સાઁવરિયા - ભંસાલીની સૌથી નબળી ફિલ્મ
નિર્માતા-નિર્દેશક - સંજય લીલા ભંસાલીસંગીત - મોંટી શર્માકલાકાર - રણબીર કપૂર, સોનમ કપૂર, સલમાન ખાન, રાણી મુખર્જી, જોહરા સહગલસંજય લીલા ભંસાલીની 'સાઁવરિયા' એક પ્રેમ કથા છે. આ પ્રેમ કથામાં ગુલાબો (રાણી મુખર્જી) રણબીરરાજ (રણબીર કપૂર) ને પ્રેમ કરે છે. રાજ સકીના(સોનમ કપૂર)ને પ્રેમ કરે છે. અને સકીના ઈમાન(સલમાન ખાન)ને. બધાનો પ્રેમ સાચો છે. કથાના મુખ્ય અભિનેતા છે રણબીર અને સકીના. સપનોના એક શહેરમાં રણબીર એક રાત્રે પુલ પર સકીનાને જોઈને તેની પર મોહિત થઈ જાય છે. બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે. સકીના, રાજને ફક્ત પોતાનો મિત્ર માને છે, પણ તે સકીનાને માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે.