હઁસતે-હઁસતે
|
નિર્દેશક : ટોની, રમનજીત ટૂટેજા
સંગીત : અનુ મલિક
ગીતકાર : સમીર
કલાકાર : જીમી શેરગિલ, નિશા રાવલ, રાજપાલ યાદવ, મોનિષ્કા, શક્તિ કપૂર, જાવેદ શેખ(પાકિસ્તાન), મનોજ જોશી,ઉપાસના સિંહ.
નીલ(જિમી શેરગિલ) કોલંબિયા વિશ્વવિદ્યાલયનો તેજસ્વી વિદ્યાર્થી છે. દેખાવડી માયા (નિશા રાવલ) ને તે ખૂબ જ ચાહે છે. માયા ન્યૂયોર્કમાં પોતાની જીંદગીની નવી શરૂઆત કરવા માંગે છે.
|
નીલને પોતાનુ કેરિયર બનાવવાની એક મોટી તક મળે છે. ભારતમાં તેને કોલ સેંટર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મળે છે. જેને તે સ્વીકારી લે છે. માયા તેના આ નિર્ણયના વિરુધ્ધ છે, પરંતુ સની નીલ સાથે ભારત પહોંચી જાય છે.
ભારતમા નીલની મુલાકત તનવી(મોનિષ્કા) સાથે થાય છે, જે નીલ ને તેની ટીમને મદદ કરે છે. આકર્ષક અને આક્રમક સ્વભાવની તનવી, નીલ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. તે નીલનુ દિલ જીતવાની ઘણી કોશિશ કરે છે. નીલના દિલમાં માયા વસી છે તેથી, તે તનવીને ઠુકરાવી દે છે.
|
આ સવાલોના જવાબ મળશે યૂથફૂલ, મ્યૂઝિકલ, રોમાંટિક અને કોમેડી ફિલ્મ 'હઁસતે-હંસતે' માં.