હલ્લા બોલ:ફિલ્મ અને હકીકત
નિર્માતા : અબ્દુલ સામી સિદ્દકીનિર્દેશન-કથા-પટકથા-સંવાદ : રાજકુમાર સંતોષીસંગીત : સુખવિન્દર સિંહકલાકાર : અજય દેવગન, વિદ્યા બાલન, પંકજ કપૂર્ક, દર્શન જરીવાલા (વિશેષ ભૂમિકા - કરીના કપૂર, સયાલી ભગત, તુષાર કપૂર, શ્રીદેવી, બોની કપૂર, જેકી શ્રોફ)રાજકુમાર સંતોષીની શરૂઆતની ફિલ્મોની થીમ અન્યાય વિરુધ્ધ અવાજ ઉઠાવવાની હતી. 'ઘાયલ', 'ઘાતક' અને'દામિની'માં તેમણે આ જ વાત કહી હતી અને તેમણે સફળતા પણ મળી હતી. ત્યારપછી સંતોષી પોતાના ઉદ્દેશ્યથી ભટકી ગયા અને તેમને ઘણી ખરાબ ફિલ્મો બનાવી. 'હલ્લા બોલ'ના દ્વારા સંતોષી એકવાર ફરી પોતાના જૂના પાટા પર આવ્યા છે. આજના જમાનામાં વ્યક્તિએ પોતાન પડોસી સાથે કોઈ મતલબ નથી રહેતો. જો કોઈ તેને મારી રહ્યો હોય તો તે તેને બચાવવાની કોશિશ પણ નથી કરતો. પણ તે એ ભૂલી જાય છે કે આગળ જતા તેનો પણ નંબર આવી શકે છે. આ જ આધાર પર રાજકુમાર સંતોષીએ 'હલ્લા બોલ' નું નિર્માણ કર્યુ છે. અશકાફ(અજય દેવગન) એક નાના શહેરમાં રહેતો યુવાન છે. ફિલ્મોમાં કામ કરવુ એનો રોફ છે અને તેથી તે સિધ્ધુ(પંકજ કપૂર)ની સાથે નુક્કડ-નાટક કરે છે. સિધ્ધાંતવાદી અને સાચુ બોલનારો અશકાફ અભિનયની ઝીણવટોને શીખ્યા પછી મુંબઈ પહોંચી જાય છે. અને ફિલ્મોમાં કામ મેળવવાની શરૂઆત ખોટું બોલીને થાય છે.ધીરે ધીરે તે સફળતાની સીડીયો ચઢી જાય છે અને અશકાફથી તે સમીર ખાન નામનો સુપરસ્ટાર બની જાય છે. પોતાની સુપરસ્ટારની ઈમેજને જ હકીકત માનીને તે પોતાનુ વજૂદ ખોઈ દે છે. સફળતાનો નશો તેમના મગજ પર ચઢી જાય છે. તે કારણથી તેમના ગુરૂ સિધ્ધૂ પત્ની સ્નેહા(વિદ્યા બાલન) અને માતા-પિતા તેમનાથી દૂર થઈ જાય છે. એક દિવસ પાર્ટીમાં તેની સામે એક છોકરીનુ ખૂન થઈ જાય છે. ખૂનીની ઓળખવા છતાં સમીર આ બાબતે ચૂપ રહેવુ જ યોગ્ય સમજે છે. કારણકે તેને બીક લાગે છે કે તે પોલીસ અને કોર્ટના ચક્કરમાં પડ્યો તો તેની સુપરસ્ટારની છબિ ખરાબ થઈ શકે છે. સુપરસ્ટાર સમીર અને અશકાફમાં આંતરયુધ્ધ થાય છે અને જીત અશકાફની થાય છે. તે પોલીસની સામે જઈને એ બે હત્યારાઓને ઓળખી લે છે. તે બંને હત્યારાઓ બહુ મોટા નેતા અને ઉદ્યોગપતિના છોકરાઓ હોય છે. તે નેતા અને ઉદ્યોગપતિ સમીરને ધમકાવે છે, પણ તે નથી ગભરાતો. પોતાની શક્તિનો દુરુપયોગ કરતા તે નેતા કોર્ટમાં સમીરને ખોટો સાબિત કરી દે છે. સમીરને અનુભવ થાય છે કે પડદા પર હીરોગીરી કરવી અને અસલ જીંદગીમાં કેટલો તફાવત છે. તે પોતાના ગુરૂ સિધ્ધૂની મદદથી 'હલ્લા