દિલ કબડ્ડી
|
નિર્દેશક : અનિલ સીનિયર
કલાકાર : રાહુલ બોસ, કોંકણા સેન શર્મા, ઈરફાન ખાન
રાહુલ ખન્ના, સોહા અલી ખાન. પાયલ રોહતગી
ફિલ્મનું નામ 'દિલ કબડ્ડી' થોડુ વિચિત્ર નામ લાગે છે. શૈલેન્દ્ર આર. સિંહ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નામ પહેલા 'અર્ચન તડકા' વિચારવામાં આવ્યું હતુ. પછી 'બબલગમ' ફાઈનલ થયુ અને છેવટે 'દિલ કબડ્ડી'ના નામ પર મોહર લાગી.
આ ફિલ્મમાં કામ કરી રહેલ રાહુલ બોસનુ માનવું છે કે તેમને પણ તે નામ વિચિત્ર લાગ્યુ. તે પહેલા તેમને પોતાની અભિનિત 'ઝંકાર બીટ્સ'નુ નામ પણ પસંદ નહોતો. પરંતુ તેમનુ માનવુ છે કે દર્શક જ્યારે ફિલ્મ જોવા બેસે છે તો થોડીવાર પછી નામ ભૂલીને ફિલ્મમાં ખોવાય જાય છે. પરંતુ દર્શકને સિનેમાઘર સુધી ખેંચવામાં નામના મહત્વને પણ નજરઅંદાજ નથી કરી શકાતા.
|