વન ટૂ થ્રી : સરખા નામ ખતરનાક કામ
નિર્માતા : કુમાર મંગત - સુનીલ લુલ્લાનિર્દેશક : અશ્વિની ધીરસંગીત : રાઘવકલાકાર : તુષાર કપૂર, ઈશા દેઓલ, સુનીલ શેટ્ટી, સમીરા રેડ્ડી, પરેશ રાવલ, નીતૂ ચન્દ્રા, ઉપેન પટેલ, તનીષા.એક જેવા નામ હોવાને કારણે જીંદગીમાં કેવી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે, તેને આધાર બનાવી 'વન ટૂ થ્રી' ફિલ્મનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં લક્ષ્મીનારાયણ નામના ત્રણ પાત્ર છે. લક્ષ્મી નારાયણ : પહેલો (તુષાર કપૂર)
આ એક માફિયા પરિવારનો સભ્ય છે, પણ પોતાની જાતને અત્યાર સુધી ખતરનાક સાબિત નથી કરી શક્યા. તેમની માઁ એવુ ઈચ્છે છે કે તેમનો પુત્ર થોડા મર્ડર કરે જેથી કરીને તે જીંદગીમાં સેટલ થઈ શકે છે. લક્ષ્મીનારાયણ : બીજો (સુનીલ શેટ્ટી)
બીજા નંબરના લક્ષ્મીનારાયણ ખૂબ જ સીધા-સાદા અને કામની રીતસર કરવાનુ પસંદ કરે છે. તેમણે દાર્જિલિંગથી એમબીએ કર્યુ છે અને સદા પોતાના બોસને ખુશ કરવા તેમની ચમચાગીરી કર્યા કરે છે. તેઓ બે કાયદાનુ પાલન કરે છે. 1)
બોસ હંમેશા સાચુ કહે છે2)
જો બોસ ખોટા હોય તો કાયદો નંબર એક જુઓ. લક્ષ્મીનારાયણ : ત્રીજો (પરેશ રાવલ)