સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

કમ્બખ્ત ઈશ્ક : કમ્બખ્ત ફિલ્મ

P.R
બૈનર : નાડિયાડવાલા ગ્રેંડસન એંટરટેનમેંટ, ઈરોજ એંટરટેનમેંટ
નિર્માતા : સાજિદ નાડિયાડવાલા
નિર્દેશક : સાબિર ખાન
ગીતકાર : આરડીબી, અંવિતા દત્ત ગુપ્તા, સાબિર ખાન
સંગીત : આરડીબી, અનૂ મલિક, સુલેમાન મર્ચેન્ટ
કલાકાર : અક્ષય કુમાર, કરીના કપૂર, આફતાબ શિવદાસાની, અમૃતા અરોરા, સિલ્વેસ્ટર સ્ટેલૉન, બ્રાંડન રાઉથ, ડેનિસ રિચર્ડસ, કિરણ ખેર, જાવેદ જાફરી, બોમન ઈરાની
રેટિંગ : 2/5

'કમ્બખ્ત ઈશ્ક' જોયા પછી એવું લાગે છે કે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાંથી રોડ સાઈડ ઢાબાનું ખાવાનું ખાઈને બહાર નીકળ્યાં હોય. નિર્માતા સાજીદ નડિયાદવાલાએ ફિલ્મ પર દિલ ખોલીને પૈસા ખર્ચ્યા છે. દરેક ફ્રેમ સુંદર દેખાય છે. જ્યાં એક રૂપિયાથી કામ ચાલે તેવુ હતું ત્યાં તેમણે દસ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ વાર્તા, સ્ક્રીનપ્લે અને નિર્દેશન નબળુ હોવાને લીધે પૈસાનું પાણી થઈ ગયું હોય તેવું લાગે છે.

P.R
આ ફિલ્મને સિંહ ઈઝ કિંગ કે ગોલમાલની શ્રેણી સાથે સરખવવામાં આવે છે, જેમાં માઈંડલેસ એંટરટેનમેંત હતું. પરંતુ તે ફિલ્મોમાં હસવાનું કઈક કારણ હતું. 'કમ્બખ્ત ઈશ્ક'માં એવી કોઈ પણ વસ્તુ નથી દેખાતી.

વાર્તા છે બે વિચિત્ર વ્યક્તિઓની. વિરાજ શેરગીલ (અક્ષય કુમાર) એક સ્ટંટમેન છે. સામાન્ય નહી હોલીવુડનો. છોકરીઓ તેને માત્ર સેક્સ કરવા માટે જ સારી લાગે છે. પ્રેમ, લગ્ન જેવા શબ્દો પર તેને વિશ્વાસ નથી. સિમરીટા એટલે કે બેબો (કરીના કપૂર) સર્જન બનાવાના પ્રયર્નો કરી રહી હોય છે. મન થાય ત્યારે મોડલિંગ કરી લે છે. પુરૂષોથી તેને નફરત છે કેમકે તેની બહેન અને માઁ ને પુરૂષોએ દગો કર્યો હતો. વિરાજ અને બેબો હંમેશા ટકરાતા રહે છે અને એકબીજાને કુતરો-કુતરી જેવા શબ્દો વડે સંબોધિત કરે છે.

બેબોની ખાસ મિત્ર કામીની (અમૃતા અરોરા) વિરાજના ભાઈ (આફતાબ શિવદાસાની) સાથે લગ્ન કરે છે. બેબો તેના લગ્ન તોડવા માટે દરેક પ્રયત્નો કરે છે. તે દરમિયાન એક સ્ટંટ સિન વખતે વિરાજ ઘાયલ થઈ જાય છે. બેબો તેનું ઓપરેશન કરે છે અને તે દરમિયાન ભુલથી તેની ઘડિયાળ વિરાજના પેટમાં રહી જાય છે. બેબોને ડર લાગે છે કે ક્યાંક તેનું કેરિયર ખત્મ ન થઈ જાય તેથી તે વિરાજ સાથે પ્રેમનું નાટક કરે છે અને ફરીથી ઓપરેશન કરીને ઘડિયાળ કાઢી લે છે. બેબોના નાટકને વિરાજ પ્રેમ માની લે છે. જ્યારે તેને હકીકત વિશે જાણ થાય છે ત્યારે તે હોલીવુડની અભિનેત્રી ડેનિસ રિચર્ડસ સાથે લગ્નની ઘોષણા કરી લે છે. આ બાજુ બેબોને અનુભવ થાય છે કે તે વિરાજને પ્રેમ કરવા લાગી છે. લગ્નના મંડપમાં બેબો પહોચી જાય છે અને વિરાજ, ડેનિસને છોડીને બેબોને સ્વીકારી લે છે.

