શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

મિશન ઈસ્તાંબુલ : નિષ્ફળ મિશન

IFM
નિર્માતા : સુનીલ શેટ્ટી, એકતા કપૂર, શોભા કપૂર, શબ્બીર બોક્સવાલ
નિર્દેશક : અપૂર્વ લાખિય
સંગીત : અનૂ મલિક, ચિત્રાંતન ભટ્ટ, શમીર ટંડન
કલાકાર : જાયદ ખાન, વિવેક ઓબેરોય, શબ્બીર આહૂવાલિયા, શ્રેયા સરન, શ્વેતા ભારદ્વજ, સુનીલ શેટ્ટી, અભિષેક બચ્ચન (અતિથિ કલાકાર)
રેટિંગ : 1.5

એવુ લાગે છે કે અપૂર્વ લાખિયાએ 'મિશન ઈસ્તાંબુલ' ફિલ્મ ને બનાવવાની પ્રેરણા એક સોફ્ટ ડ્રિંકની પંચ લાઈન 'ડર કે આગે જીત હૈ' થી લીધી છે. પ્રેરણા લેવી ખરાબ વાત નથી, પરંતુ જે તમાશો તેમણે બનાવ્યો છે તેને જોઈને વિશ્વાસ નથી થતો કે આ એ જ નિર્દેશક છે જેમણે 'શૂટ આઉટ એટ લોખંડવાલા' ફિલ્મ બનાવી હતી.

જે સોફ્ટ ડ્રિંકની પંચ લાઈનને તેમણે પોતાની ફિલ્મની પંચ લાઈન બનાવી હતે, તેને અપૂર્વએ પોતાની ફિલ્મના નાયકોને તેમણે એ ડ્રિંકને પીતા પણ બતાવ્યા છે. ચાલીસ-પચાસ ખતરનાક ગુંડાઓના હાથમાં ચેન-ડંડા લીને વિવેક-જાયદ અને શ્વેતાને ઘેરીને ઉભા છે. ત્રણે હસતાં-હસતાં સોફ્ટ ડ્રિંક પીવે છે. ત્યારબાદ તેમની અંદર એક એવી ઉર્જાનો સંચાર થાય છે એક તેઓ બધાને મારીને અધમરા કરી નાખે છે. રાષ્ટ્રપતિ બુશ (તેમનુ પાત્ર પણ છે)'ટર્કી'ને દેશના બદલે પક્ષી સમજી લે છે.

આવી ઘણી ઘટનાઓ 'મિશન ઈસ્તાંબુલ'માં જોવા મળી જશે, જેમાં આંતરાષ્ટ્રીય આતંકવાદનો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મનુ ચરિત્ર પંદર મિનિટમાં જ સમજાઈ જાય છે, જ્યારે એક નામી રિપોર્ટર ક્લબમાં સુંદરીઓ સાથે નાચતાં નાચતા ગીતો ગાવવા માંડે છે. એ તો સમજી શકાય છે કે રિપોર્ટર ડાંસ નથી કરી શકતો ? પરંતુ આ દ્રશ્યથી એ જાણ થઈ જાય છે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદની સમસ્યા બોલીવુડની સ્ટાઈલમાં હલ કરવામાં આવશે.
IFM

વિકાસ સગર (જાયદ ખાન) એક પત્રકાર છે. પોતાનુ કામ તેને એટલુ વ્હાલું છે કે તે પોતના જીવ જોખમમાં નાખવા પણ તૈયાર છે. પોતાની પત્ની (શ્રેયા સરન)ને સમય ન આપી શકવાને કારણે તેમના ડાયવોર્સ થઈ જાય છે. વિકાસને તુર્કી ખાતે એક ચેનલ 'અલ જોહરા'માં નોકરી મળે છે અને ત્રણ મહિના માટે તેને ઈસ્તાંબુલ
જવુ પડે છે.

રિજવાન(વિવેક ઓબેરોય) તુર્કિશ ફોર્સમાં કમાંડો રહી ચૂક્યો છે. તે વિકાસને જણાવે છે કે જે ચેનલને માટે તે કામ કરી રહ્યો છે તેના તાર દુનિયાના સૌથી મોટા આતંકવાદ અબૂ નજીર સાથે જોડાયેલા છે.

