મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

દર્શકો થશે 'કિડનેપ'

IFM
નિર્માતા : શ્રી અષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડ
નિર્દેશક : સંજય ગઢવી
ગીત : મયૂર પુરી
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : સંજય દત્ત, ઈમરાન ખાન, મિનિષા લાંબા, વિદ્યા માલવદે, રાહુલ દેવ, રીમા લાગૂ, સોફી ચૌધરી(વિશેષ ભૂમિકા)

રેટિંગ 1.5/5

નિર્દેશક સંજય ગઢવીની પાસે 'કિડનેપ' ની સમીક્ષા પાંચ વર્ષથી હતી. આ પટકથા પર તેમણે આદિત્ય ચોપડાને ફિલ્મ નહી બનાવવા દેધી અને તેના બદલે તેમની પાસેથી 'ધૂમ' અને 'ધૂમ 2' નું નિર્દેશન કરાવ્યુ.

જ્યારે સંજયે યશરાજ ફિલ્મસને છોડી તો આદિત્યએ ખૂબ જ સરળતાથી તેમણે 'કિડનેપ'ની પટકથા પણ આપી દીધી. આદિત્ય ચતૂર વ્યવસાયી છે, જો તેમણે 'કિડનેપ'માં વાર્તા અને પટકથામાં દમ લાગ્યો હોત તો તેમ તેઓ પોતે આની પર પૈસા લગાવતા. 'કિડનેપ'ને થ્રિલર કહીને રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમા એક પણ એવી ક્ષણ નથી કે જે કોઈ પણ રીતે રોમાંચિત કરે.

વાર્તાનો મૂલ વિચાર સારો છે કે અપહરણકર્તાઓએ અરબપતિની છોકરીને કિડનેપ કરી છે અને બદલામાં તેઓ તેની પાસે કાંઈક કામ કરાવડાવે છે. દરેક કામમાં એક સંકેત છુપાયો છે, જે તેને પોતાની પુત્રીની નજીક પહોંચાડવામાં મદદ કરે છે.

આ વાર્તાને પડદા પર રજૂ કરવા માટીક શ્રેષ્ઠ સ્ક્રીનપ્લેની જરૂર હતી અને અહીં જ ફિલ્મ માર ખાઈ જાય છે. એવુ લાગે છે કે નિર્દેશક અને લેખકને આ વાર્તા સાથે વિશેષ પ્રેમ હતો તેથી જ તેમણે આની પર ફિલ્મ બનાવી નાખી.

વિક્રાંત રેના (સંજય દત્ત) એક શ્રીમંત માણસ છે. તેની પુત્રી સોનિયા (મિનિષા લાંબા)ને કબીર (ઈમરાન ખાન) અપહરણ કરી લે છે. કબીર ફક્ત વિક્રાતની સાથે જ વાત કરે છે અને તેની પાસેથી થોડાક કામ કરાવે છે. કેવી રીતે વિક્રાંત કબીરની પાસે પહોંચી જાય છે, તે આ ફિલ્મમાં ખૂબ જ હાસ્યાસ્પદ રીતે રજૂ કરવામાં આવ્યુ છે.

P.R
શિબાની બાઠીજા અને સંજય ગઢવીએ દર્શકોને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે અને કેટલીક એવી ઘટનાઓ ફિલ્મના નાખી છે કે આશ્ચર્ય થાય છે વિક્રાંત પાસેથી કબીર હજારની નોટ ચોરી કરાવે છે. બધી સુરક્ષાની હદ પાર કરીને વિક્રાંત જે રીતે ચોરી કરે છે, તે કોઈ પણ દ્રષ્ટિએ શક્ય નથી. સૌથી મોટો પ્રશ્ન તો એ થાય છે કે કબીરે ક્યારે એ હજારની નોટ પર સંદેશ લખીને ત્યાં છુપાવી દીધો હતો.

