મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

દસ કહાનિયા:ચારશ્રેષ્ઠ,ત્રણ ઠીક.ત્રણ બેકાર

લધુ ફિલ્મોને જોવામાં તેવી જ મજા આવે છે જેવી ક્રિકેટના તાજુ નવુ રૂપ 20-20 ક્રિકેટ મેચ જોવામાં મળે છે. ભારતમા લધુ ફિલ્મોનું પ્રચલન બિલકુલ નથી. કેટલીય લધુ ફિલ્મો એ સંદેશો આપી જાય છે જે ત્રણ કલાકની ફિલ્મો પણ નથી આપી શકતી. રામગોપાલ વર્માએ નાની ફિલ્મોને જોડીને એક ફિલ્મને રજૂ કરવાનો પ્રયત્ન પહેલા કર્યો હતો. આ વખતે સંજય ગુપ્તાએ કર્યો છે. 'દસ કહાનિયા'માં તેમણે દસ થી બાર મિનિટની દસ વાર્તાઓને રજૂ કરી છે.

P.R
1) રાઈસ પ્લેટ
નિર્દેશક - રોહિત રોય
કલાકાર - શબાના આઝમી, નસીરુદ્દીન શાહ.
'દસ કહાનિયા' ની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી એક 'રાઈસ પ્લેટ' છે. માણસ ધર્મ-કર્મની વાતો પણ ત્યારે જ કરી શકે છે જ્યારે તેનું પેટ ભરેલું હોય. આ સંદેશ ફિલ્મમાં ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. રોહિત દ્રારા નિર્દેશિત આ ફિલ્મ બાંધીને મુકે છે. શબાના આઝમી કેટલી ઉચ્ચ કોટિની અભિનેત્રી છે, આ વાત થોડાક દ્રશ્યો દ્રારા જ ખબર પડી જાય છે.

2) સેક્સ ઓન ધ બીચ
P.R
નિર્દેશક - અપૂર્વ લાખિયા
કલાકાર - ડોનો મારિયા, તરીન
આ લધુ ફિલ્મમાં કોઈ નવીનતા નથી અને આપણે આ પ્રકારની કેટલીય વાર્તાઓ પડદાં પર જોઈ ચૂક્યા છે. ફિલ્મને રહસ્યમય બનાવવાની કોશિશ કરવામાં આવી છે, પણ એક મિનિટમાં જ તેનો અંત ખબર પડી જાય છે. ડિનોનો અભિનય ઠીક છે, પણ તરાનાએ અભિનય ઓછો અને અંગ પ્રદર્શન વધુ કર્યુ છે.

3) લવડેલ
P.R
નિર્દેશક - જસમીત
કલાકાર - નેહા ઓબેરોય, આફતાબ શિવદાસાની, અનુપમ ખેર, અનુરાધા સિંહ
જસમીત દ્રારા નિર્દેશિત ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે નસીબ અને સંજોગની પણ જીંદગીમાં મહત્વની ભૂમિકા છે. કેટલીક ક્ષણો તમારી જીંદગી બદલી નાખે છે. અનૂયાની મુલાકાત એક ટ્રેનમાં બેસેલી કે સ્ત્રી જોડે થાય છે. અને તેની જીંદગી જ બદલાય જાય છે. આ વાર્તાના સંવાદ ખૂબ સારા છે. આફતાબનું પાત્ર અનોખુ છે. તેની કોઈ ઈચ્છા કે મહત્વાકાંક્ષા નથી. તે દરેક પળને પોતાના મુજબ નહી પણ પળ મુજબ પોતાને ઢાળે છે. આફતાબ અને નેહાનો અભિનય શ્રેષ્ઠ છે.

4) મેટ્રિગોન
P.R
નિર્દેશક - સંજય ગુપ્તા
કલાકાર - મંદિરા બેદી, સુધાંશુ, અરબાજ ખાન.
પતિને પાસે સમય નથી અને પત્ની પાસે સમય જ સમય છે. બંને બોરિંગ જીંદગી જીવી રહ્યા છે. પોતાની જીંદગીમાં રંગ ભરવા માટે તેઓ પરસ્પર પ્રેમનું નાટક કરવાની રમત રમે છે, અને એક બીજાને દગો કરે છે. દરેક દ્રષ્ટિએ આ ફિલ્મ મધ્યમ છે.