ઘટનાક્રમ કાંઈક એવો બને છે કે વિકાસ પણ આ વાત પર વિશ્વાસ કરતો થઈ જાય છે. વિકાસ અને રિઝવાન મળીને આ ચેનલને અસલઈ ચહેરો સામે લાવવાની જવાબદારી ઉઠાવે છે. ચેનલવાળાઓને પણ રિઝવાન અને વિકાસના મક્સદ ની ખબર પડી જાય છે. તેઓ બંનેની હત્યા કરવા માંગે છે. અંતે જીત નાયકોની થાય છે.

અપૂર્વ લાખિયાએ આ ફિલ્મ વ્યવસાયિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં મૂકીને બનાવી છે, તેથી આ ફિલ્મ લાર્જર ધેન લાઈફ છે, પરંતુ આ ફિલ્મ તે કસોટી પર પણ ખરી નથી ઉતરતી. તર્કની આશા તો આજકાલના દર્શકો કરે જ છે. આજકાલના દર્શકો ફિલ્મમાં ઘણા એવા સવાલો કરે છે, જેમના જવાબ નથી મળતા.

વિકાસની પત્ની તેને એટલો પ્રેમ કરે છે કે જ્યારે તેનો જીવ જોખમમાં રહે છે તો તે તુર્કી પહોંચી જાય છે, તો પછી તે તલાક કેમ લે છે ? વિકાસ જ્યારે 'અલ નજીર' વાળાના કાળા ધંધાનો ડેટા કોમ્પ્યૂટર પરથી ચોરે છે, તો તેને પાસવર્ડ કેવી રીતે ખબર પડે છે ? જ્યારે પેન ડ્રાઈવમાં તેઓ (વિકાસ-રિજવાન) ડેટા કોપી કરી લે છે તો પોલીસની મદદ કેમ નથી લેતા, જ્યારે કે વિકાસ પોતે એક પત્રકાર છે.

સુપરમેનની જેમ રિઝવાન ક્યાંય પણ અને ક્યારેય પણ ટપકી પડે છે. પછી ભલે રસ્તો હોય કે વિકાસનો બેડરૂમ. બે માણસો મળીને આતંકવાદીઓની આખી સેનાને ધૂળ ચટાવી દે છે, આ વાત હજમ નથી થતી. આ ફિલ્મની એક્શનની ઘણી ચર્ચા છે, પરંતુ એક્શનમાં કોઈ ખાસ દમ જોવા મળ્યો નથી. એક્શનનો મતલબ હેલિકોપ્ટર કે કારનો વિસ્ફોટથી ઉડાવી દેવુ જ નથી હોતુ.

ફિલ્મનું સંગીત ઠીક-ઠાક છે, પરંતુ ગીતોને માટે સિચ્યુએશન સારી રીતે બનાવી નથી તેથી તેનો પ્રભાવ વધુ ઓછો થઈ જાય છે. અભિષેક પર ફિલ્માવવામાં આવેલુ ગીત પણ દમ વગરનું છે.
IFM

જાયદ ખાને પોતાનુ કામ પૂરી ગંભીરતાથી કર્યુ છે અને આ ફિલ્મના આધારે તેમને બીજી ફિલ્મો મળી શકે છે. નવી હેઅર સ્ટાઈલમાં વિવેક સારા લાગ્યા, પરંતુ તેઓ પૂરી રીતે પોતાના રંગમા ન જોવા મળ્યા. ફિલ્મમાં શ્રેયા સરન અને શ્વેતા ભારદ્વાજ નામની બે હીરોઈનો પણ છે, જેમણે થોડાક દ્રશ્યો મળ્યા છે. ખલનાયકના રૂપમાં ધીરનુ શ્રેષ્ઠ છે. શબ્બીર અહૂલવાલિયા મારધાડ કરતા રહ્યા અને સુનીલ શેટ્ટીએ પણ નાનકડી ભૂમિકા ભજવી છે.

અમર મોહિલી જે બેકગ્રાઉંડ મ્યૂઝિક આ ફિલ્મને માટે બનાવ્યુ છે, તે રામગોપાલ વર્માની ફિલ્મમાં દર્શકો સાંભળી ચૂક્યા છે.

બધુ મળીને 'મિશન ઈસ્તાંબુલ' એક અસફળ મિશન છે અને દર્શકો નિરાશ થઈને સિનેમાઘર છોડે છે.