સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (11:20 IST)

Review યમલા પગલા દિવાના ફિર સે - દેઓલ પરિવારનો જાદુ ચાલ્યો નહી

ફિલ્મ - યમલા પગલા દિવાના ફિર સે 
સ્ટાર કાસ્ટ - ધર્મેન્દ્ર, સની દેઓલ, બૉબી દેઓલ 
રેટિંગ - 1.5 સ્ટાર 
 

દેઓલ પરિવારના ફેંસ માટે વર્ષ 2011માં રજુ ફિલ્મ યમલા પગલા દિવાના મનોરંજનનો એક બંપર ધમાકા હતો. એક જ પરિવારના ત્રણ જુદી જુદી પેઢીયોવાળા આ કલાકારોને સિનેમાઈ પડદા પર એકસાથે જોવુ અનોખો અનુભવ હતો.  એક નવા આઈડિયા સાથે એક મનોરંજક સ્ટોરી પણ લઈને આવી હતી આ ફિલ્મ. કુલજીત રંઘાવા-બોબી દેઓલની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.  ફિલ્મનુ સંગીત પણ જોરદાર હતુ.   ચઢા દે રંગ અને સો બાર જેવા ગીતોમાં અલ્ફાજો ધૂનોની બાજીગરી હતી તો યમલા પગલા દીવાના અને ટિંકૂ જિયામાં મોજમસ્તીનો પૂટ. ત્યારબાદ વર્ષ 2013માં યમલા પગલા દીવાના 2. આવી તો કાઈ ખાસ ચાલી નહી અને હવે દેઓલ પરિવાર લઈને હાજર છે ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સે. લઈને તો વાત એવી છે કે મામલો કાઈ જમ્યો નહી. 
 
 
ફિલ્મ શરૂ થાય છે આ માહિતી સાથે કે કેવી રીતે ભારતીય આર્યુવેદના નુસ્ખાથી તૈયાર.. વજ્ર કવચ નામની એક ઔષધિથી બાદશાહ અકબરની નપુંસકતાથી લઈને મહારાણી વિક્ટોરિયાના પિંપલ્સ પણ સાર થઈ ગયા હતા. ત્યારબાદ સ્ટોરી પહોંચે છે આજના પંજાબમાં જ્યા વૈદ્ય પૂરન સિંહ (સની દેઓલ) પોતાના પૂર્વજોની  ધરોહર વજ્ર કવચ દ્વારા ગરીબ દર્દીઓની સારવાર કરવા માંગે છે. તો પૂરન તેના ભાઈ કાલા એટલે કે બોબી દેઓલ દ્વાર પૈસાની લાલચ આપે છે. પણ તે સફળ થતો નથી. ઉપરથી તેનો અઢ્બી કિલોનો હાથ તેના દાંત જરૂર તોડી નાખે છે.  આ અપમાનનો બદલો લેવા મટે હવે માર્ફતિયા એક નવી સ્ટોરી રચે છે. તેઓ દગાથી વજ્ર કવચના ફોર્મૂલાને પેટેંટ કરાવી લે છે. પૂરન અને કાલા કેવી રીતે તેમના આ ષડયંત્રને નિષ્ફળ બનાવે છે એ જ આ ફિલ્મની સ્ટોરી છે. 
 
 
આ રીમિકેની સૌથી મોટી ખૂબી હતી કોમેડી એક્શન અને રોમાંસનો તડકો. તેમાથી કોઈપણ મામલે આ ફિલ્મ ખરી ઉતરતી નથી. ન તો હસાવે છે કે ન તો તેમા રોમાંસનો કોઈઅનુભવ થાય છે કે ન તો તેમા કોઈ નવા પ્રકારની એક્શન જોવા મળી છે.  ફિલ્મમાં સની બોબી અને ધર્મેન્દ્ર પોતાની છબિ મુજબના પાત્રોમાં જ જોવા મળ્યા છે. સની દેઓલે ચાલતી ટ્રક રોકી છે.. એક મુક્કો મારીને ધરતી હલાવી ક હ્હે.  બોબીએ પોતાના દાદાજીના ઐતિહાસિક સૂનો ગાવવાલો સીન દોહરાવ્યો છે.  બસ ફરક એટલો જ હતો કે બોબી પાણીની ટાંકીને બદલે પોતાના ઘરની અગાશી પર જ ઉભા હતા અને ગાવવાલો ની જગ્યાએ મોહલ્લેવાલો ને સંબોધિત કરી રહ્યા હતા.  ફિલ્મમાં ધર્મેન્દ્રનુ પાત્ર આમ તો એક વકીલનુ છે પણ તેમની હરકતો કોઈ મજાકિયાથી ઓછી નથી.. રંગાયેલી મૂછો સાથે કાલ્પનિક અપ્સરાઓ સાથે ફલર્ટ કરતા ધર્મેન્દ્ર કોઈ ખાસ જામતા નથી.  તેમને અમિતાભ જેવા સમકાલીન એક્ટર્સ પાસેથી શીખવાની જરૂર છે કે કેવી રીતે થોડા જુદા પાત્રોને પડદા પર ભજવવુ જોઈએ. સનીએ એ સમજવુ જોઈએ કે જો તે પોતાની એક્શન છબિ મુજબ જ ફિલ્મો કરવા માંગે છે તો પણ હવે એક્શનનુ સ્વરૂપ બદલાય ચુક્યુ છે.  હવે હેડપંપ તોડવા અને એક હાથે ચાલતી બસ રોકી દેવા દ્રશ્યો પર તાલીયો નથી મળતી. જોક્સ બને છે.  એક્ટિંગના હિસાબથી આ વખતે પરિવારના ત્ર્ણેય સભ્યોમાં બાજી મારી લીધી છે બોબી દેઓલે.  તેમનો રોલ પણ સૌથી મોટો છે.  રેસ 3ની સફળતા પછી તેઓ ખૂબ ફોર્મમાં દેખાય રહ્યા છે. 
 
 
ફિલ્મમાં કૃતિ ખરબંદાની પણ એક વિશેષ ભૂમિકા છે. તેની હાજરીથી ગ્લેમર આવે છે. તેમને કામ પણ ઠીક ઠીક કર્યુ છે.  તેમના પાત્રમાં થોડુ સસ્પેંસ જોડી શકાતુ હતુ. જેને લીધે સ્ટોરી થોડી રોચક બની જતી. પણ નિર્દેશક નવનીય સિંહે તેમના પાત્રને સાધારણ જ રાખ્યુ છે. અસરાની શત્રુધ્ન સિન્હા સલમાન ખાન જેવા કલાકારોએ પણ આ ફિલ્મમાં કૈમિયોનો રોલ કર્યો છે. શત્રુધ્ન અને ધર્મેન્દ્રના કેટલાક ડાયલોગ મજેદાર છે. સંગીતમાં યાદ રાખવા જેવુ કશુ નથી.  આજકાલના ટ્રેંડને જોતા આ ફિલ્મમાં પણ એક હિટ ગીત રાફ્તા-રાફ્તાનુ રીમિક્સ રાખવામાં આવ્યુ છે.