મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

ગો: ગેટ સેટ.... ભાગો..

IFM
નિર્માતા - રામગોપાલ વર્મા
નિર્દેશક - મનીષ શ્રીવાસ્તવ
કલાકાર - ગૌતમ, નિશા કોઠારી, કે કે મેનન, રાજપાલ યાદવ, ગોવિંદ નામદેવ.

રામગોપાલ વર્મા દ્વારા નિર્મિત ફિલ્મ 'ગો' ના એક દ્રશ્યમાં રાજપાલ યાદવ ગુંડાઓને ધમકાવતા કહે છે કે ભાગી જાવ અહીંથી. તો પણ ગુંડા ભાગતાં નથી. તો તે બીજીવાર કહે છે ' હું બીજીવાર વોર્નિગ આપુ છું ભાગો અહીંથી'. ગુંડાઓ તો પણ નથી ભાગતાં, પણ આ જોઈને સિનેમાઘરમાં બેસેલાં કેટલાક દર્શકો જરૂર ભાગી જાય છે.

એક નિર્માતાના રૂપમાં રામ ગોપાલ વર્માની અક્કલ પર દયા આવે છે. ખબર નહી શું વિચારીને તેમણે આટલી ફાલતું વાર્તા પર ફિલ્મ બનાવી ? કોઈને મોકો આપવા માટે તેમનું દિલ આટલું મોટું છે તો ફિલ્મ બનાવવાની ઈચ્છા રાખવાવાળાં દરેકે રામૂને જઈને મળવું જોઈએ.

આ ફિલ્મ જોઈને તો એવું જ લાગે છે કે નવા નિશાળીયાઓએ આ ફિલ્મ બનાવી છે. એ જ ચવાયેલી વાર્તા, બકવાસ પટકથા અને બેકાર નિર્દેશન. એવું લાગે છે કે કોણ સૌથી બેકાર કામ કરે છે તેની જાણે શર્ત લાગી છે. આખી ફિલ્મમાં દ્રશ્યોનું એસેમ્બિલિંગ લાગે છે. ક્યાયથી પણ કોઈપણ દ્રશ્ય એકદમ ટપકી પડે છે.

વાર્તા છે બે પ્રેમીયોની. તેમના માતા-પિતા તેમના લગ્નની વિરુધ્ધ હોય છે. કેમ તે તો બતાવવાનું ભૂલી જ ગયા છે. બંને ભાગીને મુંબઈથી ગોવા જવા નીકળી પડે છે. આની સાથે એક વાર્તા બીજી ચાલતી રહે છે. જેમાં ઉપમુખ્યમંત્રીની હત્યા મુખ્યમંત્રીએ કરાવી છે.

બંને વાર્તાઓના સૂત્ર એકબીજા સાથે જોડાઈ જાય છે. પરિસ્થિતિવશ ઉપમુખ્યમંત્રીની હત્યાનો આરોપના પુરાવા આ પ્રેમીયોના હાથમાં આવી જાય છે. અને તેમને ખબર જ નથી હોતી. પુરાવાને નષ્ટ કરવા મુખ્યમંત્રીના ગુંડાઓ અને પોલીસ આ લોકોની પાછળ પડી જાય છે. આ બધાથી તેઓ કેવી રીતે બચે છે તેને બતાવાયું છે.

એક નાનકડી બેગ લઈને ભાગેલાં આ પ્રેમીઓ દરેક દ્રશ્યમાં નવાં કપડાં પહેરે છે. ખબર નહી તે એવી કેવી જાદુઈ બેગ છે જેમાં આટલાં બધાં કપડા
IFM
સમાય જાય છે. બેગ પણ મિ. ઈંડિયા જેવી જ હોય છે, કદી તેમની પાસે રહે છે તો કદી ગાયબ થઈ જાય છે.

ગૌતમ નામનો એક નવા અભિનેતાએ આ ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી છે. જેની પાસે ન તો હીરો બનવા જેવો ચહેરો છે કે ન તો અભિનયના ગુણ. નિશા કોઠારીનો અભિનય એટલે આંખો મટકાવવી, અને પોતાની મુખમુદ્રાને બદલતી રહેવી, અને અંગ પ્રદર્શન. કે.કે. મેનને ખબર નહી કેમ આ ફિલ્મ કરી ? રાજપાલ યાદવે જરૂર થોડા હસાવ્યાં છે.

ફિલ્મના નિર્દેશકના રૂપમાં મનીષ શ્રીવાસ્તવનું નામ આપવામાં આવ્યું છે. ખબર નહી આ નામનો કોઈ માણસ પણ છે કે વગર નિર્દેશકે જ કામ ચલાવવામાં આવ્યું છે. ફિલ્મ એ ગાડી જેવી છે જેમાં ડ્રાઈવર ન હોવાથી તે કંઈ પણ ઘૂસી જાય છે.

ફિલ્મના ગીતોથી કેંટીનવાળાઓનું ભલું થાય છે. કારણકે દર્શકો ગીત આવતાં જ બહાર કશું ખાવા નીકળી પડે છે. ફિલ્મના કેટલાંક દ્રશ્યોમાં ખૂબ જ અંધારું છે. તકનીકી રૂપથી જોવા જઈએ તો ફિલ્મ ફિસડ્ડી છે. ક ' ગો' જોઈને ખરેખર થિયેટરની બહાર ભાગવાની ઈચ્છા થાય છે.