તાજકાંડમાં મરનારની સંખ્યા 195 થઈ

મુંબઈ.| વાર્તા| Last Modified શનિવાર, 29 નવેમ્બર 2008 (13:33 IST)

મુંબઈમાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા આતંકવાદી હુમલામાં મરનારારોની સંખ્યા 195 થઈ ગઈ છે, જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે.

તાજમાં સેનાના હાથે ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા છે, સુરક્ષાદળના જવાનો હોટલના 600 રૂમની તપાસ કરી રહ્યા છે.

અધિકારીક સૂત્રો અનુસાર માર્યા ગયેલાઓમાં 10 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલામાં આતંકવાદીઓ સામે ઝઝૂમતા એટીએસના પ્રમુખ હેમંકરકરે,પોલીસ અધિકારી અશોક કામ્ટે, એંકાઉંટર સ્પેશિયાલીસ્ટ વિજય સાલસ્કર, એનએસજીના બે કમાંડો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને હવાલદાર ગજેન્દ્ર સિંસહિત 15 પોલીસકર્મચારીઓ શહિદ થયા છે.
આ ઓપરેશનમાં સેનાએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે, અને એકને જીવતો પકડ્યો છે. તાજ અને નરીમન હાઉસમાંથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ છે.


આ પણ વાંચો :