મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

બોમ્બે ટુ બેંકોક : બોરિંગ યાત્રા

IFM
બેનર : મુક્તા સર્ચલાઈટ ફિલ્મ્સ
નિર્દેશક : નાગેશ કુકુનર
કલાકાર ; શ્રેયસ તલપદે, લેના વિજય મોર્યા, મનમીત સિંહ, વિક્રમ ઈનામદાર, નસીરુદ્દીન શાહ(મહેમાન કલાકાર)

ફિલ્મમાં ભલે કોઈ જાણીતા કલાકાર નથી, પરંતુ નિર્દેશકના રૂપમાં નાગેશ કુકુનૂરનુ નામ જોઈને ફિલ્મ સારી હોવાની આશા કરી શકાય છે. પણ બોમ્બે ટૂ બેંકોક'માં નાગેશે બધી રીતે નિરાશ કર્યા છે.

આ પહેલા 'બોમ્બે ટૂ ગોવા', 'ધમાલ' અને 'ગો' જેવી ફિલ્મો આવી હતી, જેમા પાત્ર એક શહેરથી બીજા શહેરની યાત્રા કરે છે અને તેમની સાથે ઘટનાઓ થાય છે. 'બોમ્બે ટૂ બેંકોક' પણ આ જ પ્રકારની ફિલ્મ છે, જેમા હાસ્ય ઉત્પન્ન કરવાની નિષ્ફળ કોશિશ કરવામાં આવી છે.

શંકર(શ્રેયસ તલપદે) મુંબઈમાં રસોઈયાનુ કામ કરે છે. પૈસાની લાલચમાં તે એક ડોનના પૈસા ચોરી લે છે. જ્યારે ડોનના સાથી તેનો પીછો કરે છે તો તે એ ડોક્ટરોના દળમાં જોડાય જાય છે જે થાઈલેંડ જવાનુ હોય છે.

શંકર પોતાના પૈસા ભરેલી બેગ દવાથી ભરેલા બોક્સમાં નાખી દે છે. થાઈલેંડ પહોંચ્યા પછી તે મસાજ ગર્લ જસ્મિન(લેના)ને પસંદ કરવા માંડે છે. પરંતુ બંનેને વાત કરવામાં અડચણો ઉભી થાય છે કારણકે શંકર હિન્દી અને જસ્મિન થાઈ ભાષા બોલે છે. આ કામમાં તેઓ પોતાના દ્વિભાષી મિત્ર રચવિન્દર(મનમીત સિંહ)ની મદદ લે છે.

IFM
શંકરને ખબર પડે છે કે તેની બેગ બેંકોકમાં છે, તે જસ્મિનની મદદથી ત્યાં પહોંચે છે. આ દરમિયાન શંકરનો પીછો કરતા કરતા પેલો ડોન પણ આવી પહોંચે છે, જેના પૈસા શંકરે ચોર્યા હતા. થોડા ઉતાર-ચઢાવ પછી ફિલ્મ પૂરી થાય છે.

ફિલ્મની સ્ટોરી ખૂબ જ નબળી છે. બહુ બધી ખામીઓથી ભરેલી પટકથા પોતાની સવલિયત મુજબ લખવામાં આવી છે. લેખકે સ્ટોરીને બદલે પાત્રો પર વધુ મહેનત કરી છે.

શંકર પર્સ ચોર્યા પછી બધાની આંખમાં સરળતાથી ધૂળ નાખે છે. ડોક્ટરના દળમાં જોડાઈને તે દર્દીઓની સારવાર કરે છે. અને તેને કોઈ પકડી શકતુ નથી. જે બોક્સમાં તે પૈસા સંતાડે છે તેની ઉપર તે કોઈ નિશાન કે ઓળખ નથી બનાવતો, જ્યારેકે બધા બોક્સ એક જેવા જ હોય છે.

નિર્દેશક અને લેખકના રૂપમાં નાગેશ ક્યાયથી પણ પ્રભાવિત નથી કરતા. ફિલ્મમાં બહુ જ ઓછા પાત્ર છે, અને વારેઘડીએ તે જ ચહેરાઓને જોવા બોરિંગ લાગે છે. ફિલ્મનો અંત જરૂર કરતા વધુ લાંબો છે. કહેવા માટે તો ફિલ્મ હાસ્ય ફિલ્મ છે પણ હસવાના અવસર બહુ જ ઓછા આવે છે. શંકર અને જસ્મિનની પ્રેમ કહાનીમાંથી પ્રેમ ગાયબ છે. આખી ફિલ્મ બોરિયતથી ભરેલી છે.

શ્રેયસ તલપદેનો અભિનય સારો છે, પણ આખી ફિલ્મનો ભારત તે એકલો નથી ઉઠાવી શકતો. જસ્મિનની ભૂમિકાને માટે થાઈ અભિનેત્રી લેવી યોગ્ય લાગી. રચિન્દર બનેલા મનમીત સિંહ અને જેમ કે નુ પાત્ર ભજવનાર વિજય મોર્યા રાહત આપે છે. નસીરુદ્દીન શાહ માત્ર એક દ્રશ્યને માટે પડદાં પર આવે છે.

IFM
ફિલ્મ ખૂબ જ ઓછા બજેટમાં બનાવવામાં આવી છે અને તેની અસર પડદા પર જોવા મળે છે. ફિલ્મના નામમાં બેંકોક જરૂર છે, પણ બેંકોક લગભગ ગાયબ છે. સુદીપ ચેટર્જીએ સ્ટોરીને બનાવતા એટલો ઓછો પ્રકાશ રાખ્યો છે કે મોટા ભાગે પડદાં પર અંધારુ જોવા મળે છે. ગીતોમાં 'સેમ સેમ બટ ડિફરેંટ' જ યાદ રહે છે. બધુ મળીને 'બોમ્બે ટૂ બેંકોક' ની આ યાત્રા બોરિંગ અને થકાવનારી છે.

આ ફિલ્મ વિશે પાઠકો પોતાની સમીક્ષા પણ મોકલી શકે છે, સર્વશ્રેષ્ઠ સમીક્ષાને નામ સહિત વેબદુનિયા ગુજરાતી પર પ્રકાશિત કરવામાં આવશે. સમીક્ષા મોકલવા માટે તમે [email protected] પર મેલ કરી શકો છો.