Zero Review - શાહરૂખના ઓસરતા જાદુની એક સરેરાશ ફિલ્મ છે જીરો, ફિલ્મ જોતા પહેલા વાંચો રિવ્યુ

zero
Last Updated: શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (15:53 IST)

ફિલ્મ - જીરો
કેવી ફિલ્મ - લવ સ્ટોરી
કલાકાર - શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, કટરીના કૈફ, મોહમ્મદ જીશાન

નિર્દેશક - આનંદ એલ રાય
સમય - 2 કલાક 44 મિનિટ

અનુભવ સિન્હા, ફરાહ ખાન, રાહુલ ઢોલકિયા, ઈમ્તિયાજ અલી અને આનંદ એલ રાય. આ બધા નિર્દેશકો એ પોત પોતાના કલાની પકડ રાખી છે. સૌએ શાહરૂખ ખાનની ફિલ્મ નિર્દેશિત કરવાના સપના પોતાના કેરિયરના શરૂઆતના સમયમાં જોયા અને આ બધામાં શાહરૂખે વિશ્વાસ કરીને તેમની ફિલ્મનુ નિર્દેશન પણ સોપ્યુ.
શાહરૂખ ખાન સારા કલાકાર છે.
ખૂબ ખૂબ જાણીતા સુપરસ્ટાર છે અને આ બધા ઉપર એક બ્રાંડ છે.
બ્રાંડ કોઈ ત્યારે બને છે જ્યારે તેમા કરોડો લોકોનો વિશ્વાસ હોય છે.
આ વિશ્વાસ તૂટે છે જ્યારે મોટ મોટા દાવાની અસલ તસ્વીર સારી હોતી નથી.
શાહરૂખ ખાન સાથે પણ રા-વન પછી સતત આવુ જ થઈ રહ્યુ છે.
જીરો આ તૂટતા વિશ્વાસનો આગળનો ભાગ છે.
zero
એક નકલી જેવા દેખાનારા મેરઠથી શરૂ થયેલ 38 વર્ષના બઉઆ સિંહ (શાહરૂખ ખાન)ની કહાની છે આ. બઉઆ પોતાના પિતા (તિગમાંશૂ ધૂલિયા)ને નામથી બોલાવે છે.
પોતાના ઠીંગણા હોવાનો આરોપ પણ તે તેમના પર જ લગાવે છે.

કુટિલતા તેની અંદર પુષ્કળ છે.

જે યુવતી આફિયા (અનુષ્કા શર્મા) પર તેનુ દિલ આવી જાય છે તેને મનાવવા માટે તે 6 લાખ રૂપિયા ફક્ત એક ફાઈવ સ્ટાર હોટલમાં ગીત ગાવાની વ્યવસ્થા કરવામાં ખર્ચી નાખે છે અને ઠીક લગ્નના દિવસે ડાંસ કૉમ્પિટીશનમાં ભાગ લઈને પોતાના સપનાની રાણી સુપરસ્ટાર બબીતા કુમારી (કેટરીના કૈફ)ની સાથે સમય વિતાવવાનુ ઈનામ જીતવા માટે મુંબઈ ભાગી જાય છે.

એક વર્ષ પછી જ્યારે તેને લાગે છે કે તેણે આફિયા સાથે સારુ નથી કર્યુ તો તે માફી માંગવા સીધો અમેરિકા પહોંચી જાય છે.
zero
અહી તેને જાણ થાય છે કે એ એક રાત જે તેણે ફક્ત આફિયાને સબક સિખવાડવા માટે તેની સાથે વિતાવી હતી તે હવે એક બાળકીના રૂપમાં તેની સામે છે. પછી આગળ બાળકીનુ શુ થાય છે તે ફિલ્મ નથી બતાવતી. અહી આફિયાનુ દિલ જીતવા માટે બઉઆ એવુ કરી નાખે છે જેની આશા આફિયાને પણ નહોતી. કહાનીના છેડા જોડવા માટે બઉઆનો મિત્ર ગુડ્ડુ (જીશાન અયુબ) પણ વચ્ચે વચ્ચે કલાકારી કરતો રહે છે. ફિલ્મ 15 વર્ષની છલાંગ પછી આકાશમાંથી સમુદ્રમાં પડેલા સ્પેસ કેપ્સૂલમાંથી નીકળતા બઉઆના હાથ પર ખતમ તહી જાય છે.

કદાચ જીરો પછી વન બનાવવાનો ખ્યાલ તેના મેકર્સનો આ સીન સાથે રહ્યો હશે.