વિક્રાંત દ્વારા કબીર જેલમાંથી પોતાના મિત્રને છોડાવે છે. વિક્રાંતની પત્ની માનવધિકારની કાર્યકર્તા બનીને ખૂબ જ સરળતાથી જેલમાં ધૂસી જાય છે. કબીર ખૂબ જ સરળતાથી કેદી સુધી પહોંચી જાય છે. જેલમાં આગ લગાવી દે છે અને ખબર નહી ક્યાથી તેને ફાયર બ્રિગેડના કર્મચારીનો ડ્રેસ પણ મળી જાય છે, અને તે આગ ઓલવે છે. જો આટલી સરળતાથી કેદીઓને છોડાવવા સરળ હોત તો આજે મોટા ભાગના કેદી જેલની બહાર હોત.

કબીર કેમ બદલો લે છે, એ વાતને લઈને ઘટનાક્રમ રચ્યો છે જે ખૂબ જ બકવાસ છે અને ફિલ્મ 'જિંદા'ની યાદ અપાવે છે. કબીર સાત વર્ષ જેલમાં કાઢે છે. ખબર નહી તેને આટલો સમય કેવી રીતે મળી જાય છે કે તે ભણી-ગણીને કોમ્પ્યૂટરનો માસ્ટર બની જાય છે.

કિડનેપ થયા પછી સોનિયા દરેક દ્રશ્યમાં ડ્રેસ બદલે છે. કદાચ તેને માટે આ ડ્રેસીસ કબીર જ લાવ્યો હશે. તેના દરેક ડ્રેસ એટલા ટૂંકા હોય છે કે તે વ્યવસ્થિત રીતે પોતાનુ શરીર પણ નથી ઢાંકી શકતી.

ફિલ્મમાં છેવટે સોનિયાને ભાગવાની તક મળીજાય છે, પરંતુ તે ઘાયલ કબીરના હોશમાં આવવાની રાહ જુએ છે. તે બંદૂક તેની એટલી નજીકથી ચલાવવાનો પ્રયત્ન કરે છે કે જેથી કબીર તેને પકડી સકે. ફિલ્મની શરૂઆત એક ગીતથી થાય છે જેનો ફિલ્મની વાર્તા સાથે કોઈ સંબંધ નથી. ફિલ્મના ક્લાયમેક્સમાં સંજય દત્ત, ઈમરાન ખાન પર ગોળી ચલાવે છે અને તે પડી જાય છે. તે કેવી રીતે બચે છે તે વિશે કશુ જ નથી બતાવ્યુ. સંજય દત્ત અને તેની પત્ની વચ્ચે છુટાછેડા કેમ થાય છે તેનુ કોઈ પાકું કારણ નથી બતાવ્યુ. ફિલ્મનો અંત ખૂબ જ ખરાબ છે.
P.R

સંજય ગઢવીની 'ધૂમ' અને 'ધૂમ 2' પણ સશક્ત ફિલ્મો નહોતી પણ ખબર નહી કદાચ થોડું નસીબ તો થોડીક સ્ટાર્સના આકર્ષણને કારણે તે ફિલ્મો ચાલી ગઈ. 'કિડનેપ'માં તેમની પોલ ખુલી ગઈ. આખી ફિલ્મ ખૂબ જ લાંબી અને ઉબાઉ છે.

સંજય દત્ત આખી ફિલ્મમાં અસહજ જોવા મળ્યા. ઈમરાન વધુ પડતા ટેંશનમાં જોવા મળ્યા. તેમણે સંવાદ બોલવા તરફ ધ્યાન આપવુ પડશે. મિનિષા લાંબાએ આખી ફિલ્મમાં અંગ પ્રદર્શન કર્યુ છે. રાહુલ દેવનુ ચરિત્ર તેમાં ઠુસ્યુ છે. વિદ્યા માલવદે, મિનિષાને મમ્મી કરતા તેની બહેન વધુ લાગે છે.

બધુ મળીને 'કિડનેપ' ફિલ્મને જોઈને લાગે છે કે દર્શકોને થોડાક કલાકો માટે કિડનેપ કરી લીધા છે.