રાજ એક સબ બ્રોકર છે અને તેની પત્ની આભા માર્કેટિંગ પ્રોફેશનલ. બંનેની વય ત્રીસની આસપાસ છે. મુંબઈના ઉપનગરમાં તેઓ બે બેડરૂમવાળો શાનદાર ફ્લેટ ખરીદે છે જેથી તેમાં તેઓ શાંતિ પૂર્વક રહી શકે. બંનેની જીંદગી આરામથી પસાર થાય છે.
P.R
રાજની ઉંધ કાચી છે અને થોડાક અવાજમાં જ ખુલી જાય છે. કેટલીક રાતોથી રાજને કેટલાક અવાજોને કારણે ઉંધ નથી આવતી. આભાને આ અવાજોથી કોઈ ફર્ક નથી પડતો કારણકે તેને તરત જ ઉંધ આવી જાય છે.
રાજ આ અવાજો ક્યાંથી આવે છે તેને શોધી કાઢવાનુ નક્કી કરે છે. રાત્રે જ્યારે અવાજ આવે છે તો રાજ નીચે આવે છે. તેને ખબર પડે છે કે તે અવાજો નાઈટ વોચમેનની સીટીમાંથી નીકળે છે, જે રાત્રે વગાડે છે.
રાજ તેને વઢે છે અને સીટી વગાડવાની ના પાડે છે. ચોકીદાર આ વાત બિલ્ડિંગના સચિવ જનાર્દનને જણાવે છે. રાજને જનાર્દન સમજાવે છે કે સુરક્ષા માટે સીટી વગાડવી જરૂરી છે. રાજ આ બાબતે બીજા રહેવાસીઓની મદદ લેવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈ આગળ નથી આવતુ.
એક નાનકડી સમસ્યા રાજને માટે ગંભીર બની જાય છે. રાત્રે તે ઠીકથી ઉંધી ન શકવાને કારણે તેની પર્સનલ અને વ્યવસાયિક જીંદગી પર અસર થવા માંડે છે. હવે કામમાં તે પહેલાવાળો રાજ નહોતો રહ્યો, જે સ્ફૂર્તિલો અને સ્માર્ટ કહેવાતો હતો.
P.R
ઘરમાં તે કોઈપણ મોટો અવાજ સાંભળીન ગુસ્સે થઈ જાય છે. તે ચિડચિડિયા સ્વભાવનો થઈ જાય છે, અને આ બાબતે તેને કોઈની પણ હમદર્દી નથી મળતી. રાજનુ વિચારવુ છે કે રાત્રે અવાજ કરવો એ ઘોંઘાટ અને અસભ્યતાની નિશાની છે.
'હલ્લા' એક સામાન્ય માણસની જીંદગી સાથે કરવામાં આવેલ છેડતીની વાર્તા છે, જે તેની જીંદગી હચમચાવી નાખે છે.