- મનોરંજન
» - બોલીવુડ
» - નવી ફિલ્મો
દસ કહાનીયાઁ
જેવું કે નામ વાંચીને જ ખબર પડે છે કે 'દસ કહાનિયાઁ' માં આપણને દસ વાર્તાઓ જોવા મળશે. જેને 12 જુદા-જુદા લેખકોએ લખી છે. 6 નિર્દેશકોએ નિર્દેશિત કરી છે. અને 25 કલાકારોએ એમાં અભિનય કર્યો છે. 1)
રાઈસ પ્લેટનિર્દેશક - રોહિત રોયકલાકાર - શબાના આઝમી, નસીરુદ્દીન શાહ એક ચુસ્ત હિન્દુ મહિલાની રાઈસ પ્લેટ પર જો એક મુસલમાન પોતાનો હક બતાવે તો તે શુ કરશે. તે પોતાની ભૂખને પ્રાથમિકતા આપશે કે પોતાના વિશ્વાસને. 'રાઈસ પ્લેટ'માં આ ક્ષણોને ખૂબ સુંદરતા પૂર્વક રજૂ કરવામાં આવશે. 2)
સેક્સ ઓન ધ બીચનિર્દેશક - અપૂર્વ લાખિયાકલાકાર - ડિનો મારિયા, તરીના
સમુદ્ર કિનારે ડિનોને એક ફાટેલી જૂની ચોપડી મળે છે. અચાનક તે ચોપડીનું એક સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તન થઈ જાય છે. બંને શાનદાર સમાય વિતાવે છે. અચાનક બધુ બદલાય જાય છે. તે રહસ્યમય સ્ત્રી કોણ હતી ? શું દરેક સપનાંની કોઈ કીમંત હોય છે ?3)
લવડેલનિર્દેશક - જસમીતકલાકાર - નેહા ઓબેરોય, આફતાબ શિવદાસાની, અનુપમ ખેર, અનુરાધા સિંહ.
અનુયાની મુલાકાત ટ્રેનમાં બેસેલી એક ઘરડી સ્ત્રી સાથે થાય છે. તે કાનમાં ફક્ત એક કડી પહેરેલ છે. અનુયાને લાગે છે કે આ મુલાકાત તેની જીંદગી બદલી શકે છે. શુ તમે ભાગ્ય પર વિશ્વાસ કરો છો ? શુ એક પળ જીંદગી બદલી શકે છે ?4)
મેટ્રિગોની નિર્દેશક - સંજય ગુપ્તા કલાકાર - મંદિરા બેદી, સુંધાશુ, અરબાઝ ખાન
મળો મિસ્ટર અને મિસીસ સરીનને. આ દંપતી આનંદથી જીંદગી જીવી રહ્યા છે. સમર્પિત પત્ની દરેક ગુરૂવારે પોતાની આંટીને મળવા જાય છે કે પછી? શું પ્રેમમાં આપણે ફક્ત મૂર્ખ જ બનીએ છીએ ?5)
ગુબ્બારે નિર્દેશક - સંજય ગુપ્તાકલાકાર - નાના પાટેકર, રોહિત રોય, અનીતા
પોતાના પતિ સાથે ઝગડ્યા પછી બસમાં બેસેલી અનીતા એક રહસ્યમય વ્યક્તિ પાસે બેસે છે. તેના હાથમાં લાલ રંગના 14 ફુગ્ગા છે. આ માણસનું અતીત સામે આવે છે. અને અનીતાને જીંદગીનો સૌથી મહત્વપૂર્ણ સબક મળે છે. તે ફુગ્ગાઓનું શું રહસ્ય છે ? આ એક એવી વાર્તા છે જે હંમેશા આપણા દિલમાં રહેશે. 6)
પૂરણમાશી નિર્દેશક - મેધના ગુલઝારકલાકાર - મિનિષા લાંબા, અમૃતા સિંહ, પરમીત સેઠી
આ એક એવી માઁની વાર્તા છે જે પોતાની છોકરીને ખૂબ જ ચાહે છે. પુત્રીના મેરેજ થવાના છે અને તે એને ખુશ કરવા માટે બધુ કરવા તૈયાર છે, પણ શુ આવું થઈ શકે છે ? એક માઁના નિ:સ્વાર્થ પ્રેમની આ વાર્તા લાગણીપ્રધાન છે. 7)
સ્ટ્રેજર્સ ઈન ધ નાઈટનિર્દેશક - સંજય ગુપ્તાકલાકાર - નેહા ઘૂપિયા, મહેશ માંજરેકર
પોતાના લગ્નની વર્ષગાંઠ પર તેઓ એકબીજાને પોતાનું એક રહસ્ય બતાવે છે. આ વર્ષે પત્નીનો વારો છે. તેઓ રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં એક અપરિચિત સાથે થયેલી મુલાકાતના વિશે બતાવે છે. શુ પતિ-પત્નીને એક બીજા રહસ્ય વહેંચવા જોઈએ ? શુ સત્યને છુપાવી રાખવું જોઈએ ? રહસ્ય સાથે જીવવું સારું છે કે રહસ્ય બતાવવુ ?8)
રાઈઝ એંડ ફોલ નિર્દેશક: સંજય ગુપ્તાકલાકાર - સંજય દત્ત, સુનીલ શેટ્ટી
અંડર વર્લ્ડના ડોન અને તેમના દોસ્તની દોસ્તી અને વિશ્વાસઘાતની આ કથા છે. તે કદી ભાઈયોની જેમ રહેતા હતા. પણ પરિસ્થિતિએ બંનેને એક-બીજાની વિરોધમાં લાવી દીધા. 9)
હાઈ ઓન ધ હાઈવેનિર્દેશક - હંસલ મહેતાકલાકાર - જિમી શેરગિલ, માસૂમી
હાઈવે બે દિલોની ન બોલેલા પ્રેમનું પ્રતીક છે. પણ તેના અવિશ્વસનીય વળાંકો તેમની જીંદગી બદલી નાખે છે.શુ અંત વગરની આઝાદીની પણ કોઈ સીમા હોય છે ?10)
જાહિર નિર્દેશક - સંજય ગુપ્તાકલાકાર - દીયા મિર્જા, મનોજ વાજપેયી
એક લેખકે પોતાની પ્રેમિકા વિશે એક ચોંકાવનારી વાતની જાણ થાય છે. અને તે ગાંડો થઈ જાય છે. શું દરેક વસ્તુ એવી જ હોય છે જેવી દેખાય છે ? શું દરેકની જીંદગીની પાછળ કોઈને કોઈ રહસ્ય છુપાયેલું છે ?