બેઈમાની કરીને અને ઠગીને પૈસો કમાવી પોતાની આજીવિકા ચલાવનારા સમીર ખન્ના (મશહૂર અમરોહી) સિંગાપૂર જઈને નાઈટ ક્લબ ચલાવનારા ગૈરી રોજારિયો (જૈકી શ્રોફ)નો 'રિકવરી એજંટ' બની જાય છે. ગૈરી પણ એક ગુનેગાર છે.
P.R
સમીરના ભાઈને આર્થિક મદદની જરૂર પડે છે. તે પોતાના ભાઈની મદદ કરવા ગૈરી પાસે રૂપિયા માંગે છે, પરંતુ ગૈરી મદદ કરવાની ના પાડી દે છે.
ઓછા સમયે વધુ નાણા કમાવવાની લાલચમાં સમીરના મગજમાં સુપરસ્ટાર અભિનેતા જ્ઞાનેશ્વર સિંહ(શહજાદ ખાન)ની પુત્રી ઈશાનુ અપહરણ કરવાનો વિચાર આવે છે. જ્ઞાનેશ્વર પાસે કરોડો રૂપિયાની મિલકત છે.
ઈશા(વિશાખા સિંહ)ને સમીર પોતાના પ્રેમની જાળમાં ફસાવીને આયલેંડ લઈ જાય છે. ત્યાંથી તે જ્ઞાનેશ્વરને તેની પુત્રીને છોડવાના બદલામાં રૂપિયાની માંગ કરે છે.
P.R
જ્ઞાનેશ્વરનો ગૈરી પાકો મિત્ર છે. તે ગૈરી પાસે મદદ માંગે છે. જ્ઞાનેશ્વરને ગૈરી આશ્વાસન આપે છે કે તે તેની પુત્રીને છોડાવી લાવશે. ઈશાને છોડાવવાની જવાબદારી ગૈરી પોતાના માણસોને સોંપે છે. એ બીજુ કોઈ નહી પણ સમીર જ હોય છે.
સમીરની મુશ્કેલીઓ ત્યારે વધી જાય છે જ્યારે એક 'ડ્રગ ડીલ' દરમિયાન ડાબર (મુકેશ ઋષિ) અને પ્રાણ(કિરણ કુમાર) ઈશાને પોતાની સાથે લઈ જાય છે. તેઓ ઈશાના જીવના બદલામાં સમીર પાસે ફાલતું માંગણીઓ કરે છે.
સમીર આ પરેશાનિઓથી કેવી રીતે નીકળે છે, તે આ ફિલ્મમાં રોચક રીતે બતાવ્યુ છે.