સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

રાજ ધ મિસ્ટ્રી કંટીન્યૂઝ

IFM
બેનર - વિશેષ ફિલ્મસ, સોની બીએમજ
નિર્માતા - મુકેશ ભટ્ટ
નિર્દેશક - મોહિત સૂરી
સંગીત - તોષી, શરીબ સાબરી, રાજૂ સિંહ, ગૌરવ દાસગુપ્તા
કલાકાર - ઈમરાન હાશમી, અધ્યયન સુમન, કંગના

'રાજ ધ મિસ્ટ્રી કંટીન્યૂઝ'નો અગાઉની ફિલ્મ 'રાજ' સાથે કોઈ લેવડ-દેવડ નથી. 'રાજ'ને એક બ્રાંડ નામ આપવામાં આવ્યુ છે અને બની શકે કે વિશેષ ફિલ્મ્સ આ નામથી કે વધુ ફિલ્મ બનાવે. આ વાત નિર્માતા મુકેશ ભટ્ટે સ્પષ્ટ કરી દીધી છે અને દર્શકોને કોઈ વાતે અંધારામાં નથી રાખ્યા.

રહસ્ય, રોમાંચ અને હોરર ફિલ્મ બનાવવી એ ભટ્ટ બ્રધર્સની વિશેષતા છે અને ઘણીવાર તેમણે દર્શકોને બીવડાવીને પૈસા કમાવ્યા છે, પરંતુ 'રાજ 2' એક નબળી ફિલ્મ છે કારણ કે જ્યારે ભેદ ખુલતા જ દર્શકોને લાગે છે કે તેઓ છેતરાયા છે.

IFM
વાર્તા છે પૃથ્વી(ઈમરાન હાશમી) નામના ચિત્રકારની, જે ભવિષ્યમાં થનારી ઘટનાઓને કેનવાસ પર ચિત્રના રૂપમાં બનાવી દે છે. નંદિની(કંગના) અને યશ(અધ્યયન સુમન) એક બીજાને પ્રેમ કરે છે અને જલ્દી જ લગ્ન કરવાના છે. નંદિનીને પૃથ્વી કદી જ મળ્યો નથી, પરંતુ તેના ચિત્ર બનાવે છે.

એક દિવસ જ્યારે તેને નંદિની દેખાય છે તો એ તેને પોતાની પેંટિગ્સ બતાવે છે. પેંટિગ્સને જોઈને લાગે છે કે નંદિની પર મોટું સંકટ આવવાનુ છે. પહેલા તો નંદિની તેની વાત નથી માનતી, પરંતુ જ્યારે તેની સાથે કેટલીક ઘટનાઓ ઘટે છે તો તે વિશ્વાસ કરવા માંડે છે. એક દિવસ પૃથ્વી નંદિતાની એવી પેંટિગ બનાવે છે, જે તેના મૃત્યુ થયાનો આભાસ કરાવે છે. નંદિતા આ રહસ્યનો ભેદ ખોલવા માંગે છે. યશને આ પ્રકારની વાતો પર ભરોસો નથી. તે નંદિતાની મદદ નથી કરતો, પરંતુ પૃથ્વી નંદિતાનો સાથ આપે છે. ત્યારબાદ શુ થાય છે એ જ 'રાજ' (રહસ્ય)છે.

ફિલ્મની શરૂઆતને જોઈને લાગે છે કે કાંઈક નવુ જોવા મળશે, પરંતુ ધીરે ધીરે આ સામાન્ય હોરર ફિલ્મો જેવી લાગવા માંડે છે. કેટલાક દશ્યો એવા છે, જેને જોઈને દર્શકો ચોંકતા હતા, ગભરાતા હતા, તો બીજી બાજુ કેટલાક દ્ર્શ્યો એવા હતા જે હોરર ફિલ્મોમાં હોય છે. કંગનાનુ અરીસા સામે ઉભા રહેવાનુ દ્રશ્ય, પાર્ટીમાંથી નીકળીને રસ્તાઓ પર દોડવાનું દ્રશ્ય, બાથ ટબ વાળુ દ્રશ્ય સારા છે.

