શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By હરેશ સુથાર|
Last Modified: મુંબઈ , શનિવાર, 29 નવેમ્બર 2008 (15:46 IST)

અમેરિકા-વિયેતનામ ભારતની પડખે

મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના પગલે વિશ્વના દેશોએ ભારતને મદદ કરવા તૈયારી બતાવી હતી. જેમાં અમેરિકા અને વિયેતનામનો સમાવેશ થાય છે.

અમેરિકન પ્રમુખ બુશે આ હુમલામાં ત્રણ અમેરિકન નાગરિક માર્યા ગયાથી દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે અમે આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે છીએ.

બરાક ઓબામાએ બુશની વાતમાં સમર્થન દર્શાવતા કહ્યુ હતુ કે અમેરિકાએ ભારત સહિતના બધા જ દેશોમાં આતંકવાદને ઝડમૂળથી ખદેડવાની નીતિ રચવી જોઈએ.

વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીન અધ્યક્ષ નોંગ ડક મન્હ અને પ્રધાનમંત્રી નુએન તાન ડુંગે પ્રતિભા પાટિલ સાથેની મુલાકાત દરમિયાન ભારતને આતંકવાદ સામે લડત આપવા માટે યથાયોગ્ય મદદ કરવાની વાત કરી હતી.