નિર્દેશક આનંદ એલ રાયની સફળતામાં તેના લેખક હિમાંશુ શર્માનુ મોટુ યોગદાન રહ્યુ છે. જો કે તનુ વેડ્સ મનુ શ્રેણી અને રાંઝણા પહેલા હિમાંશુએ 11 વર્ષ પહેલા આનંદ એલ રાયની પ્રથમ ફિલ્મ સ્ટ્રૈજર્સ પણ લખી. જેના ચાર વર્ષ પછી બંને મળીને તનુ વેડ્સ મનુ બનાવી શક્યા હતા. કોઈ લેખક પર કોઈ નિર્દેશકનો આટલો વિશ્વાસ હોવો સારુ છે પણ ફિલ્મ માટે શાહરૂખ ખાન મળી જાય તો પછી લેખક અને નિર્દશકની અસલી કલા
તેમના હાથમાં ક્યારે સરકી જાય છે એ સમજાતુ પણ નથી.

જીરોની પરેશાની આ જ છે. શાહરૂખ ખાનનો વામન અવતાર શરૂઆતમાં તો રોમાચિંત કરે છે પઃણ રોમાચ ખતમ થયા પછી સ્ટોરીમાં બચે છે તો બસ પ્રેમ ત્રિકોણ અને બે એવી નાયિકાઓ જેમાથી એક શારીરિક રૂપે કમજોર છે અને બીજી ભાવનાત્મક સ્તર પર. બબીતા કુમારીનુ દિલ તેમના પ્રેમી (અભય દેઓલ)એ તોડી નાખ્યુ છે અને આફિયા છે તો દુનિયાની જાણીતી સ્પેસ સાઈંટિસ્ટ પણ પોતાની શારીરિક કમજોરીઓને કારણે તે પોતે પણ માને છે કે કોઈ તેને લગ્નને લાયક નથી સમજતુ. આ વાત જુદી છે કે ખુદ પોતાના આ પાત્રને લેખકે પાછળથી એક વધુ સ્પેસ સાયંટિસ્ટ (આર માઘવન) સાથે તેની વાત લગ્ન સુધી પહોંચાડીને કમજોર કરી નાખ્યો.

ફિલ્મની સ્ટોરીનો અ ઝોલ જીરોને કમજોર કરે છે.
આનંદ એલ રાય નાના શહેરોની સ્ટોરીને
મોટો વિસ્તાર આપવા માટે જાણીતા છે. જીરોમાં પણ તેમની કોશિશ આ જ રહી છે. તે શાહરૂખ ખાનના ફેંસનુ દિલ જીતવાનો પ્રયત્ન કરે છે અને પોતાના ફેંસનુ દિલ તોડી નાખે છે. સ્પેશ્યલ ઈફેક્ટ્સ દ્વારા બઉઆ બનાવવાનો પડકાર પણ તેમની સામે રહ્યો અને પડકાર એ વાતનો પણ હતો કે અનુષ્કા અને કેટરીના જેવી બે દમદાર અભિનેત્રીઓની એક જ ફિલ્મમાં બેલેંસ કેવી રીતે કરે ? પણ દરેક ક્કોઈ તો યશ ચોપડા નથી બની શકતુ ને. તો સામે આવે છે એક એવી ફિલ્મ જે મસાલાથી ભરપૂર છે પણ સાલન ગાયબ છે. આનંદ એલ રાયને આ વખતે તેમની મ્યુઝિટ ટીમનો એવો સાથ ન મળ્યો જેવો કે રાંઝણા અને તનુ વેડ્સ મનુમાં મળ્યો હતો.


જીરોમાં કલાકારો તો ઘણા આવ્યા... શ્રીદેવી છે, કાજોલ છે, રાની મુખર્જી છે, જુહી ચાવલા છે, કરિશ્મા કપૂર છે. આલિયા ભટ્ટ છે અને દીપિકા પાદુકોણ પણ છે. બસ એક વાત મીસિંગ છે.. દર્શકોને છેવટ સુધી બાંધી મુકનારી સ્ટોરી. આનંદ એલ રાયની મહેનત ફિલ્મમાં દેખાય છે અને ફિલ્મ જોતી વખતે તેમની
સાથે સહાનુભૂતિ પણ થાય છે. પણ સહાનુભૂતિથી ફિલ્મો ચાલતી નથી.
સિનેમાનુ આ કડવુ સત્ય છે અને આ સત્યનો સામનો કરવો શાહરૂખ ખાન માટે કેરિયરના ઢળતા પડાવ પર સહેલુ નહી રહે.આ પણ વાંચો :