સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

શૂટ ઓન સાઈટ : શુ મુસ્લિમ હોવુ ગુન્હો છે ?

P.R
નિર્માતા : અરુણ ગોવિલ
નિર્દેશક : જગમોહન મૂંદડા
કલાકાર ; નસીરુદ્દીન શાહ, ઓમપુરી, ગુલશન ગ્રોવર, મિકાલ જુલ્ફિકાર(પાકિસ્તાન), લેલા.

નિર્માતા-નિર્દેશક જગમોહન મૂંદડા વાસ્તવિક ઘટનાઓ પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેમની ફિલ્મો વિચારોત્તેજક અને વાસ્તવ્કતાથી નજીક હોય છે. હાલ જગમોહન 'શૂટ ઓન સાઈટ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને તાજેતરમાં જ પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.

આ ફિલ્મની પ્રેરણા તેમને 7 જુલાઈ 2005ના રોજ લંડનમાં થયેલા બોમ્બ ધમાકાઓથી મળી. ફિલ્મની વાર્તા તારિક અલીની આસપાસ ફરે છે. લંડન પોલીસે આ બોમ્બ ધમાકાઓ પછી શંકાસ્પદ આતંકવાદીઓને શૂટ કરવાનો ઓર્ડર આપી દીધો. તેનાથી જાતીય વિવાદો ઉત્પન્ન થાય છે.

તારિક અલીનો જન્મ લાહોરમાં થયો અને તેણે અંગ્રેજ મહિલા સાથે લગ્ન કર્યા. તે સ્કોટલેંડ યાર્ડમાં મુસ્લિમ પોલીસ ઓફિસર છે. તેને એક શંકાસ્પદ મુસ્લિમ આતંકવાદી પર પોલીસ શૂટિંગની તપાસની જવાબદારી સોંપવામાં આવે છે.
P.R

તારિક આ તપાસમાં ચારે બાજુએથી સપડાય જાય છે. તેના પર તેના વરિષ્ઠ અધિકારીની સાથે સાથે મુસ્લિમ લોકો શંકા કરે છે. ઘટનાક્રમ એવો ઘટે છે કે તારિકને અનુભવ થાય છે કે યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હોય છે.

આખા ફિલ્મનુ શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યુ છે અને ભારતમાં આ ફિલ્મ 17 ઓક્ટોમ્બરે રિલિઝ થવાની શક્યતા છે.