મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

દોસ્તાના

IFM
નિર્માતા - કરણ જોહર, હીરુ જોહર
નિર્દેશક - તરુણ મનસુખાની
સંગીત - વિશાલ-શેખર
કલાકાર - અભિષેક બચ્કન, પ્રિયંકા ચોપડા, જોન અબ્રાહમ, બોબી દેઓલ(વિશેષ ભૂમિકા), શિલ્પા શેટ્ટી(વિશેષ ભૂમિકા) કિરણ ખેર.

ફિલ્મ 'દોસ્તાના'ની વાર્તા છે મિયામીમાં રહેનારા સમીર (અભિષેક બચ્ચન) અને કુણાલ (જોન અબ્રાહમ)ની. સમીર સેટ સ્ટીવ હોસ્પિટલમાં કામ કરે છે અને પોતાના સેંસ ઓફ હ્યૂમરને કારણે વારેઘડીએ મુસીબતમાં પડી જાય છે. પરંતુ તે કોઈની પણ જીંદગીમાં ખુશીયો લાવી શકે છે.

કુણાલનો ઘંધો ફોટોગ્રાફરનો છે. ઉંચુ કદ, આત્મવિશ્વાસથી ભરપૂર સ્વભાવથી મીઠડો,એવા કુણાલનું વ્યક્તિત્વ જ એવુ છે કે તે જે પણ છોકરીને મળે છે એ તેની પર ફીદા થઈ જાય છે. તે પોતાનુ કામ જવાબદારી પૂર્વક અને વ્યવસ્થિત રીતે કરે છે.

IFM
કુણાલની સાથે એક સમસ્યા એ છે કે તેની પાસે મિયામીમાં રહેવાનુ લાઈસંસ નથી કારણ કે તે અવૈધ રૂપે ત્યાં રહી રહ્યો છે, આથી ભાડાનું મકાન શોધવામાં તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સમીર અને કુણાલની મુલાકાત થાય છે અને બંને રહેવા માટે ફ્લેટ શોધે છે. તેમને એક ફ્લેટ ગમી જાય છે, પરંતુ મકાન માલિક તેને ભાડેથી ઘર આપવાની ના પાડે છે. તેની શરત હોય છે કે તે ફક્ત છોકરીઓને કે મેરિડ લોકોને જ ફ્લેટ આપશે કારણકે એ મકાનમાં તેની એક ભત્રીજી નેહા(પ્રિયંકા ચોપડા)પણ રહે છે.

સમીર અને કુણાલ આ સમસ્યાનો હલ શોધી કાઢે છે અને કહે છે કે બંને ગે છે અને બંનેને ફ્લેટ મળી જાય છે. નેહા એક ફેશન મેગેઝીનમાં કામ કરે છે અને લગ્ન કરીન સેટ થવા માંગે છે.

IFM
સમય વિતતો જાય છે. સમીર અને કુણાલ બંને નેહા પર લટ્ટુ થઈ જાય છે. પરંતુ નેહા તેમને બિલકુલ ભાવ નથી આપતી કારણ એ તેમને ગે સમજે છે. કેવી રીતે આ રહસ્ય ઉધડે છે એ હાસ્યની ચાસણીમા ડૂબાવીને પરોસ્યું છે.

કરણ જોહર અને આ ફિલ્મના નિર્માતા પહેલી વાર 'કે અક્ષરથી શરૂ ન થનારી ફિલ્મ બનાવી રહ્યા છે. તેમના પિતા યશ જોહરે વર્ષો પહેલા અમિતાભ, શત્રુધ્ન અને ઝીન્નત અમાનને લઈને ફિલ્મ 'દોસ્તાના' બનાવી હતી. દોસ્તાનાનુ શૂટિંગ મિયામી, ફ્લોરિડા અને યૂએસએ માં કરવામાં આવ્યુ છે અને કરણના સહાયક તરુણ મનસુખાનીએ આને નિર્દેશિત કરી છે.