શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

શોર્ટકટ : એક સરેરાશ ફિલ્મ

IFM
નિર્માતા - અનિલ કપૂર
નિર્દેશક - નીરજ વોરા
સંગીત - શંકર-અહેસાન-લોય
કલાકાર - અક્ષય ખન્ના, અમૃતા રાવ, અરશદ વારસી, ચંકી પાંડે, સંજય દત્ત (વિશેષ ભૂમિકા)

'શોર્ટકટ' એક મલયાલમ ફિલ્મની રિમેક છે. અનીસ બઝ્મી (લેખક) અને નીરજ વોરા (નિર્દેશક) જેવા લોકો આ ફિલ્મથી જોડાયેલ છે. આના અપેક્ષા વધારવાની સ્વાભાવિક છે, પરંતુ ફિલ્મ એ અપેક્ષાઓ પર ખરી નથી ઉતરતી અને એક સરેરાશ ફિલ્મ બનાવીને રહી જાય છે. ફિલ્મ જોતી વખતે સમય મનોરંજન બનામ બોરિંગનો ગ્રાફ સતત ઉપર નીચે થતો રહે છે.

શેખર (અક્ષય ખન્ના) સહાયક નિર્દેશક છે અને એક નિર્દેશક પોતાની ફિલ્મ શરૂ કરવા માંગે છે. એ સ્ક્રિપ્ટ લખે છે, જેના પર એક નિર્માતા ફિલ્મ બનાવવા તૈયાર થઈ જાય છે. રાજૂ (અરશદ વારસી) ખૂબ જ ખરાબ અભિનેતા છે, પરંતુ સુપરસ્ટાર બનવાના સપના જોઈ રહ્યો છે.

રાજૂ એક નિર્માતા કહે છે કે જો એ એક સારી સ્ક્રિપ્ટ લાવે તો એ તેને હીરો બનાવી દે. રાજૂ પોતાના જ મિત્ર શેખરની સ્ક્રિપ્ટ ચોરી લે છે. ફિલ્મ બને છે. હિટ થાય છે અને રાજૂ સુપરસ્ટાર બની જાય છે. રાજૂના આ પગલાંથી શેખરને ઘણુ જ ખોટુ લાગી જાય છે.

માનસી (અમૃતા રાવ) સુપર સ્ટાર છે અને શેખરને ચાહે છે. બંને લગ્ન કરી લે છે. લગ્ન પછી શેખરને બધા માનસીના પત તરીકે ઓળખે છે અને તેને આ વાત નથી ગમતી. ગુસ્સામાં બંને વચ્ચે ઝગડો થઈ જાય છે અને બંને જુદા થઈ જાય છે.

નિષ્ફળતાઓથી કંટાળેલા શેખરને એક નિર્માતા મળે છે અને પોતાની ફિલ્મ નિર્દેશિત કરવા કહે છે. તેની શરત છે કે હીરો રાજૂ બનશે. ફિલ્મ શરૂ થતા પહેલા જ નિર્માતાનુ મૃત્યુ થઈ જાય છે. શેખર પોતાના પડોશીઓની મદદથી ફિલ્મ શરૂ કરે છે, પરંતુ તેનો અને રાજૂનો ઈગો અથડાય છે. કેવી રીતે શેખર ફિલ્મ પૂરી કરે છે અને માનસીને પાછી મેળવે છે એ જ ફિલ્મનો સાર છે.

ફિલ્મની શરૂઆત સારી છે અને લાગે છે કે એક સારી ફિલ્મ જોવા મળશે. રાજૂ દ્વારા સ્ક્રિપ્ટ ચોરતા સુધી ફિલ્મમાં પકડ છે. ત્યારબાદ શેખર અને માનસીની લવ સ્ટોરી અને તેમનો ઝગડો ફિલ્મને બોરિંગ બનાવી દે છે અને 'અભિમાન'ની યાદ અપાવે છે. શેખર જ્યારે ફિલ્મ બનાવવાની શરૂઆત કરે છે, ત્યારે ફિલ્મમાં ફરી પકડ આવે છે, પરંતુ ક્લાયમૈક્સમાં બાબત ફરી બગડી જાય છે.

IFM
ખુદ્દાર શેખર પહેલા રાજૂની સાથે ફિલ્મ બનાવવાની ના પાડી દે છે. આ વાત પર પોતાની પત્ની સાથે ઝગડી લે છે, પરંતુ પાછળથી કેમ તૈયાર થઈ જાય છે, એ વાત સ્પષ્ટ નથી કરી. માનસી અને શેખરનો ઝગડો અને પછી મેળ થવો એ બનાવટી લાગે છે. કુંઠિત થઈને શેખર દ્વારા એક વેઈટરના રૂપમાં કામ કરવાનુ દ્રશ્ય ઈમોશન લાવવા મૂક્યુ છે, પરંતુ બાળહદ જેવુ લાગે છે. આ ફિલ્મમાં એ બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો અને મહેનત દ્વારા જ મંઝિલ સુધી પહોંચી શકાય છે. પરંતુ વાર્તા આ સંદેશ સાથે કોઈ ન્યાય નથી કરતી

સકારાત્મક બાજુઓ જોવા જઈએ તો વાર્તામાં ઉણપ હોવા છતા ફિલ્મનુ સ્ક્રીનપ્લે સારુ છે. આ કારણે દિલચસ્પી રહે છે. ફિલ્મમા કેટલાક મહોરંજક દ્રશ્યો પણ છે, જે હસાવે છે. પરંતુ મોટાભાગના ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. જે લોકો બોલીવુડને નજીકથી જાણે છે તેમને આ વધુ ગમશે.

અક્ષય ખન્નાએ પોતાનો રોલ પૂરી ગંભીરતાથી ભજવ્યો છે. અમૃતા રાવના ભાગમાં થોડા-ઘણા ગીત અને દ્રશ્યો આવ્યા. દરેક ફિલ્મમાં અરશદ વારસી એક જેવો અભિનય કરી રહ્યા છે, પરંતુ છતા એ હસાવે છે. ચંકી પાંડેએ અભિનયના નામ પર જુદા જુદા મોઢા બનાવ્યા છે. સંજય દત્ત અને અનિલ કપૂર એક ગીતમાં જોવા મળ્યા, પરંતુ વાત બની નહી.

શેખર-અહસાન-લોયનુ સંગીત તેના પ્રતિષ્ઠાના મુજબ નથી. ફક્ત એક ગીત 'નીકલ ભી જા' યાદ રહે છે.

બધુ મળીને 'શોર્ટકટ : ધ કોન ઈઝ ઓન' એક સરેરાશ ફિલ્મ છે.