કાળી કીડી)ને પરેશાન કરે છે. કાળી રાણી તેની ફરિયાદ કાળી રાણીને કરે છે. કાળી રાણી આ વાતને કાલા રાજા સુધી લઈ જાય છે અને લાલ વૃધ્ધનુ માથુ માંગે છે.

P.R
લાલ રાજાનુ સામ્રાજ્ય પર કાળો રાજા હુમલાની તૈયારી શરૂ કરી દે છે. સ્થિતિ ત્યારે વિકટ બને છે જ્યારે લોહિત (લાલ રાજકુમારી) કૃષ્ણા(કાળા રાજકુમાર)ના પ્રેમમાં પડી જાય છે અને તેની સાથે ભાગી જાય છે.

કાળો રાજા પોતાના સહયોગીઓ (દેડકો, કાંચીડો)અને લાલા રાજા પોતાના મદદગારોની સાથે યુધ્ધભૂમિ પર આવીને ઉભા થઈ જાય છે. આગળ શુ થાય છે તે જાણવા માટે જુઓ 'ચીંટી ચીંટી બેંગ બેંગ'.