સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

એટ બાય ટેન તસ્વીર : આઉટ ઑફ ફોકસ

IFM
નિર્માતા : શૈલેન્દ્ર સિંહ
નિર્દેશક : નાગેશ કુકુનૂર
સંગીત : સલીમ-સુલૈમાન, નીરજ શ્રીધર
કલાકાર : અક્ષય કુમાર, આયશા ટાકિયા, શર્મિલા ટૈગોર, જાવેદ જાફરી, ગિરીશ કર્નાડ, અનંત મહાદેવન, બેંજામિન ગિલાન

જે લોકોના પરિવારમાંથી કોઈ ગુમ થઈ જાય છે અને જેને શોધવામાં તેઓ નિષ્ફળ રહે છે, તેઓ પૈકીના અમુક લોકો એવા વ્યક્તિઓ પાસે જાય છે જે તેમને જણાવે છે કે, તે વ્યક્તિ કઈ દિશામાં છે અથવા ક્યાં શહેરમાં છે. કહેવામાં આવે છે કે, તેમની પાસે એવી શક્તિ (?) રહે છે.

'એટ બાય ટેન : તસ્વીર' ના નાયક જય (અક્ષય કુમાર) ને પણ આવી વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત છે. તે તસ્વીર જોઈને એકદમ સટીક રીતે જણાવી દે છે કે, ફલાણો વ્યક્તિ ક્યા છે ? લોકોને તેના પર વિશ્વાસ છે કારણ કે, તે બધુ સત્ય જણાવે છે પરંતુ તેની પ્રેમિકા, મિત્ર, અને માત ખબર નહીં કેમ તેના પર અવિશ્વાસ કરે છે.

જય પોતાના પિતાથી નારાજ છે કારણ કે, તેમના વ્યવસાય કરવાની રીતભાત તેને પસંદ નથી. અંત સુધી એ જાણવા મળતું નથી કે, એ કયા કારણો છે જેનાથી બન્ને વચ્ચે અણબનાવ હતો. જયના પિતા ( બેંજામિન ગિલાની) નું પ્લેન પરથી પડવાના કારણે મૃત્યુ નિપજે છે. મૃત્યુની ઠીક પહેલા તે પોતાના ભાઈ અને બે મિત્રો સાથે ફોટો ખેંચાવડાવે છે. આ ફોટો જયની માતા (શર્મિલા ટાગોર) ખેંચે છે.

IFM
અચાનક એક પોલીસ કમ જાસૂસ (જાવેદ જાફરી) ટપકી પડે છે જે જયને જણાવે છે કે, તેના પિતાની હત્યા થઈ છે. જય તસ્વીરને જોવે છે. એક-એક કરીને તે એ વ્યક્તિઓની આંખોમાં ચાલ્યો જાય છે જેઓ ત્યાં હાજર હતાં. તેને જાણ થઈ જાય છે કે, ક્યાં લોકો તેના પિતાની હત્યામાં સંડોવાયેલા છે. અડધાથી વધુ ફિલ્મો સુધી તો તે ખોટુ વિશ્લેષણ કરતો રહે છે અને અંતમાં તે સાચા કાતિલ સુધી પહોંચી જાય છે.

નિર્દેશક અને લેખક નાગેશ કુકુનૂર જ્યારે સાચા હત્યારા પરથી પડદો ઉપાડે છે તો તમારી સામે લેખકની મૂર્ખામી પર

આશ્વર્ય કરવા સિવાય કઈં પણ બચતું નથી. એ હત્યારાને સાચો ઠેરાવવા માટે જે તર્ક આપવામાં આવ્યાં છે તે ઘણા અર્થહીન છે. આશ્વર્ય થાય છે નાગેશની સમજણશક્તિ પર, એ લોકોની સમજ પર જે આ ફિલ્મ સાથે જોડાયેલા છે.

શા માટે હત્યારો તેના પિતાની હત્યા કરે છે. તે શા માટે હત્યા પર હત્યા કરતો રહે છે ? આવા અનેક પ્રશ્નો આપના મગજમાં ઉઠશે જેનો જવાબ આપને પૂરી ફિલ્મમાં ક્યાંય નહીં મળી શકે.

સ્ક્રીનપ્લેમાં અનેક ક્ષતિઓ છે. જયની માતાને ચાકૂ મારવામાં આવ્યું છે. તે જયને હત્યારાનું નામ બતાવાને બદલે તેને એક બોક્સ ખોલીને તસ્વીર જોવાની વાત કહે છે. જય પણ એક વાર પણ પુછતો નથી કે, 'મા તમને ચાકૂ કોણે માર્યું છે. દેખાડવામાં આવ્યું છે કે, જય તસ્વીર જોતી વેળાએ ત્યાં જ પહોંચી જાય છે જ્યાં આ તસ્વીરને ખેંચવામાં આવી છે. જો એ સમયે કોઈ આ ફોટોગ્રાફને નષ્ટ કરી દે તો તે વર્તમાનમાં પરત આવી શકતો નથી. ફિલ્મના અંતમાં હત્યારો તસ્વીરને સળગાવી નાખે છે અને તેમ છતાં પણ તે વર્તમાનમાં પાછો આવી જાય છે. કેવી રીતે ? તેનો કોઈ જવાબ નથી.

નાગેશ કુકુનૂરની કથાનો મૂળ વિચાર સારો હતો પરંતુ તે યોગ્ય રીતે પોતાની વાત રજૂ ન કરી શક્યાં અને અસંખ્ય અવિશ્વસનીય ભૂલો કરી બેઠા. નિર્દેશકના રૂપમાં પણ તે પ્રભાવિત કરી શક્યાં નથી. . ‘બૉમ્બે ટૂ બૈંકૉક’ બાદ તેમણે સતત બીજી નબળી ફિલ્મ આપી છે તેનાથી એ સાબિત થાય છે કે, કોમર્શિયલ ફિલ્મો બનાવવી તેમનું કામ નથી.

IFM
અક્ષય કુમારના ચહેરાના હાવભાવ પૂરી ફિલ્મમાં એક જેવા રહ્યાં. ભલે દૃશ્ય રોમાંટિક હોય કે પછી ભાવનાત્મક. આયિશા ટાકિયાને કરવા માટે વધુ કઈ પણ ન હતું. જાવેદ જાફરી ક્યારેક હસાવે છે તો ક્યારેક ખિજાવે છે. ગિરીશ કર્નાડ, શર્મિલા ટાગોર, અનંત મહાદેવન, બેંજામિન ગિલાની અને રુશાદ રાણાએ પોતપોતાના પાત્રને સારી રીતે ભજવ્યાં. વિકાસ શિવરમણે કેનેડા અને દક્ષિણ આફ્રીકાને ઘણી રમણિયતા સાથે સ્ક્રીન પર રજૂ કર્યા.

સરવાળે ‘એટ બાય ટેન : તસ્વીર’ ખુબ જ નબળી ફિલ્મ છે જેને અક્ષય કુમારના પ્રશંસકો પણ પસંદ નહીં કરે.