સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

બાળકોને ગમશે 'જમ્બો'

IFM
એનિમેશન ફિલ્મ જોતા સમયે આપણને આપણામાં છુપાયેલુ બાળપણ જગાડવું પડે છે, ત્યારે જ તમે આ ફિલ્મોને પૂરી રીતે માણી શકો છો. સાથે-સાથે ફિલ્મમાં પણ એવી પકડ હોવી જોઈએ કે તે દર્શકોને લગભગ બે કલાક સુધી બાંધી શકે.

પરસેપ્ટની ફિલ્મ 'જંબો' એટલી મનોરંજક નથી, જેટલી કે 'હનુમાન' હતી, જેણે ભરતમાં એનિમેશન ફિલ્મોના દરવાજા ખોલ્યા, પરંતુ એ એનિમેશન ફિલ્મો કરતા તો સારી છે જે થોડા દિવસો પહેલા રજૂ થઈ હતી.

'ચાઓ પ્રાયા પ્રાહ હાંગસાવાદી' નામની વાર્તા પર આધારિત 'જંબો' જયવીર ઉર્ફ જંબો નામના એલિફેંટની વાર્તા છે જે પોતાના પિતાની શોધ કરી રહ્યો છે. પોતાની આ યાત્રા દરમિયાન તે એક દયાળુ હાથીયોના પ્રશિક્ષક સંદેશ મોકલનારા પક્ષી અને એક ફીમેલ એલિફેંટને મળે છે. સાથે સાથે તે એક યુધ્ધમાં લડનારો હાથી બની જાય છે અને દુશ્મોનોથી પોતાના રાજ્યની રક્ષા કરે છે.

'ધ લોયન કિંગ'ને 'જંબો' મળતી આવે છે. શરૂઆતમાં ફિલ્મ પોતાની પકડ નથી બનાવી શકતી, પરંતુ જ્યારે જંબોને રાજા દુશ્મનો સાથે લડવા માટે પસંદ કરે છે, ત્યારે દર્શકોને ફિલ્મમાં રસ જાગે છે. એનિમેશનની ગુણવત્તા 'ધ લોયન કિંગ' કે 'ફાઈડિંગ નેમો' જેવી નથી. પરંતુ તાજેતરમાં જ જોવાયેલી એનિમેશન ફિલ્મો કરતા સારી છે.

બદલો, રોમાંસ, એક્શન જેવી હિન્દી ફિલ્મોના તત્વ 'જંબો'માં પણ છે. આ સાથે જ એક ગીત અને કેટલાક દ્રશ્યો અક્ષય કુમાર પર ફિલ્માવ્યા છે. અક્ષય, ડિમ્પલ કાપડિયા, રાજપાલ યાદવ, ગુલશન ગ્રોવરે પોતકના અવાજો આપીને પાત્રોને જીવંત બનાવ્યા છે.

ટૂંકમાં જમ્બો એક સ્વીટ સ્વીટ ફિલ્મ છે જે બાળકોને જરૂર ગમી શકે છે.