મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

'જોધા અકબર' ની પ્રેમકથા

IFM
નિર્માતા : આશુતોષ ગોવારીકર - રોની સ્ક્રૂવાલ
નિર્દેશક : આશુતોષ ગોવારીક
સંગીત : એ.આર. રહેમાન
કલાકાર : રિતિક રોશન, એશ્વર્યા રાય, કૂલભૂષણ ખરબંદા, ઈલા અરુણ, સોનૂ સૂદ. કૂલભૂષણ ખરબંદા, ઈલા અરુણ, નિકિતિન ધીર, પ્રમોદ માઉથો.

આશુતોષ ગોવારીકર પોતાની ફિલ્મોને વિસ્તારથી બનાવે છે. 'જોધા અકબર'ની પ્રેમ કથાને પણ તેમણે લગભગ પોણા ચાર કલાકની બનાવી છે.

ઈતિહાસમાં કલ્પનાનો સમાવેશ કરીને સોળમી સદીની આ પ્રેમકથાને પડદા પર રજૂ કરવામાં આવી છે. ફિલ્મકારનું માનવુ છે કે જોધા-અકબરની પ્રેમ કથાને એ શ્રેય નથી મળ્યો, જે મળવો જોઈએ હતો. જોધાના પ્રેમને કારણે અકબરના વિચારોને એક નવી દિશા મળી અને બીજી બાજુ બે જુદી જુદી ધર્મ અને સંસ્કૃતિઓનો મેળાપ પણ થયો.

ફિલ્મની શરૂઆતમાં જ જે ભીષણ યુધ્ધ થાય છે તેને જોતાં જ ફિલ્મની ભવ્યતાનો અંદાજ આવી જાય છે. આ યુધ્ધનુ ફિલ્માંકાન એટલુ શાનદાર છે કે મોઢામાંથી વાહ નીકળી જાય છે. આ પછી બાળક અકબરને બતાવવામાં આવ્યો છે જે યુધ્ધમાં થતી હિંસાનો વિરોધી છે. પરંતુ તેના સહયોગી તેના નામે પોતાની ક્રૂરતાને અંજામ આપે છે. અહીંથી જ વાર્તા એકદમ યુવા અકબર પર કૂદી પડે છે, જે પોતાના નિર્ણયો જાતે લેવાનુ નક્કી કરે છે.

આમેરના રાજા ભારમલ (કૂલભૂષણ ખરબંદા) પોતાના રાજ્યની પ્રજાના હિતોને ધ્યાનમાં રાખતા મોગલો સાથે મૈત્રી કરવાનો નિર્ણય લે છે. ભારમલની ઈચ્છા છે કે તેમની છોકરી જોધા(એશ્વર્યા) સાથે અકબર લગ્ન કરે. જોધાને જોયા વગર જ અકબર તેની સાથે લગ્ન કરવા રાજી થઈ જાય છે.

IFM
જોધા લગ્ન પહેલા અકબરની સામે બે શરત મૂકે છે. એક તો એ કે તે પોતાનો ધર્મ નહી બદલે અને બીજી એ કે તેને મહેલની અંદર એક મંદિર બનાવી આપવામાં આવશે. અકબર બધી શરતો સ્વીકારી લે છે. એક હિન્દૂ છોકરી સાથે લગ્ન કરવાને કારણે કટ્ટરપંથીઓ અકબરથી નારાજ થાય છે.

લગ્ન પછી જોધા અકબરથી દૂર દૂર રહે છે. તે કહે છે કે વિજય મેળવવો અને મન જીતવુ એ બંને જુદી વાત છે. પછી શરૂ થાય છે અકબર અને જોધાની પ્રેમકથા. આ મુખ્ય પ્રેમકથાની સાથે સાથે રાજનીતિ, ષડયંત્રની ઉપકથાઓ ચાલતી રહે છે.

ફિલ્મમાં અકબર અને જોધાના વ્યક્તિત્વ પર પણ પ્રકાશ બતાવવામાં આવ્યો છે અકબર એક ન્યાયપ્રિય હોવાની સાથે સાથે બધા ધર્મો પ્રત્યે આદરભાવ રાખતો હતો. જોધાએ કહેલુ વાક્ય 'વિજય મેળવવો, અને દિલ જીતવુ બંને અલગ અલગ વાત છે' અકબરના મન પર ઊંડી અસર કરે છે. તે પ્રજાની વચ્ચે જઈને તેમની હાલત વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. હિન્દુ તીર્થ યાત્રીઓ પર લાગનારો કર હટાવે છે અને લોકોનું મન જીતે છે. તે હિન્દુસ્તાનને પોતાનો દેશ માને છે. તેના વિચાર આજે પણ સામયિક છે.

રાજકુમારી જોધાને રાજપૂતના તેવર સાથે રજૂ કરવામાં આવી છે. આત્મસમ્માનવાળો ગુણ તેમા ફૂટી ફૂટીને ભર્યો હતો. તેને નીડર થઈને મોગલ સમ્રાટ અકબરની સામે પોતાની શરતો મૂકી, અને મનાવવામાં સફળ પણ થઈ. તલવારબાજી અમે ઘોડેસવારીમાં નિપણુ જોધા એક બહારુર સ્ત્રી હતી.

