સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

બચના એ હસીનો : ત્રણ સુંદરીઓ સાથે એક આશિક

P.R
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : સિધ્ધાર્થ આનંદ
સંગીત : વિશાલ-શેખ
કલાકાર : રણબીર કપૂર, બિપાશા બસુ, દીપિકા પાદુકોણ, મિનિષા લાંબા, હિતેન પટેલ, કુણાલ કપૂર

રેટિંગ : 2.5/5

યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત 'બચના યે હસીનો'માં ત્રણ સ્ટોરીઓ છે. રાજ-માહીમ રાજ-રાધિકા, અને રાજ-ગાયત્રીની. વાર્તાઓમાં રાજ એ એક જ પાત્ર છે પરંતુ છોકરીઓ બદલતી રહે છે.

જેવી રીતે ફિલ્મના શીર્ષકને એક હિટ ગીત પરથી ઉધાર લેવામાં આવ્યુ છે તે જ રીતે આ ફિલ્મની પહેલી વાર્તા આ જ બેનર દ્વારા બનેલી ફિલ્મ 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે'થી પ્રેરિત છે. વાત 1996ની છે. યશરાજ ફિલ્મસની જૂની ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ રાજ અને માહી એક જ ટ્રેનમાં બેસીને સ્વિટ્જરલેંડની યાત્રા કરી રહ્યા છે. માહીની ટ્રેન છૂટી જાય છે અને રાજ તેને છોડવાને બહાને એક દિવસ તેને પોતાની સાથે ફરાવે છે. રાજ પ્રત્યે માહી આકર્ષિત થઈ જાય છે. એક ચુંબન સિવાય રાજ કશુ કરી નથી શકતો પરંતુ મિત્રો આગળ તે પોતે કેવી રીતે છોકરી પટાવી તે વિશે ડિંગો મારે છે. માહી સાંભળી લે છે અને તેનુ દિલ તૂટી જાય છે. રાજ કોઈ પ્રતિક્રિયા નથી આપતો અને વાર્તા પૂરી.

P.R
આ પછી એક નવી વાર્તા 2002માં શરૂ થાય છે. મુંબઈમાં રાધિકા(બિપાશા બાસુ) રાજની લિવ ઈન લાઈફ ગર્લફ્રેંડ છે. આ આઈડિયા પણ સિધ્ધાર્થ આનંદે પોતાની ફિલ્મ 'સલામ નમસ્તે'માંથી ઉઠાવ્યો છે. રાધિકા અને રાજમાં કોઈ વચન-બંધન નથી. ખાવુ પીવુને લહેર કરવી એ સિધ્ધાંત પર તેમની જીંદગી ચાલી રહી છે. આ દરમિયાન રાજની નોકરી ઓસ્ટ્રેલિયામાં લાગી જાય છે. જ્યારે તે રાધિકાને બતાવે છે તો રાધિકા તેની સાથે લગ્ન કરવાની જીદ્દ કરે છે. રાજ જેટલો તેનાથી બચવા માંગે છે તેટલો જ ફંસાતો જાય છે. છેવટે એક દિવસ તે ચૂપચાપ જણાવ્યા વગર જ ઓસ્ટ્રેલિયા જતો રહે છે.

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતો રાજ ને તેનો મિત્ર સચિન પ્રેમમાં વિશ્વાસ નથી કરતા. 'હે બેબી'ના પાત્રોની જેમ મોજ- મસ્તી કરતા રહે છે. 2007માં રાજની મુલાકાત થાય છે ગાયત્રી(દિપિકા પાદુકોણ)સાથે . ગાયત્રી રાત્રે ટેક્સી ચલાવે છે અને દિવસે કામ અને અભ્યાસ કરે છે. ગાયત્રી પ્રત્યે રાજ આકર્ષિત થઈ જાય છે અને તેને પ્રેમ કરવા માંડે છે. તે લગ્ન માટે ગાયત્રીને પ્રપોઝ કરે છે, પરંતુ ગાયત્રી ના પાડતા તેનુ દિલ તૂટી જાય છે. આ પીડા જ્યારે તે પોતે પહેલીવાર અનુભવે છે ત્યારે તેને અનુભવ થાય છે કે તેણે માહી અને રાધિકાને કેટલું દુ:ખ પહોંચાડ્યુ છે. તે તેમની જોડે માફી માંગવા ઈચ્છે છે જે માટે તે ભારત આવે છે. કેવી રીતે તે પોતાના ઉદ્દેશ્યમાં સફળ થાય છે એ જ આ ફિલ્મનો સાર છે.

P.R
ફિલ્મની વાર્તા સારી છે, અને તેના પર એક શ્રેષ્ઠ ફિલ્મ બની શકતી હતી, પરંતુ નિર્દેશક સિધ્ધાર્થ આનંદ અને લેખક એ શક્યતાઓને સાકાર ન કરી શક્યા. ફિલ્મનો સૌથી મોટો ટર્નિગ પોઈંટ છે રાજનુ હૃદય પરિવર્તન. એક પ્લે બોય જે છોકરીઓને ફક્ત રમકડું સમજીને રમતો હતો, એકાએક ગાયત્રીના ઠુકરાવવાથી એટલો લજવાઈ ગયો કે માફી માંગવા નીકળી પડ્યો, આ વાત હજમ નથી થતી. રાજનુ હૃદય પરિવર્તન બતાવવા માટે ઠોસ દ્રશ્યો અને કારણોની જરૂર હતી, પરંતુ આને ખૂબ જ હલ્કી રીતે લેવામાં આવ્યુ.