5) ગુબ્બારે
P.R
નિર્દેશક - સંજય ગુપ્તા
કલાકાર - નાના પાટેકર, રોહિત રોય, અનિતા.
'ગુબ્બારે' ભાવનાઓથી ભરેલી છે. તેની પટકથા અને સંવાદ ગુલઝારે લખ્યા છે. પતિ-પત્ની જો હિસાબ લગાવવા શરૂ કરી દે તો તેમને ખબર પડે કે અડધાથી પણ વધુ જીંદગી તો તેમને એકબીજાથી રિસાવવામાં અને એકબીજાને મનાવવામાં જ બરબાદ કરી છે. નાના પાટેકર એક સંવાદ બોલે છે 'જિંદગી એટલી લાંબી નથી જેટલી લાગે છે'.

પ્રેમને માટે અમારી પાસે જે થોડો સમય છે, તેને પણ લડવા-ઝઘડવામાં કાઢી નાખીએ છીએ. 'ગુબ્બારે'નો આ સંદેશ સીધો દિલને સ્પર્શી લે છે. આ ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાએ પોતાની પત્નીને ધ્યાનમાં મૂકીને બનાવી છે, જેની સાથે તેમનો વારંવાર ઝઘડો થાય છે. નાના પાટેકરનો અભિનય જોવા લાયક છે.

6) પૂરણમાશી
P.R
નિર્દેશક - મેધના ગુલઝાર
કલાકાર - અમૃતા સિંહ, મિનિષા લાંબા, પરમીત સેઠી
વર્ષોથી પોતાની ઈચ્છાઓને દબાવીને બેસેલી માઁ જ્યારે તેને પૂરી કરે છે તો તેની અસર તેની છોકરીની જીંદગી પર પડે છે. સ્ત્રી પોતાનુ અસ્તિત્વ માઁ, દીકરી, અને પત્નીની ભૂમિકામાં ગુમાવી દે છે. ફિલ્મની વાર્તા શ્રેષ્ઠ છે. અને મેઘના ગુલઝારે તેને પડદાં પર પ્રભાવિતશાળી રીતે રજૂ કરી છે.

7) સ્ટ્રેજર્સ ઈન ધ નાઈટ
P.R
નિર્દેશક - સંજય ગુપ્તા
કલાકાર -નેહા ધૂપિયા, મહેશ માંજરેકર
પતિ-પત્ની લગ્નની દરેક વર્ષગાંઠે એકબીજાને પોતાનુ એક રહસ્ય બતાવે છે. પત્ની પોતાનુ રહસ્ય બતાવવાનુ શરૂ કરે છે અને પતિ પોતાના વિકૃત મગજથી કાંઈક બીજી જ કલ્પનાઓ કરવા માંડે છે. પણ એ જે વિચારે છે તેવુ કશુ જ હોતુ નથી. આ લધુ કથા નબળી છે. અને સંજય ગુપ્તા આને વ્યવસ્થિત રીતે રજૂ નથી કરી શક્યા. મહેશ માંજરેકર અને નેહા ધૂપિયા પતિ-પત્ની ઓછા અને દાદા-પૌત્રી વધુ લાગે છે.

8) રાઈઝ એંડ ફોલ
P.R
નિર્દેશક - સંજય ગુપ્ત
કલાકાર - સંજય દત્ત, સુનીલ શેટ્ટ
આ ફિલ્મથી એ સંદેશો મળે છે કે અપરાધ કદી પુરો નથી થતો, ફક્ત અપરાધીઓ બદલતા રહે છે. વાર્તા પર તકનીકી ભારે પડી રહી છે. તેથી આ દસ મિનિટની ફિલ્મમાં પણ દર્શકો બોર થઈ જાય છે.

9) હાઈ ઓન ધ હાઈવ
P.R
નિર્દેશક - હંસલ મહેત
કલાકાર - જિમી શેરગિલ, માસૂમ
આ લધુ ફિલ્મ 'દસ કહાનિયા'ની નબળી ફિલ્મોમાંથી એક છે. શરૂઆત અને અંત વગરની આ વાર્તામાં કશુ જ સારુ નથી. બે જવાબદારની જીંદગી જીવવાના પરિણામ તરફ આંગળી ચીંધતી આ ફિલ્મ બનાવવામાં પણ નિષ્કાળજી કરી છે.

10) જાહિર
P.R
નિર્દેશક - સંજય ગુપ્તા
કલાકાર - દીયા મિર્જા, મનોજ વાજપેયી
આ ફિલ્મની વાર્તા ફૂટપાથ પર વેચાતી સસ્તી પત્રિકાઓમાં છપાયેલી વાર્તા જેવી છે. સારી શરૂઆત થયા પછી આ ફિલ્મ એકદમ હલકા સ્તર પર ઉતરી જાય છે. લાગે છે કે આને ફક્ત ખાલી જગ્યા ભરવા માટે બનાવવામાં આવી છે.