ફોટોગેલેરી માટે અહીં ક્લિક કરો.

આશુતોષ ગોવારીકરની આ ફિલ્મમાં ભવ્યતા જોવા મળે છે. આ ફિલ્મ દ્વારા જાણવા મળે છે કે તેમણે આ ફિલ્મ માટે કેટલી શોધ કરી હશે. આમ છતા, ઘણી ખામીઓ પણ છે. પટકથા સારી છે પણ શાનદાર નથી. આ ફિલ્મમાં જબરદસ્ત નાટક રજૂ થઈ શકતુ હતુ. પરંતુ આશુતોષે ઊંડાણમાં જવાને બદલે માત્ર મનોરંજનને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી. તેમની લવસ્ટોરી તો સારી છે પણ દિલને સ્પર્શી જાય તેવી નથી. આશુતોષે તે સમયના સંજોગોના ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી કર્યો.

આ ફિલ્મનો બીજો કમજોર પક્ષ છે તેના સંવાદો. આ પ્રકારની ફિલ્મોના સંવાદો તો એકદમ દમદાર અને અસરદાર હોવા જોઈએ જેને સાંભળીને જ તાળીઓ પાડવા મજબૂર કરી દે. પણ આ પ્રકારના સંવાદો ફિલ્મમાં ખૂબ જ ઓછા છે. સંવાદમાં એકદમ સરળ હિન્દી અને સામાન્ય ઉર્દૂ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને સમજવામાં કોઈ તકલીફ થતી નથી.

IFM
ફિલ્મના કેટલાક દ્રશ્યો ઉલ્લેખનીય છે. જેવા કે જોધા દ્વારા અકબરનુ નામ લખવુ અને અભણ હોવાને કારણે અકબરનું તેને વાંચવામાં અસમર્થ હોવું. તે જોધાને વાંચવાનુ કહે છે અને જોધા વિચિત્ર પરિસ્થિતિમાં ફંસાય જાય છે કે એક હિન્દૂ સ્ત્રી પોતાના પતિનુ નામ કેવી રીતે લે.

જોધા દ્વારા લગ્ન પહેલા અકબર સામે શરતો મૂકવી.

રસોડામાં જોધા દ્વારા અકબર માટે જમવાનુ બનાવવું. ત્યાં તેનુ અકબરની દાઈ માઁ (ઈલા અરુણ)સાથે વાક યુધ્ધ. ત્યારબાદ તેનુ બધાની સામે જમવાનુ ચાખવુ અને સાબિત કરવુ કે તેણે આ રસોઈમાં કશુ નથી ઉમેર્યુ અને અકબરનુ ત્યારબાદ તે જ થાળીમાં ભોજન કરવુ. છેલ્લે અકબર અને શરીબુદ્દીનની વચ્ચે લડાઈ.

અકબરના વેશમાં ઋત્વિક થોડા અસ્વસ્થ લાગ્યા. તેઓ અકબર કરતા ઋત્વિક વધુ લાગતા હતા. એશ્વર્યા રાય સામે ફીકા લાગ્યા. પહેલી જ એંટીમાં દર્શકો તેને જોધાના રૂપમાં સ્વીકારી લે છે. અભિનયની દ્રષ્ટિએ 'જોધા અકબર' એશ્વર્યાની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ગણાશે.

સોનૂ સૂદ(રાજકુમાર સુજામલ), ઈલા અરુણ(મહામ અંગા). કૂલભૂષણ ખરબંદા (રાજા ભારમલ), નિકિતન ઘીર(શરીફુદ્દીન), ઉરી(બૈરમ ખાન), પ્રમોદ માઉથો(ટોડરમલ)નો અભિનય પણ શ્રેષ્ઠ છે. નીતા લુલ્લાનો કોસ્ટ્યૂમ ઉલ્લેખનીય છે. કિરન દેઓહંસનુ કેમરાવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરનું છે.

એ.આર.રહેમાન નુ સંગીત ફિલ્મ જોતી વખતે વધુ સારુ લાગે છે. 'જશ્ને બહારા'. 'અજીમ ઓ શાન શહંશાહ' અને 'ખ્વાજા મેરે ખ્વાજા' સાંભળવા લાયક છે. રહેમાનનુ બેકગ્રાઉંડ સંગીત ફિલ્મની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે.

IFM
ફિલ્મ થોડી લાંબી છે પણ બોરિંગ નથી લાગતી. જો ફિલ્મનુ સંપાદન કરીને તેને ત્રીસ મિનિટ નાની કરી દે તો ફિલ્મ વધુ સારી લાગશે.

'જોધા અકબર' એકવાર જરૂર જોવી જોઈએ. એવુ લાગે છે કે ટાઈમ મશીનમાં બેસીને આપણે સોળમી સદીમાં પહોંચી ગયા છે, અને બધુ આપણી નજરો સમક્ષ થઈ રહ્યુ છે.