P.R
આટલી બધી ખરાબ વાર્તાને લખવા માટે પણ ત્રણ લોકો (અવિંતા દત્ત ગુપ્તા, ઈશિતા મોહિત્રા અને સાબિર ખાને) મહેનત કરી છે. આ વાર્તાને વિસ્તાર આપવા માટે સ્ક્રીનપ્લે પર અમુક ખરાબ હાસ્ય દ્રશ્ય રચવામાં આવ્યા છે. એક સિંધીના રૂપમાં તેમણે જે કોમેડી કરી છે તે ખુબ જ વાસી લાગે છે.

વિરાજ અને બેબો એકબીજાને ખુબ જ નફરત કરે છે, પરંતુ અચાનક તેમના હૃદય પરિવર્તનની પાછળ કોઈ ખાસ કારણ નથી દેખાતું. ફિલ્મના ક્લાઈમેક્સમાં વિરાજ ડેનિસ સાથે લગ્ન કરી રહ્યો હોય છે. તે બેબોના પહોચવા પર ડેનિસનો સાથ છોડીને બેબોનો હાથ પકડી લે છે. કેમ? શું કારણ બતાવીએ તે નિર્દેશક અને લેખક પણ નથી વિચારી શક્યાં. તેમણે એક વિચાર દોડાવ્યો. અક્ષય અને ડેનિસની વચ્ચે એક દ્રશ્ય ફિલ્માવ્યું જેની અંદર બંને વાતો કરતા રહે છે. તેઓ શું વાતો કરી રહ્યાં હતાં તે નિર્દેશક ન સાંભળી શક્યાં કેમકે બેકગ્રાઉંડ મ્યુઝીકની પાછળ તેમના અવાજને સંતાડી દેવામાં આવ્યો હતો.

નિર્દેશક સાબિર ખાનને જે અવસર મળ્યો તે કરોડોમાં એકાદ વ્યક્તિને જ મળે છે. સાજીદ જેવા નિર્માતા, બોલીવુડ અને હોલીવુડના નામના કલાકાર, બજેટની કોઈ ચિંતા નહિ. આટલા બધા સંસાધનો હોવા છતાં પણ સાબિર મનોરંજક ફિલ્મ ન બનાવી શક્યાં. મધ્યાંતર સુધી ફિલ્મની અંદર એક બે જગ્યાએ હાસ્ય આવી જાય છે, પરંતુ ઈંટરવલ પછી ફિલ્મ બોર કરે છે.

અનૂ મલિકનું સંગીત આ ફિલ્મનો એક માઈનસ પોઈંટ છે. એકથી એક બેસુરી ધૂન તેમણે બનાવી છે. ફિલ્મની અંદર અમુક એક્શન દ્રશ્ય પણ છે, પરંતુ તે એક સ્ટંટમેન કરી રહ્યો છે અને તેને ફિલ્મની શુટિંગ માટે ફિલ્માવવામાં આવે છે તેથી તે નકલી લાગે છે.

P.R
અક્ષય કુમારે હવે કંઈક નવું કરવું જોઈએ અને વિચારવું જોઈએ. આ રીતની ફિલ્મો જો તેઓ સતત કરતા રહેશે તો ઝડપથી પોતાની સ્ટાર વેલ્યુને ગુમાવી દેશે. અક્ષયને દર્શકો કોમેડીના રોલમાં પસંદ કરે છે પરંતુ તેમણે ફિલ્મોની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કરીના કપૂરને ગ્લેમરસ દેખાવું હતું, તો તે દેખાય છે.

અમૃતા અરોરાને એક્ટિંગ નથી આવડતી તે ફરીથી એક વખત સાબિત થઈ ગયું. બોમન ઈરાની, કિરણ ખેર જેવા કલાકારોએ નાના નાના રોલ પૈસા માટે કર્યા છે. સિલ્વેસ્ટર સ્ટેલૉન, ડેનિસ રિચર્ડન, બ્રાંડન રાઉથે કદાચ આ ફિલ્મને બોલીવુડના પ્રેમ ખાતર કરી હશે.

બધુ મળીને જોઈએ તો 'કમ્બખ્ત ઈશ્ક' જોયા બાદ દર્શકો નિરાશાની સાથે સિનેમા હોલ છોડે છે કેમકે જે ઉપેક્ષા લઈને તેઓ અંદર ગયા હતાં તે ફિલ્મ પુર્ણ નથી કરી શકી.