શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By સમય તામ્રકર|

'હે બેબી' - ત્રણ રસિયાઓ વચ્ચે બાળક.!

નિર્માતા - સાજિદ નડિયાદવાળ
નિર્દેશક - સાજિદ ખાન
સંગીત - શંકર-અહસાન-લો
કલાકાર - અક્ષય કુમાર, વિદ્યા બાલન, ફરદીન ખાન, રિતેશ દેશમુખ, બોમન ઈરાની

'હે બેબી' સાજિદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. સાજિદ ફરહા ખાનનો ભાઈ છે. સાજિદે પોતાના ટીવી કાર્યક્રમો દ્રારા કેટલીય ફિલ્મો અને નિર્માતા-
IFM
નિર્દેશકો પર કટાક્ષ કર્યો છે. હવે જ્યારે તેઓ પોતે ફિલ્મ લઈને આવ્યા છે તો લોકો તો લાગ જોઈને બેસ્યા જ છે.

સાજિદ ખાનની આ ફિલ્મ ત્રણ યુવાનોની સ્ટોરી છે. ત્રણે અવિવાહિત અને સ્વાભાવથી ચંચળ છે. અક્ષય કુમાર , રિતેશ દેશમુખ અને ફરદીન ખાન ત્રણે સિડનીમાં એક સાથે રહે છે. તેમનું ધ્યાન હંમેશા છોકરીઓમાં લાગ્યુ રહે છે.

અક્ષય એક નાઈટ કલબમાં કામ કરે છે. તેની ધણી ગર્લ ફેંડ હોવા છતાં તે છોકરીઓ પાછળ ભાગતો રહે છે.

ફરદીન કોઈ કામકાજ નથી કરતો. તે તો બસ જુગાર જ રમતો રહે છે. અને તેમાંથી જ પોતાનો ખર્ચો કાઢે છ ફરદીન ને પણ છોકરીઓ ખૂબ ગમે છે.

અને આ ગ્રુપના ત્રીજા ભાઈ છે રિતેશ દેશમુખ. આ નાના છોકરાઓની બર્થ-ડે પાર્ટીયોમાં બાળકોનું મનોરંજન કરે છે પણ બાળકોની જગ્યાએ તેમનું ધ્યાન તેમની મમ્મીઓ પર વધુ રહે છે.

IFM
આ ત્રણેની જીંદગી ત્યારે બદલાઈ જાય છે જ્યારે આ લોકોના જીવનમાં એક નાનકડી છોકરીનું આગમન થાય છે. છોકરીઓ વિશે બધી જાણકારી રાખનારા આ ત્રણ એક નાનકડી બાળકીનુ પાલન પોષણ કેવી રીતે કરવું જોઈએ તે નથી જાણતા.

ઘીરે ઘીરે તેઓ તેની માયામાં બંધાઈ જાય છે. અને એક પિતાની જેમ પોતાની જવાબદારી નિભાવે છે. આ સ્ટોરીમાં વિદ્યાબાલન પણ છે,જે
IFM
પોતાના સપનાના રાજકુમારની રાહ જોઈને બેસી છે.

ફિલ્મના એક ગીતમાં શાહરુખ ખાન,અમીષા પટેલ, કોયના મિત્રા, દિયા મિર્જા, શમિતા શેટ્ટી, નેહા ઘૂપિયા, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, અમૃતા રાવ, તારા શર્મા, મિનિષા લાંબા, રિયા સેન, સોફી ચૌધરી, મૌસમી માખીજા, આરતી છાબડિયા અને ઈષિતા ભટ્ટ જોવા મળશે.

સાજિદ ખાને વાર્તાને હાસ્યની સાથે પ્રસ્તુત કર્યુ છે. અક્ષય કુમારને દર્શક કોમેડીના રોલમાં વિશેષ રૂપે પસંદ કરે છે. અને તે પોતાના એ જ ચિર-પરિચિત અંદાજમાં જોવા મળશે. તે પહેલી વાર ફરદીન, રિતેશ અને વિદ્યાની સથે કામ કરી રહ્યા છે.

અક્ષયનું કહેવું છે કે સાજિદે એવી ફિલ્મ બનાવી છે જે દરેક વર્ગના લોકોને પસંદ આવશે. દર્શકો આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે. અને તેઓ જ નક્કી કરશે કે સાજિદની આ ફિલ્મમાં કેટલો દમ છે ?