દ્રોણ : આત્મશોધ
|
નિર્દેશક : ગોલ્ડી બહલ
સંગીત : ધ્રુવ ધાળેકર
કલાકાર : અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડા, કે.કે. મેનન. જયા બચ્ચન
'દ્રોણ'ની વાર્તા છે આદિત્ય (અભિષેક બચ્ચન)ની, જેને એક પરિવારે ઉછેર્યો છે. દ્રોણને પોતાના વિશે કશી જ ખબર નથી કે તે કોણ છે અને તેનો સંબંધ કોની સાથે છે ?
બાળપણથી જ કાયમ અભિષેકને એક સપનું આવે છે, જેમાં એક ભૂરા ગુલાબી રંગની પાંખડી તેની બારીમાં ઉડે છે અને તેને કાંઈક બતાવવાની કોશિશ કરે છે. સાથે-સાથે તે કાયમ આદિત્યનો ઉત્સાહ વધારે છે.
|
સંજોગાવાત એક દિવસ રિજ અને આદિત્ય સામસામે આવી જાય છે. આદિત્યને જોઈને જ રિજને ખબર પડી જાય છે કે આ જ દ્રોણ છે. તે પોતાની જાદુઈ તાકતથી દ્રોણને પકડવાના પ્રયત્નો કરે છે પરંતુ તે ભાગી નીકળે છે.
|
માઁ રાણી જયંતી દેવી(જયા બચ્ચન)ને આદિત્ય વિશે ખબર છે.
આદિત્ય અને સોનિયા પ્રતાપગઢ પહોંચે તે પહેલા જ તેની સામે રિજ પોતાની સેનાએને લઈને આવી પહોંચે છે. મનુષ્ય જાતિનુ ભવિષ્ય હવે આદિત્ય અને રિજની લડાઈમાં થનારા વિજેતા પર ટક્યુ છે.