આ રીતે ગાયત્રીનુ ચરિત્ર પણ સારી રીતે બતાવવામાં નથી આવ્યુ. એક આત્મસન્માનને મહત્વ આપનારી છોકરી કેવી રીતે એ છોકરાને પ્રેમ કરવા માંડે છે જે તેની સામે જ ઘણી છોકરીઓ સાથે સંબંધ રાખે છે. જ્યારે તેને રાજ સાથે કોઈ લેવડ-દેવડ નહોતી તો તે કેમ તેની સાથે ઈટલીમાં હરે-ફરે છે ? રાજના લગ્નના પ્રસ્તાવને ઠોકર માર્યા પછી એકાએક તેના હૃદયનુ પરિવર્તન કેવી રીતે થઈ જાય છે કે તે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. તે પોતાના દિલની વાત રાજના ઘરે રોજ એક પત્ર લખીને જણાવે છે. કારણ કે રાજ ભારત ગયો છે. આટલી ભણેલી-ગણેલી છોકરી શુ મોબાઈલ, ફોન, એસએમએસ કે ઈ-મેલ નહોતી કરી શકતી ?

રાજ અને માહીની વાર્તા ખૂબ જ બોર છે અને એ આશ્વર્યની વાત છે કે નિર્દેશકે આ વાર્તાને વધુ ફૂટેજ આપ્યુ છે. રાજ અને માહીની પ્રેમ વાર્તાને જોઈને એવુ લાગે છે કે અમે વર્ષો જૂની ફિલ્મ જોઈ રહ્યા છે. રાજ દ્વારા માહી પાસે માફી માંગવાના દ્રશ્યને પણ લાંબુ ખેંચવામાં આવ્યુ છે. બીજી બાજુ પંજાબી લગ્ન, નૃત્ય-ગીત જોઈને હવે બોર થવા લાગ્યા છે.

રાજ અને રાધિકાની પ્રેમ કથા સારી છે. જો કે માફી આપવાને બહાને રાધિકા જે હરકતો (પીએ બનાવવો, વેટર બનાવવો, રસ્તા પર નચાવવુ) વગેરે કરાવે છે તે રાજના ચરિત્ર સાથે મેળ નથી ખાતુ. રાજ અને ગાયત્રીની વાર્તાને નિર્દશકે સારી રીતે વિક્સાવી નથી. જ્યારે કે આ જ પ્રેમ કથા દ્વારા રાજને પ્રેમનો અનુભવ થાય છે.

નિર્દેશક સિધ્ધાર્થ આનંદે ફિલ્મના મધ્યાંતર પહેલાનો ભાગ સારો બનાવ્યો છે. વાર્તા દોડે છે અને આશા જાગે છે. કે કાંઈક અલગ જોવા મળશે. મધ્યાંતર સુધી ફિલ્મનુ પ્રસ્તુતિકરણ પણ સારુ છે. મધ્યાંતર અછી ફિલ્મ 90ના દશકાના ફિલ્મો જેવી થઈ જાય છે. રાજનુ ચરિત્ર જે સમય કરતા આગળ લાગતું હતુ, તે જૂના જમાનાના નાયકો જેવો વ્યવ્હાર કરવા માંડે છે. ત્રણ વાર્તાઓમાંથી ફક્ત એક (રાજ-રાધિકા)થોડી ઘણી સારી બની શકી છે.

રણબીર કપૂરનો અભિનય આખી ફિલ્મોમાં એક જેવો છે તેમના પાત્રમાં 18 થી 30 વર્ષની વયનો વિકાસ બતાવવામાં આવ્યો છે, પરંતુ તેઓ અભિનયમાં એ રીતનો બદલાવ નથી લાવી શક્યા. ભાવનાત્મક દ્રશ્યોમાં પણ તેમનો અભિનય નબળો છે. મિનિષા લાંબાની પસંદગી બિલકુલ ખોટી જોવા મળી. એ સુંદર પણ નથી અને તેનો અભિનય પણ સારો નથી. બિપાશાને સૌથી સારુ પાત્ર મળ્યુ અને તેમણે અભિનય પણ એ જ પ્રકારનો કર્યો છે. ગ્લેમરસ અને ચાલાક રાધિકાની ભૂમિકા તેમણે ખૂબ જ સરસ રીતે ભજવી છે. દીપિકા પાદુકોણે પૂરા આત્મવિશ્વાસની સાથે અભિનય કર્યો, પરંતુ તેમની ભૂમિકા સારી નથી લખવામાં આવી. હિતન પટેલ અને કુણાલ કપૂરે મુખ્ય કલાકારોનો સારો સાથ આપ્યો છે.

વિશાલ શેખરે થોડી સારી ધુન બનાવી છે. 'ખુદા જાને'. 'લકી બોય', 'બચના યે હસીનો' અને 'આહિસ્તા આહિસ્તા' માં લોકપ્રિય થવાના બધા તત્વો છે. ગીતોનુ ફિલ્માંકન ભવ્ય રીતે કરવામાં આવ્યુ છે. ભારત, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેંડ અને ઈટલી જેવી જગ્યાઓ પર ફિલ્મ ફિલ્માવવામાં આવી છે. બેક ગ્રાઉંડ મ્યૂઝિક અને ફોટોગ્રાફી શ્રેષ્ઠ છે.

બધુ મળીને કહી શકાય કે 'બચના એ હસીનો' માં એક સારી ફિલ્મ બનાવાની શક્યતા હતી, પરંતુ એક સામાન્ય ફિલ્મ બનીને રહી ગઈ.