જાદૂ-ટોનો કે મેલી વિદ્યા પર વિશ્વાસ કરનારાઓ અને નહી કરનારાઓ વચ્ચે એક કદી ન પૂરી થનારો વિવાદ થતો રહે છે. કોઈ ખરાબ શક્તિઓના અસ્તિત્વને સ્વીકારે છે તો કોઈ નથી સ્વીકારતુ. આ વાતના આધારે નિર્દેશક રામગોપાલ વર્માએ નવા કલાકારોને લઈને 'ફૂંક' બનાવી છે.
વિચાર
P.R
અમારી વચ્ચે રહેતા એવા ઘણા લોકો છે જેમની સાથે વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે કે તેમને એવા અનુભવો થાય છે, જેમણે તર્કસંગત નથી કહી શકાતી. આને લઈને આપણે વધુ તર્ક-વિતર્ક નથી કરી શકતા કારણકે તેના વિશે આપણને વધુ માહિતી નથી હોતી. આ જીંદગીના એવા છૂપા રહસ્યો છે, જેના વિશે આપણને થોડીક માહિતિ છે.
'ફૂંક'ની વાર્તા તમારી પાસે ઘણા સવાલોના જવાબો પૂછે છે, ભલે તમે જાદુ-ટોના પર વિશ્વાસ કરો કે નહી. તે પૂછે છે કે શુ કરશો તમે જો તમારા નજીકનુ કોઈ રહસ્યમયી શક્તિઓનો શિકાર બની જાય, જેને માનવા તમારું મગજ સહમતિ નથી આપતુ.
વાર્તા રાજીવ એક કુશળ એંજીનિયર છે. તેમના પરિવારમાં બે બાળકો છે, જેમની વય 8 અને 10 વર્ષ છે. રાજીવ ઈશ્વર પર બિલકુલ વિશ્વાસ નથી કરતો. તે ભગવાનની સાથે સાથે એ લોકો પર પણ ચિડાય છે જે આ પ્રકારની શક્તિઓ પર વિશ્વાસ કરે છે.
P.R
એક દિવસ તેના ઘરમાં એક દુષ્ટ આત્મા ધૂસી જાય છે, જે રાજીવને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપે છે. આ ઘટનાથી રાજીવના બુનિયાદી વિચારોમાં ખળભળ મચી જાય છે.
શુ રાજીવ આ માટે ઈશ્વરની મદદ માંગશે ? શુ તે જાદુ-ટોણા પર વિશ્વાસ કરવા લાગશે ?