બોલ' નામના નાટકનુ રસ્તા પર પ્રદર્શન કરે છે અને લોકો અને મીડિયાની મદદથી હત્યારાઓને સજા અપાવે છે. રાજકુમાર સંતોષીએ આ વાર્તાને બોલીવુડના હીરોના માધ્યમથી કરી છે. તેમના મનમાં આમિર ખાનના આંદોલનને સમર્થન આપવુ, મોડલ જેસિક લાલ અને સફદર હાશમી હત્યાકાંડ વગેરે હતા, આ ઘટનાઓથી પ્રેરણા લઈને તેમણે વાર્તા લખી. પહેલા હાફમાં તેમણે બોલીવુડના તે તમામ સુપરસ્ટાર્સની પોલી જે પૈસાને માટે બીજાના લગ્નમાં નાચે છે. એક સંવાદ છે કે ' યદિ પૈસા મિલે તો યે મય્યતમેં રોને ભી ચલે જાયે'.એક સુપરસ્ટાર પોતે જ પોતાની ઈમેજમાં કેવો જકડાઈ જાય છે, આ કશ્મકશને ખૂબ જ સુંદર રીતે બતાવ્યુ છે. સમીર ખાન દ્વાર રસ્તા પર જઈને ન્યાય માંગવાના સંઘર્ષને તેમણે ઓછુ ફુટેજ આપ્યુ, તે કારણથી આ ફિલ્મનો અંત નબળો પડ્યો. મધ્યાંતર પછી ફિલ્મને સંપાદિત કરીને ઓછામાં ઓછી વીસ મિનિટ નાની કરી શકાતી હતી. ફિલ્મમાં કેટલાય દ્રશ્યો છે જે દર્શકોને તાળી પાડવા મજબૂર કરે છે. વિદ્યા બાલન દ્વારા પ્રેસ સામે જઈને અજયનો સાથ આપવો. અજયનું બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યા પછી ભાષણ આપવુ. અજયનુ મંત્રીના ઘરે જઈને તેમનુ ઘર ગંદુ કરવુ. અલ્પસંખ્યક હોવા છતકં સમીર ખાનનુ મુસ્લિમ સમૂહ પાસેથી મદદ લેવાની મનાઈ કરવી. સંવાદ આ ફિલ્મના ખૂબ જ મજબૂત પાસુ છે. નિર્દેશક રાજકુમાર સંતોષીએ મોટાભાગના દ્રશ્યોની સમાપ્તિ એક લાઈનના શ્રેષ્ઠ સંવાદથી કરી છે. એક નિર્દેશકના રૂપમાં રાજ સંતોષી 'દામિની' કે 'ઘાયલ' વાળા ફોર્મમા તો નહી જોવા મળ્યા, પણ છેલ્લી કેટલીય ફિલ્મોની સામે આ ફિલ્મ સારી છે. ખાસ કરીને ફિલ્મના મધ્યાંતર પછીનો ભાગ વધુ મજબૂત બનાવી શકાતો હતો. સુપરસ્ટારની ઈમેજમાં કેદ સમીરની બેચેની અને સફળતા મેળવવા માટે કશુ પણ કરનારા મનુષ્યને અજય દેવગને પડદા પર ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. અજય ખૂબ પાતળા થઈ ગયા છે અને તેમનો ચહેરો પિચકાઈ ગયો છે. તેમણે પોતાના દેખાવ પર ધ્યાન આપવુ જોઈએ.
વિદ્યા બાલન માટે અભિનયનો વધુ સ્કોપ નહોતો, છતા બે-ત્રણ દ્રશ્યોમાં તેમણે પોતાની ચમક બતાવી. પંકજ કપૂરે સિધ્ધુના રૂપમાં કમાલ કરી દીધી. ખબર નહી કેમ આ શ્રેષ્ઠ અભિનેતા ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. દર્શન જરીવાલા, અંજન શ્રીવાસ્તવની સાથે બીજા કલાકારો પાસેથી પણ સંતોષીએ સારૂ કામ લીધુ છે. બધુ મળીને 'હલ્લા બોલ' માં એ તત્વો છે જે દર્શકોને સારા લાગ્યા. એક વાર આ ફિલ્મ જોવા જેવી છે.