1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ ચશ્મે બદ્દૂરની સ્ટોરી

બેનર : વાયકોમ 18 મોશન પિક્ચર્સ
નિર્દેશક : ડેવિડ ધવન
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર : અલી જફર, સિદ્ધાર્થ, દ્વિયેન્દુ શર્મા, તાપસી પન્નુ, ઋષિ કપૂર, અનુપમ ખેર
રજૂઆત તારીખ : 5 એપ્રિલ 2013
P.R

ચશ્મે બદ્દૂર 1981માં આ નામથી બનેલ ફિલ્મની રિમેક છે. સઈ પરાંજપેએ 32 વર્ષ પહેલા ફારૂખ શેખ, દિપ્તી નવલ, રવિ વાસવાની અને રાકેશ બેદીને લઈને હાસ્ય ફિલ્મ બનાવી હતી. જે આજે પણ યાદ કરવામાં આવે છે. નવી ચશ્મે બદ્દૂરનુ નિર્દેશન ડેવિડ ધવને કર્યુ છે. જે રવિ વાસવાનીના રૂમમેટ રહી ચૂક્યા છે.
P.R

P.R

વર્તમાન સમયમાં મિત્રોના નામ પર લુચ્ચા મિત્રો જ વધુ મળે છે. એ ભલે દિલથી સારા હોય, પણ ખૂબ જ ચાલુ હોય છે. ચશ્મે બદ્દૂરની સ્ટોરી પણ એક એવા જ યુવકની છે જે એક યુવતીને દિલ આપી બેસે છે. તેનાથી ઈર્ષા કરતા તેના બે મિત્રો આ લવ સ્ટોરીને તોડવા માટે ઘણી ચાલ ચાલે છે.
P.R

P.R

ગોવામાં એક નાનકડા ઘરમાં સિદ્ધાર્થ (અલી જાફર), જય (સિદ્ધાર્થ) અને ઓમી(દિવ્યેંદુ) એકસાથે રહે છે. સિદ્ધાર્થ ખૂબ જ સીધો સાદો છે, પણ તેના મિત્રો ઓમી અને જય છોકરીઓ પાછળ ઘેલા થઈ જાય છે. તેમના પડોસમાં સીમા(તાપસી) રહેવા માટે આવે છે.
P.R

P.R

ઓમી અને જય તેની પાછળ લટ્ટૂ થઈ જાય છે. પોતાના પ્રેમ જાળમાં ફસાવવા માટે તેઓ ઘણું જુઠ્ઠુ બોલે છે. સિદ્ધાર્થની તરફ સીમા આકર્ષિત થાય છે. જેથી આ બંને મિત્રોને ઈર્ષા થાય છે. બંને વચ્ચે ગેરસમજ ઉભી કરવા માટે તેઓ શુ શુ કરે છે, જાણવા માટે જુઓ કોમેડી ફિલ્મ 'ચશ્મે બદ્દૂર'.
P.R