મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By સમય તામ્રકર|

માય નેમ ઈઝ એંથોની ગોજાલ્વિસ

IFM
નિર્માતા : ઈ નિવાસ પ્રોડક્શન-રેડ ચિલી એંટરટેનમેંટ-સહારા વન મોશન પિકચર્સ
નિર્દેશક : ઈ નિવાસ
સંગીત ; હિમેશ રેશમિયા, પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - નિખિલ દ્વિવેદી(નયા ચેહરા), અમૃતા રાવ, મિથુન ચક્રવર્તી, ઈષિતા ભટ્ટ, અનુપમ ખેર, જાવેદ શેખ(પાકિસ્તાન), પવન મલ્હોત્રા.

ફિલ્મનુ આ નામ વાંચીને કેટલાય લોકોને 'અમર અકબર એંથોની' નુ ગીત યાદ આવી ગયુ હશે, જેને અમિતાભ રજૂ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મમાં એંથોની બન્યા ચે નિખિલ દ્વિવેદી, જેમના હીરોના રૂપમાં આ પહેલી ફિલ્મ છે. ઈ.નિવાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રોમાંસ, ડ્રામા અને અપરાધ જેવા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

IFM
એંથોની એક અનાથ છોકરો છે. બાળપણમાં તેને મુંબઈની ગલીઓમાં ગેંગસ્ટર સિકંદર (પવન મલ્હોત્રા)એ જોયો. એંથોનીની માસુમિયત તેના દિલને સ્પર્શી ગઈ. તેણે એંથોનીને ઉંચકીને ફાધર બ્રિગેજા (મિથુન ચક્રવર્તી)ને સોંપી દીધો.

એંથોની મોટો થઈ ગયો છે અને જિમી પબમાં બાર ટેંડરનુ કામ કરે છે. એંથોનીની આઁખોમાં એક સપનુ છે કે તે ફિલ્મ સ્ટાર બને. પોતાનુ સપનું કેવી રીતે પુરૂ કરવુ તે એ નથી જાણતો.

આ પબને મુર્તુજા(અનુપમ ખેર) ચલાવે છે. તેની એક ગેંગ છે, જેમાં સિકંદર,મકસૂદ(મુકેશ તિવારી) અને રિયાજ(દયા શંકર પાંડે)નો સમાવેશ થાય છે. આ બધા પબની આડમાં ગેરકાનૂની કામ કરે છે. એંથોનીને આના વિશે કશી ખબર નથી હોતી. એ તો બધાને સીધાસાદા સમજે છે.

એક દિવસે તેની મુલાકાત રિયા(અમૃતા રાવ) સાથે થાય છે. રિયા એક ફિલ્મમાં સહાયક નિર્દેશક છે. એંથોનીને લાગે છે કે રિયાની મદદથી તે પોતાનુ સપનું પુરૂ કરી શકશે. ધીરે ધીરે રિયા અને એંથોની વચ્ચે પ્રેમ થઈ જાય છે.

વાર્તામાં ત્યારે વળાંક આવે છે જ્યારે એંથોનીની નજરો સામે સિકંદર અને તેમના ગેંગના સદસ્યો એક વ્યક્તિનું ખૂન કરી નાખે છે. પોલીસ આ ખૂન વિશે એંથોનીને પૂછપરછ કરે છે કારણકે તે આ ઘટનાનો સાક્ષી છે.

IFM
એંથોની વિચિત્ર પરિસ્થિતિમાં ફંસાઈ જાય છે. એક તરફ સિકંદર છે, જેણે એંથોનીની જીંદગીને એક ચોક્ક્સ રૂપ આપ્યુ, તો બીજી બાજુ તેની ફરજ અને ઈમાનદારી. શુ તે સિકંદર પ્રત્યે પોતાની વફાદારી બતાવશે ? શુ તે પોતાના આત્માનો અવાજ સાંભળશે ? શુ તેનુ ફિલ્મ સ્ટાર બનવાનુ સપનું સાચુ પડશે ? જાણવા માટે જુઓ 'માય નેમ ઈઝ એન્થોની ગો'જાલ્વિસ'.