મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

ઓમ શાંતિ ઓમ : અપેક્ષા અનુરૂપ નહી

PRP.R

નિર્માતા : ગૌરી ખાન
નિર્દેશક : ફરહા ખાન
સંગીત : વિશાલ શેખર
કલાકાર : શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, શ્રેયસ તલપદે, અર્જુન રામપાલ, કિરણ ખેર

ફરહાના મગજમાં 1975ની આસપાસ બનેલ ફિલ્મોની થોડીક યાદો છે. જ્યારે નાયિકાઓ નખરા બતાવતી હતી. હીરો શુટીંગ પર કલાકો મોડા પહોચતા હતાં. કલાકારોમાં એક પ્રકારનો ઘમંડ હતો.

ફરહાની આ ફિલ્મની શરૂઆત થાય છે 1977 થી. ઓમ પ્રકાશ માખીજા (શાહરૂખ ખાન)એક જુનિયર આર્ટીસ્ટ છે અને તેની સરનેમના કારણે તે હીરો નથી બની શકતો. તેની માને વિશ્વાસ હોય છે કે તે એક દિવસ જરૂર ફિલ્મની અંદર હિરો બનશે. તે સમયની ટોપ નાયિકા શાંતિપ્રિયા (દીપિકા પાદુકોણ)ને મનથી તે ખુબ જ પ્રેમ કરતો હોય છે.

એક સમયે શુટીંગ દરમિયાન તે આગથી ઘેરાયેલી શાંતિને પોતાના જીવની પરવા ન કરતાં તે શાંતિને બચાવે છે અને ત્યાર બાદ તેઓ દોસ્ત બની જાય છે. એક દિવસ ઓમ ચુપચાપ શાંતિ અને એક ફિલ્મ નિર્માતા મેહરા (અર્જુન રામપાલ)ની વાતો સાંભળી જાય છે. તે સમયે તેને ખબર પડે છે કે શાંતિ અને મહેરાના લગન થઈ ગયાં છે અને શાંતિ મા બનવાની છે. લગનની વાત તે દિવસોમાં ચુપ રાખવામાં આવે છે જેથી કરીને નાયિકાને કામ મળતું રહે.

મેહરા ખુબ જ મહત્વકાંક્ષી હોય છે. તે એક ધનવાન સ્ટુડિયોના માલિકની દિકરી સાથે લગ્ન કરવા માંગે છે જેથી કરીને તે સ્ટુડિયોનો માલિક બની શકે. તે શાંતિને પોતાના રસ્તા પરથી હટાવવા માટે એક ફિલ્મી સ્ટુડિયોના સેટ પર બંધ કરીને આગ લગાવી દે છે. ઓમ શાંતિને બચાવવાના પ્રયત્નમાં પોતે પણ માર્યો જાય છે.

ઓમનો નવો જ્ન્મ ત્યાર બાદ એક ફિલ્મી નેતાના ઘરમાં થાય છે. તે પણ એક ખુબ જ લોકપ્રિય હીરો બની જાય છે. નવા રૂપમાં તે ઓમ કપૂરના રૂપમાં તે 2007 નો ખુબ જ મોટો સ્ટાર છે.

એક વખત એક ફિલ્મની શુટીંગ માટે તે એ જ સ્ટુડિયોમાં જાય છે જ્યાં શાંતિને સળગાવીને મારી નાંખવામાં આવી હતી. તેને જુની વાતો યાદ આવે છે અને તે મહેરા સાથે પોતાનો બદલો લે છે. શાંતિપ્રિયા પણ નવો જ્ન્મ લઈને તેને મળી જાય છે.

ફિલ્મની વાર્તા મનમોહક દેસાઈના ફિલ્મો જેવી લાગે છે અને સુભાષ ઘાઈની કર્જથી પણ ખુબ જ પ્રભાવિત છે. આને ફરહા ખાને મજાકના અંદાજમાં ફિલ્માંકિંત કરી છે. ફરહાએ તે સમયને ફિલ્મો અને કલાકારોનો મજાક ઉડાવ્યો છે અને પોતાની ફિલ્મોને પણ તેવી રીતે જ ફિલ્માંકિંત કર્યો છે. અડધી ફિલ્મ સુધી 1977 નો સમય ચાલે છે ત્યાર સુધી ફિલ્મ પણ સારી લાગે છે.

મધ્યાંતર બાદ વાર્તા 2007 માં આવી જાય છે પરંતુ તેની ટ્રીટમેંટ 1977 વાળી જ ચાલે છે. મધ્યાંતર બાદ ફિલ્મનો મુડ ગંભીર હોવો જોઈતો હતો પરંતુ તેમાં એકદમ ફેરબદલ કરી નાંખવામાં આવ્યો છે.

વાર્તાની સાથે સાથે ફિલ્મનો ક્લાયમેક્સ પણ નબળો છે. શાહરૂખ જેવા શસક્ત હીરોને પોતાની હીરોગીરી બતાવવાની તક આપવામાં નથી આવી.

ફિલ્મની વાર્તામાં પહેલા ભાગમાં શાહરૂખનો એક તરફનો પ્રેમ દેખાડવામાં આવ્યો છે. શાહરૂખ અને દિપીકાની વચ્ચે પ્રેમની તીવ્રતા બતાવીને બંનેને મારવામાં આવતાં તો ફિલ્મનો પ્રભાવ હજું પણ વધી જતો અને દર્શકોની સહાનુભુતિ પણ બંને પ્રત્યે ઉત્પન્ન થતી. સાથે તેમનો નવો જ્ન્મ લેવાનું પણ સાર્થક લાગતું.

ફિલ્મની વાર્તાની પૃષ્ઠ ભુમિ બોલીવુડ છે એટલા માટે આમાં કરવામાં આવેલ મજાક પણ ખાસ કરીને તે લોકોણે જ સમજમાં આવશે જે બોલીવુડને નજીકથી જાણે છે. એવું લાગે છે કે ફિલ્મ બનાવતી વખતે ફર્હાએ પોતાના બોલીવુડના મિત્રોનું ધ્યાન રાખ્યું છે.

અભિનયમાં બધો જ ભાર શાહરૂખે પોતાના પર ઉપાડ્યો છે. 2007 ના ઓમની તુલનમાં તે 1977 વાળા ઓમના રૂપમાં વધું સારા લાગે છે. દિપીકાની અંદર ફુલો જેવી તાજગી છે. તે સુંદર હોવાની સાથે સાથે પ્રતિભાશાળી પણ છે. ખલનાયકના રૂપમાં અર્જુન રામપાલ પોતાનો પ્રભાવ છોડવામાં સફળ રહ્યાં છે. શ્રેયસ તળપદે, કિરણ ખેર અને જાવેદ ખાને પણ પોતાના રોલ સારા ભજવ્યાં છે.

એક ગીતની અંદર બોલીવુડના બધા જ મોટા સ્ટારને લઈને શાહરૂખ અને ફરહાએ બોલીવુડમાં પોતાનો પ્રભાવ દર્શાવ્યો છે.