શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

હોર્ન ઓકે પ્લીઝ

IFM
નિર્માતા : અબ્દુલ સામી સિદ્દીકી
નિર્દેશક : રાકેશ સારંગ
સંગીત : લલિત પંડિત
કલાકાર : નાના પાટેકર, રિમી સેન, મુજમ્મિલ ઈબ્રાહીમ

'હોર્ન ઓકે પ્લીઝ' મોટાભાગે ટ્રકોની પાછળ લખેલુ જોવા મળે છે. આ નામ આ ફિલ્મનુ એ માટે રાખવામાં આવ્યુ છે કારણ કે આ એક ટ્રક ડ્રાઈવરની વાર્તા છે. નિર્દેશક રાકેશ સારંગ દ્વારા નિર્દેશિત આ એક હાસ્ય ફિલ્મ છે.

'ટેક્સી નં નો દો ગ્યારહ' અને 'બ્લફ માસ્ટર'માં નાના દ્વારા કરવામાં આવેલ હાસ્ય અભિનય રાકેશને ખૂબ જ ગમ્યુ હતુ અને તેથી જ તેમણે આ ફિલ્મમાં નાનાને મુખ્ય પાત્ર ભજવવા આપ્યુ છે.

IFM
ગોવિંદા (નાના પાટેકર) એક ટ્રક ડ્રાઈવર છે. તે પોતાના બળે કરોડપતિ બને છે. કરોડપતિ હોવા છતાં તેનામાં બિલકુલ પણ ઘમંડ નથી. તેને સાધારણ જીંવન જીવવું ગમે છે.

ગોવિંદા પોતાની જડ સાથે જોડાઈને રહેવા માંગે છે તેથી તે એક ટ્રક ડ્રાઈવરની જેમ જ રહે છે.
અને એ રીતે જ વાતો કરે છે. મોંધી કારને બદલે ટ્રકમાં ફરે છે. ગોવિંદા પરણેલો છે અને પોતાની પત્ની રિયા (રિમી સેન)નો દીવાનો છે.
અજય (મુજામ્મિલ ઈબ્રાહીમ)નામના યુવકની જીંદગી એકવાર ગોવિંદા બચાવે છે, જે આત્મહત્યા કરવા જઈ રહ્યુ હતો. ગોવિંદા તેને કારણ પૂછે છે.

અજય તેને કહે છે કે તેનુ દિલ તૂટી ગયુ છે. તે રિયાને પ્રેમ કરે છે અને જ્યારે તેને ખબર પડી કે તે પરણેલી છે તો તેને દુનિયામાં રહેવાનો કોઈ મતલબ ન લાગ્યો. વાત એમ છે કે અજય રિયાને નહી પરંતુ સિયાને પ્રેમ કરે છે જે રિયાની ટ્વિંસ છે.

IFM
અજયને ગોવિંદા કહે છે કે તે એ જ કરે જે તેનુ દિલ કહે. તે અજયને કહે છે કે તે રિયાના પતિની હત્યા કરી દે. આ માટે તે એક પ્લાન બનાવીને પણ આપે છે.

ફિલ્મમાં ઘણા લોકો ગોવિંદાને જુદા જુદા કારણોસર મારવાની પેરવીમાં છે. કેવી રીતે આ બધી ગૂંચવણો ઉકલે છે તે 'હોર્ન ઓકે પ્લીઝ'માં વ્યંગ્યાત્મક રૂપે બતાવવામાં આવ્યુ છે.