મોહિત સૂરીએ વાર્તા લખવાની સાથે સાથે નિર્દેશન પણ કર્યુ છે, પરંતુ બંનેમાં તેઓ નબળા સાબિત થયા છે. તેઓ વિશ્વાસ અને અંધવિશ્વાસની વાત કરે છે, પરંતુ છેવટે અંધવિશ્વાસ ભારે પડી જાય છે. જે રહસ્યને તેમને છિપાવી રાખ્યુ અને દર્શકોની ઉત્સુકતા વધારી, છેવટે જ્યારે રહસ્ય ખુલે છે તો રહસ્યનો બોમ્બ ફૂટવાને બદલે તેનુ સૂરસૂરિયું થઈ જાય છે. ફિલ્મનો અંત ખૂબ જ ખરાબ છે અને સારી રીતે લખાયો પણ નથી. ઈમરાન હાશમી દ્વારા ભવિષ્ય જોવાના વિચારનો સારી રીતે ઉપયોગ નથી કરવામાં આવ્યો.

નિર્દેશકના રૂપમાં પણ મોહિત પ્રભાવિત નથી કરી શક્યા. તેઓ વાર્તાને સ્ક્રીન પર સારી રીતે રજૂ નથી કરી શક્યા. પહેલા તો તેમણે દર્શકોને બીવડાવવા ઘણી બધી રીલ વેડફી નાખી. દર્શકો ગભરાઈને બોર થઈ, પરંતુ તેમણે રહસ્ય ન ઉઘાડ્યુ. અને જ્યારે રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો વારો આવ્યો તો તેમની પાસે ઓછો સમય બચ્યો. ફિલ્મનો અંત તાત્કાલિક લાવી નાખ્યો. ઘણા પ્રશ્નો ઉકેલ્યા વગરના રહી ગયા.

IFM
ઈમરાન હાશમીએ પોતાનુ પાત્ર સારી રીતે નિભાવ્યુ છે. તેમના પ્રશંસક જરૂર નિરાશ થઈ શકે છે કારણે કે તેમને ફિલ્મમાં રોમાંસ નથી કર્યો. કંગનાએ એક વાર ફરી સારો અભિનય કર્યો છે. ચેહરા દ્વારા તેઓ ભાવને સારી રીતે વ્યક્ત કરે છે અધ્યયન સુમનનો અભિનય કેટલાક દ્રશ્યોમાં સારો છે તેઓ કેટલાકમાં ખરાબ. ઉત્સાહમાં આવીને તેઓ ઓવર એક્ટિંગ કરવા લાગે છે. તેમની હેર સ્ટાઈલ ચેંજ કરવાની પણ જરૂર છે. જેકી શ્રોફ પણ નાનકડો અભિનયમાં જોવા મળે.

ઈમરાન હાશમીનું સંગીત હંમેશા હિટ જાય છે અને રહસ્ય પણ તેનો અપવાદ નથી. 'સોનિયા' અને 'માહી' પહેલા જ લોકપ્રિય થઈ ચૂક્યા છે. રવિ વાલિયાની સિનેમાટોગ્રાફી શ્રેષ્ઠ છે અને કેમરા દ્વારા તેમણે દર્શકોને બીવડાવે છે. ફિલ્મનુ સંપાદન કરતી સમયે તેમને દર્શકોને ગભરાવ્યા છે. ફિલ્મને સંપાદિત કરવાની સખત જરૂર છે, કારણ કે તેની લંબાઈ વધુ છે.

બધુ મળીને રાજ કટકે-કટકે બીવડાવે છે, સારી લાગે છે પરંતુ આખી ફિલ્મના રૂપે નિરાશ કરે છે.